Author: સત્ય ડે દૈનિક ડેસ્ક

cm vijay rupani on lockdown

ગાંધીનગરઃ અત્યારે સમગ્ર ગુજરાતમાં કોરોના કેસોનો રાફડો ફાટી નીકળ્યો છે ત્યારે સરકાર દ્વારા ગુજરાતના ચાર મોટા શહેરોમાં રાત્રી કર્ફ્યૂનો સમય વધારીને કોરોના ગાઈડલાઈનના પાલન માટે કડકાઈ દેખાડી છે. જોકે, આવી સ્થિતિ વચ્ચે ગુજરાતના લોકોમાં ફરીથી લોકડાઉન થવાની શક્યાતોઓ અંગે ભય ફેલાયેલો છે. લોકડાઉનના ઉઠતા પ્રશ્ન અંગે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રેસ કોન્ફરન્સ કરીને ચોખવટ કરી છે. તેમણે જણાવ્યું હતું કે, રાજ્યમાં કોઈ લોકડાઉન કે દિવસ દરમિયાન કર્ફ્યૂ લાગુ કરવામાં આવશે નહીં. શનિ-રવિમાં મોલ-થિયેટરોમાં લોકો એકઠા થાય છે, એથી એ બંધ રહેશે. સરકારે તમામ તૈયારીઓ કરી છે. લોકોએ ગભરાવાની જરૂર નથી, સાથે સાથે સાવચેતી રાખવાની જરૂર છે. અત્યારે જેટલા કેસ આવે…

Read More
BMC woman fighting

મુંબઈઃ સમગ્ર દેશમાં કોરોનાએ આતંક મચાવી રાખ્યો છે જેમાં ખાસ કરીને મહારાષ્ટ્ર રાજ્યમાં સૌથી વધારે કેસો નોંધાઈ રહ્યા છે. કોરોનાને ડામવા માટે મહારાષ્ટ્ર સરકાર જરૂરી પગલા પણ લઈ રહી છે ત્યારે મુંબઈમાંથી એક વીડિયો વાયરલ થયો છે. જેમાં માસ્ક ન પહેવાનાર મહિલાને અટકાવી તો રીક્ષામાં બેસવા જઈ રહેલી મહિલા બીએમમસી મહિલા માર્શલ સાથે મારામારી કરવા ઉપર ઉતરી ગઈ હતી. મારપીટનો આ વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયામાં આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં માર્શલે એક મહિલાને માસ્ક ન પહેવા બદલ રોકી તો તેણીએ માર્શલ પર હુમલો કરી દીધો હતો. મહિલાએ માર્શલે લાતો અને…

Read More
doctor woman

ગાંધીનગરઃ કહેવાતા ભદ્ર સમાજમાં પણ હજી દહેજનું દૂષણ યથાવત છે. સુખી સંપન્ન પરિવારો પણ દહેજ માટે પરિણીતાઓ ઉપર અત્યાચાર ગુજારી રહ્યા છે. ત્યારે દહેજ માટે અત્યાચારનો વધુ એક કિસ્સો પોલીસ ચોપડે નોંધાયો છે. એક ડોક્ટર પત્નીએ પોતાના ડૉક્ટર પતિ સામે 30 લાખ રૂપિયા દહેજ માગવાની ફરિયાદ નોંધાવી છે. સાથે જ પતિએ તેના પર બળાત્કાર કરાવવા ગુંડા ભાડે રાખવાની પણ ધમકી આપી હતી. નરોડામાં રહેતી 29 વર્ષીય ડૉક્ટરે ગાંધીનગરમાં રહેતા પતિ સામે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. મહિલા તબીબે ફરિયાદમાં જણાવ્યું કે, મુંબઈના ડોમ્બીવલીમાં ક્લિનિક ચલાવતા ડૉક્ટર સાથે તેની મુલાકાત 2019માં એક મેટ્રિમોનિયલ સાઈટ દ્વારા થઈ હતી. 11 નવેમ્બર 2019માં…

