Author: Satya-Day

Saputara hill station

કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. દૈનિક કેસો 1300ને પાર થઈ ગયા છે. ત્યારે કોરોના મહામારી વચ્ચે લોકડાઉનમાં બંધ થયેલ ગિરિમથક સાપુતારા પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાયું છે. એડવેન્ચર એકટીવીટી સહિત નૌકાવિહાર ચાલુ કરવામાં આવતા પ્રવાસીઓમાં ખુશી છવાઈ ગઈ છે. અનલોક 5 વચ્ચે હવે સાપુતારાના ટેબલ પોઈન્ટ, સનરાઈઝ પોઈન્ટ સહિત જોવાલાયક સ્થળો કોવિન્ડ-19 ની ગાઈડ લાઈન મુજબ શરૂ કરવામાં આવ્યા છે. ગઈ કાલે 1204 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. તેમજ અત્યાર સુધીમાં કુલ 1,03,775 દર્દીઓ સાજા થયા છે અનને સાજા થવાનો દર 84.14 ટકા થયો છે.

Read More
Screenshot 20200920 175658 01

ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ એવા ડોક્ટરોએ હર હંમેશ દર્દીઓની સેવામાં હાજર હોય છે. રાજ્યના ડોક્ટરોએ “કોરોનાથી ડરવાનું નથી પણ તેમની સામે પડતાની સાથે સેવા કાર્યોમાં પણ આગળ પડતા રહે છે. મોટા વરાછા મેડિકલ અસોસિએશનના 70 ડોક્ટરોએ પ્લાઝમા અને રક્તદાન કરીને માનવતા મહેકાવી હતી. મોટા વરાછા મેડિકલ અસોસિએશનના પૂર્વ પ્રમુખ ડો. યોગેશ વાઘાણીએ જણાવ્યું કે કોરોના સંક્રમિત દર્દીઓ માટે પ્લાઝમા થેરાપી કારગત સાબિત થઈ છે. ત્યારે અસોસિએશનના તબીબોએ ઝુંબેશ ઉપાડીને દર્દીઓ માટે પ્લાઝમા પુરુ પાડવાનું બીડું ઉપાડ્યું છે.

Read More
vijay rupani 1 640x384 1

ગુજરાત વિધાનસભાનાગૃહમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે ધારાસભ્ય બેઠા છે. ગૃહ ઉપરાંત પ્રક્ષેક ગેલેરીમાં ધારાસભ્યોએ સ્થાન લીધું તેમજ તમામ ધારાસભ્યોએ મોઢા પર માસ્ક પહેર્યા છે. વિધાનસભામાં સંપૂર્ણ સોશિયલ ડિસ્ટન્સ જોવા મળ્યું. વિધાનસભામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શોક દર્શક ઉલ્લેખ રજુ કર્યા. પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, પૂર્વ મંત્રી લીલાધર વાઘેલા, પૂર્વ મંત્રી ગીગાભાઈ ગોહીલ સહિત 8 સ્વર્ગસ્થ સભ્યોની કામગીરીને અંજલિ અર્પી હતી. વિધાનસભા સત્ર શરૂ થયા તે પહેલા મુખ્યમંત્રી રૂપાણીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે કોરોના કાળમાં ઘણી સારી કામગીરી કરી છે. કોરોનાનાં સંક્રમણને ઘટાડવા માટે કામગીરી ચાલુ છે. કોંગ્રેસ પાસે કોઈ મુદ્દા નથી. વિધાનસભાના 5 દિવસીય સત્રમાં સરકારને કોઈ તકલીફ નહીં…

Read More
corona 01 as gty

બ્રિટનની સરકારે રવિવારે નવા નિયમોની જાહેરાત કરી હતી જે કોરોના વાયરસના દર્દીઓને ક્વૉરન્ટીન થવાનું કાયદાકીય રીતે ફરજીયાત કરે છે. 14 દિવસના સેલ્ફ આઈસોલેશન (Self isolation) સમયગાળાનો બીજી વખત ભંગ કરવા પર 10,000 પાઉન્ડ સુધીનો દંડ લગાવવામાં આવશે. સેલ્ફ આઈસોલેશનના પ્રથમ ભંગ બદલ 1000 પાઉન્ડનો દંડ લગાવવામાં આવશે જે વારંવાર ભંગ કરવા પર 10000 પાઉન્ડ સુધી જઈ શકે છે. સરકારે કહ્યું હતું નવો નિયમ જે 28 સપ્ટેમ્બરથી લાગુ થશે તેમાં ઓછી આવક ધરાવતા લોકો જેઓ ઘરેથી કામ નથી કરી શકતા જેમ કે બાંધકામના કર્મચારીઓ અને ફરજીયાત સેલ્ફ આઈસોલેશનના કારણે પોતાની આવક ગુમાવી દેવાનું જોખમ છે તેમની પાસે દંડના 500 પાઉન્ડ લેવામાં આવશે.…

