Author: સત્ય ડે દૈનિક ડેસ્ક

rajashtan tauktae

નવી દિલ્હીઃ ગુજરાતમાં તાઉતે વાવાઝોડાએ તબાહી મચાવી છે. તાઉતે વાવાઝોડાએ ગુજરાતમાંથી વિદાય લીધી છે અને રાજસ્થાન, ઉત્તર પ્રદેશ તરફ આગળ વધી રહ્યું છે. જેની અસર દિલ્હી સુધી જણાઈ હતી. દિલ્હીમામં તાઉતેની અસરના પગલે ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે. દિલ્હીમાં આજે વહેલી સવારે વરસાદી માહોલ જામ્યો હતો. ક્યાંક વરસાદી ઝાપટું તો ક્યાંક ઝરમર વરસાદ વરસ્યો હતો. રાજસ્થાનમાં કયા જિલ્લામાં થશે અસર રાજ્સ્થાન તરફ આગળ વધતુ વાવાઝોડુ નબળુ પડી ગયુ છે. જોકે રાજસ્થાનના બાંસવાડા, ભીલવાડા, ચિત્તૌડગઢ,ડુંગરપુર, કોટપુતલી, અલવર, ભરતપુર, પ્રતાપગઢ, ઉદયપુર સહિતના વિસ્તારમાં ભારે વરસાદનુ અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે. હવામાન વિભાગના સ્થાનિક કેન્દ્રના પ્રમુખ કુલદીપ શ્રીવાસ્તવે કહ્યુ હતું કે, ચક્રવાતી…

Read More
mango

જુનાગઢઃ તાઉતે વાવાઝોડાની અસર સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં જોવા મળી હતી. તાઉતે એ સૌરાષ્ટ્રમાં સૌથી વધારે તબાહી મચાવી છે. આ સાથે જ સૌરાષ્ટ્રની વિશ્વપ્રસિધ્ધ કેસર કેરીના પાકને તોઉતે વાવાઝોડાએ ખેદાન મેદાન કરી નાંખ્યો છે. આ પહેલા સતત પખવાડિયા સુધી કમોસમી વરસાદથી પાકને આંશિક નુકસાન થયું હતો ત્યારે આજે 100થી 150 કિ.મી.ની ઝડપે ફૂંકાયેલા પવન સાથે વરસાદથી ખેડૂતોને કેસર કેરી ઉપરાંત અન્ય ઉનાળુ પાકોને કરોડો રૂપિયાનું નુકસાન ગયું છે. કેરીના વેરી બનીને ત્રાટકેલ વાવાઝોડાએ તલાલા પંથકમાં 13827 હેક્ટર જમીનમાં પથરાયેલા આશરે 15 લાખથી વધુ આંબાના વૃક્ષોને ઝપેટમાં લીધા હતા અને અનેક આંબામાં કેરીઓ ખરી પડી તો ક્યાંક આખા આંબા જ ઉખડી…

Read More
rescue india

નવી દિલ્હીઃ ગુજરાત સહિત દેશના પશ્વિમી દરિયાકાઠે વસતા રાજ્યોમાં તાઉતે વાવાઝોડાયે તબાહી મચાવી છે ત્યારે હવે તાઉતે રાજસ્થાન તરફ આગળ વધી રહ્યું છે. તાઉતે જ્યાંથી પસાર થયું ત્યાં તબાહી મચાવી છે. અનેક લોકો ગુમ થયા છે. જોકે, નેવી-કોસ્ટગાર્ડે રેસ્ક્યુ ઓપરેશન શરું કર્યું છે. અને સમુદ્રમાં ફસાયેલા 638 લોકોનું રેસ્ક્યૂ કરીને બચાવાયા છે. જોકે, હજી પણ 91 લોકો ગુમ થયા છે. નૌસેનાના હેલિકોપ્ટર અને તટરક્ષક દળની સાથે ભારતીય નૌસેનાના પાંચ જહાજની મદદથી પી-305ના 91 લોકોને શોધવા અને બચાવ માટે તમામ પ્રયાસ કરી રહ્યા છે. આ તમામ લોકો વાવાઝોડામાં ગુમ થઈ ગયા છે. મુંબઈ કાંઠેથી 35 સમુદ્રી માઇલ દૂર બાર્જ ડૂબવાના 20…