Read More
dharmedra corona vaccine

મુંબઈઃ અત્યારે કોરોના સામે લડવા માટે સમગ્ર દેશમાં કોરોના અભિયાન ચાલી રહ્યું છે ત્યારે દિગ્ગજ લોકો કોરોના વેક્સીન લઈને લોકોને કોરોના વેક્સીન માટે પ્રેરિત કરી રહ્યા છે. ત્યારે બોલિવૂડના લિજેન્ડ અભિનેતા ધર્મેન્દ્રએ પણ આજે કોરોના વેક્સીન લીધી હતી. ધર્મેન્દ્રએ કોરોના વેક્સીન લેતો વીડિયો પોતાના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પરથી શેર કર્યો હતો. ધર્મેન્દ્ર એ હાલમાં જ ટ્વિટર પર ટ્વીટ કરતાં એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તે કહે છે કે, ‘લોકડાઉનને લોકડાઉન કરી રહ્યાં છો તો બે ગજની દૂરી અને માસ્ક છે જરૂરી. તેણે એમ પણ કહ્યું કે, બાળકો માટે પણ તેની જરૂર છે. અને તેમને પણ આપવું જોઇએ.’ વીડિયો…

Read More
jansatabdi

ગાઝિયાબાદઃ 13 માર્ચના રોજ પણ દિલ્હીથી દેહરાદૂન જઈ રહેલી શતાબ્દી ટ્રેનના એક કોચમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હતી. ત્યારે વધુ એક શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. કોચમાં આગ લાગતા મુસાફરોમાં ભય ફેલાયો હતો. દિલ્હીથી લખનઉ જઈ રહેલી શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનમાં આગ લાગતા ભારે નાસભાગ મચી ગઈ હતી. ગાઝિયાબાદ રેલવે સ્ટેશન પર શતાબ્દી એક્સપ્રેસના જનરેટર કારમાં આગ ભભૂકી ઉઠી હતી. જેના લીધે યાત્રિકોમાં ભારે અફરા-તફરી મચી ગઈ હતી. આગ લાગવાની ઘટનાની સૂચના મળતા જ રેલવેના કર્મચારીઓ અને અધિકારીઓએ તાબડતોબ ટ્રેનથી જનરેટર કારના કોચને અલગ પાડ્યો હતો. આના લીધે આ રૂટ પર જતી-આવતી અનેક ટ્રેનોને પાસે આવેલા…

Read More
vadaj police station

અમદાવાદઃ અત્યારે આડાસંબંધો રાખવાનો જાણે ટ્રેન્ડ બની ગયો છે. જોકે, લગ્નેત્તર સંબધોના કરુણ અંજામ આવતા હોય છે. અમદાવાદમાં એક પરિણીતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પરિણીતાએ પોતાના પ્રેમી સામે જ ફરિયાદ નોંધાવી છે. જેમાં પરિણીતાએ પ્રેમી દ્વારા પોતાના દીયરને ધમકી આપી હોવાની વાત જણાવી છે. પ્રેમી વ્યસની હોવાથી પરિણીતાએ સંબંધ પુરા કરી નાંખ્યા છતાં પરિણીતાનો પીછો કરતો હતો અને એક દીવસ દીયરને ધમકી આપી હતી કે, જો સંબંધ નહીં રાખે તો એસિડ ફેંકી બાળકોને ઉપાડી લઈશે. ડરી ગયેલી પરિણીતાએ પોલીસનો સહારો લીધો હતો. બનાવની વિગતો એવી છે કે નવા વાડજમાં રહેતી 33 વર્ષીય મહિલા તેના પરિવાર સાથે રહે છે. મહિલા…

Read More
saudi man ban

રિયાધઃ સાઉદી અરેબિયાએ પોતાના પુરુષો ઉપર અજીબોગરીબ પ્રતિબંધ મૂક્યો હોવાનું સામે આવી રહ્યું છે. સાઉદી અરેબિયાએ મૂકેલા પ્રતિબંધ પ્રમાણે હવે સાઉદી અરેબિયાનો પુરુષ પાકિસ્તાન, બાંગ્લાદેશ, ચાડ કે મ્યાંમારની મહિલા સાથે લગ્ન નહીં કરી શકે. જોકે, આ માહિતી પાકિસ્તાનના વર્તમાન પત્ર ડોનમાં સાઉદી મીડિયાના હવાલેથી આ સમાચાર છપાયા હતા. એક અંદાજ પ્રમાણે સાઉદી અરેબિયામાં હાલ આ ચારેય દેશની 50 હજાર મહિલાઓ રહે છે. મક્કાના ડિરેક્ટર ઑફ પોલીસ મેજર જનરલ અસફ અલ-કુરૈશીના હવેલાથી એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વિદેશીઓ સાથે લગ્ન કરવાની ઇચ્છા ધરાવતા સાઉદી પુરુષોએ હવે કડક નિયમોનો સામનો કરવો પડશે. ડૉનના અહેવાલ પ્રમાણે આવું એ માટે કરવામાં આવ્યું છે,…

