આજના સમયમાં દરેકના હાથમાં મોબાઇલ ફોન હોય તે સામાન્ય બાબત બની ગઇ છે. વયસ્ક હોય, મોટેરા હોય કે નાના બાળકો જ કેમ ના હોય, મોબાઇલ વગર આજના સમયમાં કોઇને ચાલતું નથી. ત્યારે ખાસ કરીને જો બાળકોની વાત કરવામાં આવે તો બાળકો મોબાઇલ પર ગેમ્સ રમવી ખૂબ જ પસંદ કરતા હોય છે. દિવસ દરમિયાનનો મોટાભાગનો અને મહત્વનો સમય તેઓ મોબાઇલનો ઉપયોગ કરી વેડફી નાખતા હોય છે. ત્યારે તમે પણ તમારા બાળકની જીદ પુરી કરવા માટે તેના હાથમાં મોબાઈલ આપતા હોવ તો આજથી જ સાવધાન થઈ જાવ નહીંતર મોટી મુશ્કેલી થઈ શકે છે. કારણ કે મોબાઈલ જોવાની તેની આદત તેને નાની ઉંમરમાં…
કવિ: સત્ય ડે દૈનિક ડેસ્ક
નવું વર્ષ નવી આશા લઇને આવતું હોય છે. દરેક વ્યક્તિ એવી ઇચ્છા ધરાવતી હોય છે કે નવા વર્ષમાં તેને સ્વાસ્થ્ય અને સંપત્તિ બંને મળે. નવું વર્ષ તો હવે શરૂ થઈ ગયું છે. તેમાં પહેલા વાત કરવામાં આવે સ્વાસ્થ્યની તો વ્યક્તિ સ્વસ્થ ખોરાક અને નિયમિત દિનચર્યા કરીને સ્વસ્થ રહી શકે છે. જયારે કે કેટલીક બાબતો ધ્યાનમાં રાખીને વ્યક્તિ આર્થિક રીતે મજબૂત બની શકે છે. આ વર્ષે જો તમે પણ આર્થિક રીતે મજબૂત બનવા માંગો છો તો કેટલીક બાબતોને ધ્યાનમાં રાખીને આગળ વધો. જેથી ભવિષ્યમાં તમે આર્થિક રીતે પણ મજબૂત બનશો. જો તમારે આર્થિક રીતે મજબૂત બનવું હોય તો ચાલો જાણીએ કે…
દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ મેચમાં વિરાટ કોહલીએ શાનદાર પ્રદર્શન કર્યું છે. સેન્ચુરિયન ટેસ્ટમાં તેણે અડધી સદી ફટકારી હતી. કેપટાઉનમાં પ્રથમ દાવમાં તેણે 46 રન બનાવ્યા હતા. કોહલીને ટેસ્ટ રેન્કિંગમાં ફાયદો થયો છે. મહિનાઓ બાદ તે ટોપ ટેનમાં પરત ફર્યો છે. આઇસીસીની તાજેતરની ટેસ્ટ રેન્કિંગમાં કોહલી હાલ તો નવમાં નંબરે પહોંચી ગયો છે. પરંતુ તે વનડે રેન્કિંગમાં શુભમન ગિલ કરતા એક સ્થાન પાછળ છે. સ્પિનર રવિ બિશ્નોઈને ટી20માં ફાયદો થયો છે. ઓલરાઉન્ડરોની ટેસ્ટ રેન્કિંગમાં રવિન્દ્ર જાડેજા ટોપ પર યથાવત છે. આઇસીસીની ટેસ્ટ બેટિંગ રેન્કિંગમાં કેન વિલિયમસન ટોચ પર યથાવત છે. જો રૂટ બીજા ક્રમે છે. જ્યારે ત્રીજા નંબર પર સ્ટીવ સ્મિથ…