Read More
corona warriors

હિસાર: કોરોનાના કપરા સમયમાં કોરોના વોરિયર્સ રાત-દિવસ ખડે પગે સેવા આપી રહ્યા છે. પરંતુ કરુણતા એ છે કે કોરોના વોરિયર્સને પણ બેડ મળતા નથી અને તે મોતને ભેટે છે. કોરોનાથી મૃત્યુ પામનારા લોકોના અંતિમ સંસ્કાર કરી રહેલી ટીમના ઇન્ચાર્જ તથા નગરપાલિકા કર્મચારી સંઘના પ્રમુખ પ્રવીણ કુમારને ત્રણ કલાક સુધી બેડ મળ્યો ન હતો. પ્રવીણ કુમાર કોરોના સંક્રમણને કારણે જીવ ગુમાવનારા 300થી વધુ લોકોના અંતિમ સંસ્કાર કરાવી ચૂક્યા હતા. બીમાર પ્રવીણ કુમારને લઈ તેમનો પરિવાર ત્રણ કલાક સુધી એક હૉસ્પિટલથી બીજી હૉસ્પિટલ ભટકતા રહ્યા. મેયરથી લઈને કમિશ્નર અને સીએમઓ સુધી પ્રવીણના સાથીઓએ બેડ માટે આજીજી કરી. ત્યારબાદ કમિશ્નરના પ્રયાસથી તોશામ રોડ…

Read More
child vaccine

નવી દિલ્હીઃ ગુજરાત સહિત દેશમાં કોરોનાની બીજી લહેત તબાહી મચાવી રહી છે ત્યારે કોરોનાનું નવું સ્વરૂપ બાળકોને પણ પોતાની ચપેટમાં લઈ રહ્યું છે. જોકે, હવે કોરોના સામે બાળકોને રક્ષણ આપવા માટે વેક્સીનના ટ્રાયલ શરૂ થઈ જશે. સરકારે મંગળવારે કહ્યું કે 2-18 વર્ષની ઉંમરના બાળકો પર કોરોના વાયરસ વિરોધી કોવેક્સીનની અસરના ટ્રાયલ 10-12 દિવસમાં શરૂ થશે. નીતિ આયોગના સભ્ય વીકે પૉલે કહ્યું કે, કોવેક્સીનને 2થી 18 વય જૂથ માટે ફેઝ-2 અને ફેઝ-3ના ક્લીનિકલ ટ્રાયલ માટે ભારતના ડ્રગ્સ કન્ટ્રોલર જનરલએ સ્વીકૃતિ આપી દીધી છે. વીકે પૉલે કહ્યું છે કે, મને જણાવવામાં આવ્યું છે કે પરીક્ષણ આગામી 10-12 દિવસમાં શરૂ થઈ જશે. હૈદરાબાદ…

Read More
rain in Gujarat

ગાંધીનગરઃ ગુજરાતમાંથી તાઉતે વાવાઝોડું પસાર થઈ ગયું છે. પરંતુ 18મી મેના રોજ તાઉતે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિતાના આખા ગુજરાતને ગમરોળ્યું હતું. ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. હજી ત્રણ દિવસ રાજ્યમાં ધોધમારથી લઈને હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે બુધવારે અમદાવાદ સહિત કુલ 23 જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડવાની આગાહી છે. આ ઉપરાંત ગુરૂવાર અને શુક્રવારે ઉત્તર ગુજરાત સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્ય પ્રકારનો વરસાદ જ્યારે બુધવારે રાજ્યમાં પ્રતિ કલાકે 40થી 60 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાઓ રહેલી છે. ત્યારે શુક્રવારે સવારથી શનિવારે સવારે છ વાગ્યા સુધીનાં વરસાદની વાત કરીએ તો 227 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી…

Read More
PUBG is back

નવી દિલ્હીઃ બેટલગ્રાઉન્ડ્સ મોબાઇલ ઇન્ડિયા માટે પ્રી રજીસ્ટ્રેશન શરું થયું છે. આ પહેલા દેશમાં મે મહિનામાં પબ્જી મોબાઈલ ઇન્ડિયાએ વિકલ્પની જાહેરાત કરી હતી. જોકે કંપનીએ હજી સુધી ભારતમાં લોન્ચિગની તારીખની સત્તાવાર જાહેરાત કરી નથી. જોકે, ભારતમાં રમત લાઈવ થયા બાદ વિશેષ ઇનામ મેળવવા માટે ખેલાડીઓ પ્રી રજીસ્ટ્રેશન કરી શકશે. અહીં તમે જાણી શકશો કે બેટલગ્રાઉન્ડ્સ મોબાઈલ ઇન્ડિયા માટે કેવી રીતે રજીસ્ટ્રેશન કરવું. કેવી રીતે રજીસ્ટ્રેશન કરવું? બેટલગ્રાઉન્ડ્સ મોબાઇલ ઇન્ડિયા માટે પૂર્વ નોંધણી કરવા માટે, ગૂગલ પ્લે સ્ટોર પર રમત શોધ. વૈકલ્પિક માટે તમે રમતની Google Play Store સૂચિ પર રીડાયરેક્ટ કરવા અહીં ક્લિક કરી શકો છો. ત્યારબાદ “પૂર્વ નોંધણી કરો”…