Read More
Vijay Rupani 1586948124

રાજ્યના મહાનગરો- મોટા શહેરો સાથે નાના નગરો, ગામોના પણ આયોજનબદ્ધ સર્વગ્રાહી વિકાસ કરવાના હેતુથી રાજ્યમાં આવા બે વિસ્તાર વિકાસ સત્તા મંડળો અને બે શહેરી વિકાસ સત્તા મંડળો એમ એક જ દિવસમાં એક સાથે વધુ ચાર ડેવલપમેન્ટ પ્લાન (Development plan)ને મંજૂરી આપવામાં આવી છે.જેમાં બેચરાજી (Bechraji) અને લીંબડી (Limbadi)ના ડેવલપમેન્ટ પ્લાનનો પણ સમાવેશ થાય છે. નવસારી અને વિજલપોર તેમજ આજુબાજુના ૧૫ ગામો મળી ૭૧.૩૭ ચો.કિ.મી. વિસ્તાર માટે રચાયેલ નવસારી શહેરી વિકાસ સત્તામંડળ (NUDA)ની પ્રથમ વિકાસ યોજનાને પણ મંજૂર કરવાનો નિર્ણય કર્યો છે. આ વિકાસ યોજનાથી NUDAમાં સમાવિષ્ટ તમામ ગામોમાં વિકાસની નવી તકો ઉભી થશે તથા સુઆયોજીત વિકાસના કારણે સમગ્ર શહેરી વિકાસના…

Read More
PM Modi1

 દેશમાં કોરોનાના આંકડા 53 લાખને પાર કરી ગયા છે અને મૃતકોની સંખ્યા 85 હજારથી વધારે થઇ છે. કોરોના સંક્રમિતોની વધતી સંખ્યાની અસર દેશની અર્થવ્યવસ્થા પર પડી રહી છે. એવામાં કેન્દ્ર સરકારની બેચેની વધતી જોવા મળી રહી છે. પીએમ આગામી સપ્તાહ આ રાજ્યોના સીએમ સાથે બેઠક કરી સ્થિતિ પર ચર્ચા કરી શે છે. આ હાલાતને સંભાળવા માટે હવે પીએમ મોદીએ કમાન સંભાળવાનો નિર્ણય કર્યો છે. માનવામાં આવી રહ્યું છે કે, તેઓ 23મી સપ્ટેમ્બરના સૌથી વધારે પ્રભાવિત 7 રાજ્યોના સીએમ સાથે વીડિયો કોન્ફરેન્સ દ્વારા વાત કરશે. જેમાં મહારાષ્ટ્ર, દિલ્હી, યુપી સહિત અન્ય રાજ્યોના સીએમ બેઠકમાં સામેલ થશે. આ બેઠકમાં કોરોના સામેના પગલા…

Read More
4 10 1

ઉપરવાસમાં ભારે વરસાદને પગલે અમરેલી જિલ્લાની સૌથી મોટી નદી શેત્રુંજીમાં પાણીની આવક થઈ રહી છે જેને કારણે નદી બે કાંઠે વહેતી થઈ હતી. નદી બે કાંઠે વહેતી થતાં લોકો જોવા ઉમટી પડ્યા હતાં. નોંધનીય છે કે, અમરેલીમાં ગઈ કાલે ભારે વરસાદ ખાબક્યો હતો. વરસાદને પગલે નદી-નાળાઓમાં પાણીની આવકમાં વધારો થયો હતો. અમરેલી જીલ્લાની સૌથી મોટી નદી શેત્રુંજીમાં પાણીની આવક થઈ રહી છે. અમરેલી શહેર નજીક ગાવડકા પાસેથી પસાર થતી શેત્રુજી નદીમાં પુરની સ્થિતિ સર્જાઈ હતી. પાણીનો ધસ્માતો પ્રવાહ નદીમાં વહેતો થયો હતો. ઉપરવાસમાં વરસેલા વરસાદને પગલે નદીમાં પાણીની આવક થઈ રહી છે. અમરેલી જિલ્લામાં રાત્રે ખાબકેલા ધોધમાર વરસાદથી ખેડૂતો ચિંતામાં…