આમિર ખાનની દીકરી આયરા ખાને તેના બોયફ્રેન્ડ નૂપુર શિખરે સાથે લગ્ન કરી લીધા છે. પરિવારના સભ્યો અને કેટલાક ખાસ મિત્રોએ આ લગ્નપ્રસંગે હાજરી આપી હતી. બોયફ્રેન્ડ નૂપુર સાથે લગ્ન બાદ આયરાએ તેનો પહેલો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આયરાએ તેના પતિ સાથે બેડ પરથી એક સેલ્ફી શેર કરી છે. આયરાએ શેર કરેલી સેલ્ફીમાં આયરાએ ‘બ્રાઇડ ટૂ બી’ લખેલી હેરબેન્ડ પહેરી છે. જો કે આયરાએ શેર કરેલી તસવીરમાં એક ટ્વીસ્ટ પણ આપી દીધો છે. વાસ્તવમાં આયરાએ તેના હેરબેન્ડમાંથી ‘બ્રાઇડ ટુ બી’માંથી ‘ટુ બી’ કાપી નાખ્યું છે. જેના કારણે આ ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.…
રણબીર કપૂરની કેટલીક લેટેસ્ટ તસવીરો હાલમાં સમાચારમાં છે જેમાં તે રોહિત શેટ્ટી સાથે પોલીસ યુનિફોર્મમાં જોવા મળી રહ્યો છે. લોકોનું ધ્યાન રણબીરના યુનિફોર્મ પરના બેજ પર શું લખેલું છે તેના પર પણ ગયું. હવે લોકો રણબીરના આ લૂકથી એટલા પ્રભાવિત થઈ ગયા છે કે તેઓ કહી રહ્યા છે – અમારે આ લૂકમાં તેની ફિલ્મ જોવાની છે.’એનિમલ’ અભિનેતા રણબીર કપૂરની કેટલીક નવી તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે જેમાં તે પોલીસ વર્દીમાં જોવા મળી રહ્યો છે. આ ઝલકમાં રણબીર માત્ર પોલીસ અવતારમાં જ નથી, તેની મોટી મૂછો પણ દેખાઈ રહી છે. હવે તેનો આ અવતાર જોઈને ચાહકો ખૂબ જ પ્રભાવિત…
કરણ જોહરનો ટોક શો કોફી વિથ કરણ 8 આ દિવસોમાં દરેક જગ્યાએ ચર્ચામાં છે. અત્યાર સુધી ઘણા સેલેબ્સ આ શોમાં આવી ચુક્યા છે અને તેમની પ્રોફેશનલ લાઈફ તેમજ પર્સનલ લાઈફ સાથે જોડાયેલા ઘણા રહસ્યો જાહેર કર્યા છે. દરમિયાન, જાહ્નવી કપૂર અને ખુશી કપૂર શોના આગામી એપિસોડમાં જોવા મળશે. આ એપિસોડનો લેટેસ્ટ પ્રોમો પણ રિલીઝ થઈ ગયો છે. આ દરમિયાન કરણે જ્હાન્વીને રેપિડ ફાયર રાઉન્ડમાં પોતાની દિલની વાત બહાર કઢાવી હતી. કરણ જોહરે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એપિસોડનો પ્રોમો શેર કર્યો છે. આ વીડિયોમાં કરણ કપૂર બહેનો જાહ્નવી અને ખુશીનું સ્વાગત કરતો જોવા મળે છે. પ્રોમોની શરૂઆતમાં કરણ જાહ્નવી અને ખુશી સાથે…
આમિર ખાનની દીકરીના લગ્ન ગઈકાલે તેના બોયફ્રેન્ડ સાથે થયા આ લગ્નમાં મિસ્ટર પરફેક્શનિસ્ટની એક્સ વાઈફ કિરણ રાવ પણ હાજર રહી આમીરે તેને કિસ કરતો વિડીયો વાઈરલ થયો છે મહત્વનું છે કે આમીરની દીકરી ઈરા ખાને તેના બોયફ્રેન્ડ નુપુર શિખરેને તેના જીવન સાથી તરીકે પસંદ કર્યા. આ કપલે મિત્રો અને પરિવારજનોની હાજરીમાં રજિસ્ટર્ડ મેરેજ કર્યા હતા. સોશિયલ મીડિયા પર લગ્નની ઘણી તસવીરો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે, પરંતુ આ બધાની વચ્ચે મિસ્ટર પરફેક્શનિસ્ટનો એક વીડિયો સામે આવ્યો છે જેને જોઈને ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. આમિરે તેની પૂર્વ પત્નીને કિસ કરી નૂપુર શિખરે હવે સત્તાવાર રીતે મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાનનો…