Read More
maharashtra vaccine

મુંબઈઃ મહારાષ્ટ્રમાં રસિકરણ પ્રક્રિયામાં મોટી ચૂક સામે આવી હતી. અહીં 59 વર્ષીય શિશિરકુમાર સાલુંખ નામના રિટાયર્ડ ઈન્ડિયન આર્મી હવાલદારે રસીનો પ્રથમ ડોઝ કલાંબોલી હેલ્થ સેન્ટરમાં લીધો હતો. કલાંબોલી હેલ્થ સેન્ટરના સ્ટાફે તેમને કોવિશિલ્ડનો પ્રથમ ડોઝ લીધો હોવાનું સર્ટિફિકેટ આપ્યું હતું. સાલુંખનો દીકરો જ્યારે બીજા ડોઝ માટે કમોઠે હેલ્થ સેન્ટરમાં પહોંચ્યો, ત્યારે તેના પિતાએ કલાંબોલી હેલ્થ સેન્ટરમાં કોવિશિલ્ડ નહીં, પરંતુ કોવેક્સીનની રસી લીધી હોવાનું સામે આવ્યું. સ્વાસ્થ્ય કર્મીની સતર્કતાથી સમગ્ર એરરની પોલ ખુલી હતી. કમોઠે હેલ્થ સેન્ટરમાં સાલુંખનો દીકરો સાલુંખને બીજો ડોઝ આપવા માટે લઈને આવ્યો હતો. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર કમોઠે હેલ્થ સેન્ટરના સ્વાસ્થ્ય કર્મચારીઓને સાલુંખના વેક્સીન સર્ટિફિકેટમાં કંઈક…

Read More
pm modi 2

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાની બીજી લહેર વધારે ઘાતક સાબિત થઈ રહી છે. જોકે, કોરોનાની સ્પીડ થોડી ઓછી થઈ છે પરંતુ હજી પણ કોરોનાના કેસ ચિંતાજનક સ્થિતિમાં છે. ત્યારે પ્રધાનમંત્રી સાથેના સંવાદમાં નોર્થ ઈસ્ટ, જમ્મુ કાશ્મીર સહિતના દેશના ટોચના ડોક્ટરો જોડાયા હતા તથા પ્રધાનમંત્રીને સૂચનો તથા પોતાને થયેલા અનુભવો જણાવ્યા હતા. ડોક્ટરોએ પ્રધાનમંત્રીને જણાવ્યું કે કોરોનાના દર્દીઓની સારવાર અંગે તેમને કયા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો તથા મુશ્કેલીનો ઉકેલ લાવવા માટે કયા પગલાં ભરવા તે અંગે પણ ચર્ચા થઈ હતી. મહામારી દરમિયાન પોતાને થયેલા અનુભવો અને પરેશાનીઓ અંગે ડોક્ટરોએ પ્રધાનમંત્રીને વાકેફ કર્યાં હતા. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા પ્રધાનમંત્રી મોદીના…

Read More
nutmeg benefits new

કોરોના કાળમાં કપરા સમયમાં કોરોના સામે લડવા માટે શરૂરની ઇમ્યુનિટી વધારવા માટે લોકો અનેક ઘરેલું નુશ્ખા અપવાની રહ્યા છે ત્યારે જાયફળ પણ શરીરમાં ઇમ્યુનિટી વધારવા માટે મદદ રૂપ છે. જાયફળ તમારી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બનાવવાનું કાર્ય કરે છે. જાયફળ ઈન્ડોનેશિયાનું ફળ છે, તેને મિરિસ્ટિકા ફ્રેગરન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ઝાડ દક્ષિણ ભારતમાં પણ ઉગાડવામાં આવે છે અને તેનું સેવન કરવાથી રોગ પ્રતિકારક શક્તિ પણ વધે છે. જાયફળનું સેવન કરવાથી બ્લડ શુગર પણ કંટ્રોલમાં રહે છે અને સેક્સ પાવર પણ વધે છે. અહીં જાયફળના અનેક ફાયદાઓ વિશે જાણકારી આપવામાં આવી છે. રોગ પ્રતિકારક શક્તિ વધારે છે રોગ પ્રતિકારક…

Read More