Read More
India pak

નવી દિલ્હીઃ વિદેશીઓની નજરમાં ભારત એક ગરીબ દેશ તરીકે ઉભરી આવ્યો છે. પરંતુ ગરીબ ગણાતો ભારત દેશ વિશ્વના સૌથી સુખી દેશોની યાદમાં સ્થાન ધરાવે છે. જોકે કંગાળ ગણાતા પાકિસ્તાન દેશ સુખી દેશોની યાદીમાં ભારત કરતા પણ આગળ છે. તાજેતરમાં યુએનનો વર્લ્ડ હેપીનેસ ઈન્ડેક્ષ જાહેર થયો હતો. એમાં ફિનલેન્ડે પ્રથમ ક્રમ જાળવી રાખ્યો હતો. છેલ્લાં ચાર વર્ષથી ફિનલેન્ડ આ ઈન્ડેક્ષમાં પ્રથમ ક્રમ મેળવે છે. લાઈફસ્ટાઈલને લગતાં વિવિધ માપદંડોના આધારે આ સર્વેક્ષણ હાથ ધરવામાં આવે છે. ટોપ-10માં નવ દેશો યુરોપના હતા. યુએનનો વર્લ્ડ હેપીનેસ ઈન્ડેક્ષ જાહેર થયો હતો.આ ઈન્ડેક્ષ માટે 149 દેશોનો અભ્યાસ થયો હતો. વિવિધ 23 સર્વેક્ષણોના આધારે સુખાંક નક્કી કરવામાં…

Read More
UP boy marriage

ઉત્તર પ્રદેશઃ થોડા દિવસ પહેલા ઉત્તર પ્રદેશમાંથી એક વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોમાં એક 26 વર્ષીય યુવક જેની ઉંચાઈ માત્ર ત્રણ ફૂટની છે. આ યુવક લગ્નની ઉંમર થવા છતાં પણ દુલ્હન ન મળતાં પોલીસ સ્ટેશન અને મુખ્યમંત્રી યોગી આદીત્યનાથને દુલ્હન શોધી આપવા માટે અપીલ કરી હતી. જોકે, ખુદાએ તેની આ પ્રાર્થના સાંભળી અને યુવકના જીવનમાં તેના જ કદ જેટલી દુલ્હન મોકલી આપી. મળતી માહિતી પ્રમાણે 3 ફુટની ઉંચાઇ ધરાવતો લગ્નોત્સુક અઝીમ મન્સુરી આજકાલ સોશિયલ મીડિયા પરમાં છવાઇ ગયો છે, જો કે હવે લગ્ન કરવાની તેની મહેચ્છા પુરી થાય તેવું જણાય છે, સાહિબાબાદનાં શહીદ નગર વિસ્તારમાં રહેતી રેહાનાનાં પરિવારે તેની…

Read More
bhavnagar mayor

ભાવનગરઃ ગુજરાતમાં કોરોના એક બાજુ હાહાકાર મચાવી રહ્યો છે. દિવસેને દિવસે કોરોનાનું સંક્રમણ વધારે ફેલાઈ રહ્યું છે. ત્યારે ભાવનગરના મેયરના પુત્ર પણ કોરોના સંક્રમિત થયો છે. ભાવનગરના નવા મેયર કીર્તિ દાણીધારીયાના પુત્રનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કીર્તિ દાણીધારિયાના પુત્રનો રિપોર્ટ પોઝિટિવ આવતા મેયર હોમ આઇસોલેટ થયા છે. નોંધનીય છે કે, ભાવનગરમાં ગુરુવારે વધુ 32 કેસ નોંધાયા હતા. આ સાથે જ ભાવનગરમાં 18 લોકો સ્વસ્થ થયા હતા. આ સાથે જ ભાવનગરમાં અત્યાર સુધી 6440 કોરોના સંક્રમિત થયા છે. ભાવનગર જિલ્લામાં અત્યાર સુધી 69 લોકોના મોત નિપજ્યા છે. હાલ ભાવનગર જિલ્લામાં 140 દર્દી સારવાર હેઠળ છે. આ સાથે જ ડિસ્ચાર્જ થયેલા…

Read More