ડંકી’ની જેમ પ્રભાસની ફિલ્મ ‘સાલાર’ની કમાણી પણ ઘટવા લાગી છે. પ્રશાંત નીલ દ્વારા નિર્દેશિત, આ ફિલ્મે તેની શરૂઆત પર તોફાન મચાવ્યું હતું અને બોક્સ ઓફિસ પર ભારે અસર કરી હતી. આ ફિલ્મે કમાણીના મામલામાં ઘણા ઝંડા લગાવ્યા છે.પ્રભાસની ફિલ્મ ‘સલાર’ શાહરૂખ ખાનની ‘ડંકી’ના એક દિવસ બાદ 21મી ડિસેમ્બરે રિલીઝ થઈ હતી. બંનેનું એડવાન્સ બુકિંગ જોઈને નક્કી થઈ ગયું હતું કે બંને વચ્ચે જોરદાર સ્પર્ધા થવાની છે, પરંતુ ફિલ્મ રિલીઝ થતાં જ બધાને ખબર પડી ગઈ કે સાઉથની આ ફિલ્મ જબરદસ્ત હિટ થવાની છે. રૂ. 90 કરોડથી વધુની કમાણી કરનાર ‘સાલાર’ એ ઘરેલુ બોક્સ ઓફિસ પર એવી ધૂમ મચાવી હતી કે…
અભિનેતા શશિ કપૂરની આજે પુણ્યતિથિ છે ત્યારે આજે થોડી એવી વાતો કે જ બહુ ઓછા લોકોને ખબર છે. શશિ કપૂરજીએ એક આખી પેઢીનું દીવાર, ત્રિશૂલ, સુહાગ, કાલા પથ્થર જેવી ફિલ્મો દ્વારા મનોરંજન કર્યું છે. આજે પણ શશિજીને એક પેઢી કલાકાર તરીકે યાદ કરે છે. શશિ કપૂર અને શત્રુઘ્ન સિંહા ખૂબ સારા મિત્રો હતા. બંનેએ સાથે ક્રાંતિ, આ ગલે લગ જા, કાલા પથ્થર જેવી ફિલ્મો પણ કરી છે. પરંતુ એકવાર શત્રુઘ્ન સિંહા ફિલ્મના સેટ પર મોડા પહોંચ્યા. સેટ પર શશિ કલાકોથી તેમની રાહ જોઈ રહ્યા હતા, એટલે શશિજીને શત્રુઘ્ન સિંહા પર ગુસ્સો આવ્યો અને સેટ પર જ બેલ્ટ લઈને તે શત્રુઘ્ન…
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શો અવારનવાર ચર્ચામાં રહે છે. ક્યારેક શો સાથે જોડાયેલા વિવાદોની ચર્ચા થાય છે તો ક્યારેક શો સાથે જોડાયેલા કલાકારોની ચર્ચા થાય છે. શોના કલાકારોને અઢળક પ્રેમ મળે છે, પછી તે ચાઇલ્ડ આર્ટિસ્ટ હોય કે સીનિયર એક્ટર્સ. હવે એક્ટ્રેસ ઝિલ મહેતા ચર્ચામાં આવી છે. ભલે ઝિલ મહેતાએ શો છોડી દીધો હોય, પણ લોકો હજુ પણ તેના સોનુના કેરેક્ટરને યાદ કરે છે. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની સ્ટાર કાસ્ટ આજકાલ ખૂબ ચર્ચામાં છે. શો સાતે જોડાયેલા રહેલા ચાઇલ્ડ આર્ટિસ્ટની પણ અલગ ફેન ફોલોઇંગ રહી છે. હાલમાં જ શોમાં સોનૂના કેરેક્ટરમાં જોવા મળેલી ઝીલ મહેતા ચર્ચામાં આવી છે.…