Read More
GTU

ગુજરાત પાવર એન્જિનિયરિંગ એન્ડ રીસર્ચ ઈન્સ્ટિટયુટનું સંચાલન હવે જીટીયુ હસ્તક થશે.   સરકારે જીટીયુને આ કોલેજ ચલાવવા સૂચન કરતા અંતે જીટીયુએ ચાલુ વર્ષથી આ કોલેજનો સંપૂર્ણ વહિવટ પોતાના હસ્તક લીધો છે.જો કે આ કોલેજની ફીમાં હાલ કોઈ ઘટાડો નહી થાય પરંતુ યુનિ.સરકારને કાયમી જગ્યાઓ મંજૂર કરવા દરખાસ્ત કરશે અને જો મંજૂર થશે તો ફી સરકારી ધોરણે લેવાશે. ગુજરાત પાવર કોર્પોરેશન દ્વારા ૨૦૧૧માં પીપીપી મોડમાં મહેસાણા ખાતે ગુજરાત પાવર એન્જિનિયરિંગ એન્ડ રીસર્ચ ઈન્સ્ટિટયુટ ( જીપીઈઆરઆઈ-જીપેરી) નામથી ડિગ્રી ઈજનેરી કોલેજ શરૃ કરાઈ હતી.આ કોલેજમાં ઈલેક્ટ્રિકલ,સિવિલ,મિકેનિકલ અને કોમ્પ્યુટર સહિતની ચાર બ્રાંચમાં બી.ઈનો અભ્યાસ ચાલે છે.આ કોલેજમાં મિકેનિકલની ૬૦, સિવિલની ૬૦ અને ઈલેક્ટ્રિકની ૩૦ તથા કોમ્પ્યુટર…

Read More
lok sabha 2 1140x620 1

ગુજરાતમાં વિધાનસભાનું સત્ર શરૂ થતા પૂર્વ કરવામાં આવેલા ટેસ્ટિંગમાં તેના છ વિધાનસભ્યો કોરોના ગ્રસ્ત નોંધાતા ફફડાટ મચી ગયોછે. આ પાંચ વિધાનસભ્યોમાં ચાર વિધાનસભ્ય કોંગ્રેસનાછે અને બે વિધાનસભ્ય ભાજપના છે. ઉલ્લેખનીય છે કે આજથી ગુજરાત વિધાનસભાનું સત્ર શરૂ થઈ રહ્યુ છે ત્યારે બધા વિધાનસભ્યો માટે કોરોના ટેસ્ટિંગ ફરજિયાત બનાવવામાં આવ્યું છે. કોંગ્રેસના પુનાભાઈ ગામિત, નાથાભાઈ પટેલ, વીરજી ઠુમર અને જસુભાઈ પટલ કોરોના પોઝિટિવ (gujarat assembly-corona)જાહેર થયા હતા. તેની સામે ભાજપના કનુભાઈ પટેલ કોરોનાગ્રસ્ત જાહેર થયા હતા. સ્વાભાવિક રીતે હવે તેઓએ 15 દિવસના આઇસોલેશનના (gujarat assembly-corona)નિયમનું ચુસ્તપણે પાલન કરવુ પડશે. આ ચારેય વિધાનસભ્યોએ અપીલ કરી છે કે છેલ્લા પખવાડિયા દરમિયાન તેમના સંપર્કમાં આવેલા…

Read More
BJP B

વડોદરામાં પણ કોરોના કહેર મચાવી રહ્યો છે. વડોદરા જિલ્લા ભાજપના મહામંત્રી ધર્મેશ પંડ્યા અને તેમના પત્નીને કોરોનાનો ચેપ લાગ્યો છે. રેપિડ ટેસ્ટમાં ધર્મેશ પંડ્યાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. તાવ રહેતા RT-PCR ટેસ્ટ કરાવતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. વડોદરા શહેર વકીલ મંડળના પ્રમુખ હસમુખ ભટ્ટને પણ કોરોના થયો છે. તમામ હોમ ક્વોરન્ટાઈન થયા છે. નોંધનીય છે કે, ગુજરાતમાં ભાજપ-કોંગ્રેસના અનેક નેતાઓ કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે. ગઈ કાલે 1204 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. તેમજ અત્યાર સુધીમાં કુલ 1,03,775 દર્દીઓ સાજા થયા છે અનને સાજા થવાનો દર 84.14 ટકા થયો છે. ક્યાં કેટલા થયા મોત રાજ્યમાં ગઈ કાલે અમદાવાદ કોર્પોરેશનમાં 4,…

Read More