Author: Satya-Day

Missing

નર્મદા જિલ્લામાં કરજણ નદીમાં ન્હાવા ગયેલા પાંચ કિશોરોમાંથી બે કિશોરો લાપતા છે. ભારે વરસાદને પગલે ડેડીયાપાડા વિસ્તાર માંથી વધુ પાણીની આવક થતા કરજણ નદીમાંથી પાણી છોડાયું છે, જેથી કરજણ નદી બે કાંઠે વહી રહી છે. નાંદોદ (Nandod) તાલુકાના ભદામ (Bhadam) ગામના 5 કિશોરો કરજણ નદીમાં ન્હાવા પડ્યા, અચાનક તેઓ પાણીના વહેણમાં તણાવા લાગ્યા હતા. જો કે એમાંથી 3 કિશોરોએ પોતાની સુજ ભુજ વાપરી નદીના વહેણ માંથી બહાર નીકળી ગયા હતા જ્યારે 2 કિશોરોનો હજુ પણ લાપતા (missing) હોવાથી રાજપીપળા પોલીસ, રાજપીપળા પાલિકા ટીમના ફાયર ફાઈટરો દ્વારા એમની શોધખોળ હાથ ધરાઈ છે.આ શોધખોળ દરમિયાન આખું ભદામ ગામ કરજણ નદી કિનારે ઉમટી…

Read More
cororna

કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે માસ્ક પહેરવું ખૂબ જ જરૂરી થઇ ગયું છે. પોતાની અને બીજાની સુરક્ષા માટે માસ્ક પહેરવું અનિવાર્ય છે. પરંતુ શું તમે જાણો છો કે સતત માસ્ક પહેરી રાખવાથી આપણા ફેફસાં માટે કેટલું જોખમી સાબિત થઇ શકે છે. યોગા એન્ડ વેલનેસ કોચનું કહેવું છે કે માસ્ક પહેરીને શ્વાસ લેવાથી આપણા ફેફસાં, વાયટેલિટી અને ઇમ્યૂનિટી પર ઘણી ખરાબ અસર પડે છે. ફિટનેસ એક્સપર્ટનું કહેવું છે કે સતત માસ્ક પહેરનાર લોકોએ આ પ્રકારની મુશ્કેલીઓથી બચવા માટે પ્રાણાયમ અથવા ડીપ બ્રીથિંગ એક્સરસાઇઝ નિયમિત રીતે કરવું જોઇએ. તેનાથી ન માત્ર તમારા ફેફસાં અને ઇમ્યૂનિટી સારી થશે પરંતુ તમે વધારે ઊર્જાવાન અને…

Read More
PUBG 886916

પબજી ફેન્સ માટે સારા સમાચાર છે. પબજી પર બેન જલદી હટી શકે છે. હકીકતમાં પબજી મૂળ રૂપથી સાઉથ કોરિયન કંપની Blue Hole Studioની પ્રોડક્ટ છે.સરકારે પ્રતિબંધ કરેલી ચીની કંપની Tencent પાસેથી બ્લૂ હોલ સ્ટુડિયોએ પબજી મોબાઇલની ફ્રેન્ચાઇઝી પરત લઈ લીધી છે. આ રીતે ગેમ સંપૂર્ણ સાઉથ કોરિયન થઈ જશે. ત્યારબાદ સરકાર તેના પરથી પ્રતિબંધ હટાવી શકે છે. બ્લૂ હોલ સ્ટૂડિયોએ એક બ્લોગપોસ્ટથી તે નક્કી થઈ ગયું છે કે કંપની ભારતમાં ગેમના ડિસ્ટ્રિબ્યૂશન માટે રિલાયન્સ જીયો સાથે વાત કરી રહ્યું છે. આ ડીલ હજુ શરૂઆતી તબક્કામાં છે અને અત્યાર સુધી કોઈ સત્તાવાર નિર્ણય આવ્યો નથી. સૌથી પહેલા કંપની 59 ચીની એપ્સ…

Read More
nitin

કોરોના અંગે ગૃહમાં શોક પ્રસ્તાવમાં ડેપ્યૂટી સીએમ નીતિન પટેલે વિધાનસભા ગૃહમાં પોતાનું નિવેદન આપ્યું હતું. ડેપ્યૂટી સીએમ નીતિન પટેલે જણાવ્યું હતું કે, કોરોના અંગે ભગવાન સિવાય કોઈ જાણતું નથી. કાલે શું થશે, કોને શું થશે તે કોઈ જાણતું નથી. ગૃહમાં કામગીરી શરૂ થયા પહેલા રાજ્યમાં કોરોનાથી મૃત્યું પામેલા કોરોના વોરિયર્સને ગૃહમાં શ્રદ્ધાંજલિ અપાઈ હતી. નીતિન પટેલે જણાવ્યું હતું કે, હાલ ચારેબાજુ કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. કોરોના અંગે ભગવાન સિવાય કોઈ જાણતું નથી. કાલે શું થશે, કોને શું થશે તે કોઈ જાણતું નથી. કોરોના વોરીયર્સ છ મહિનાથી શબ્દ આવ્યો છે. આરોગ્ય મંત્રી તરીકે કહુ છું, જ્યારે કોઈ હોસ્પિટલમાં જઈ શકતુ…

Read More
41 3

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વિધાનસભાનાં ચૂંટણી (Assembly elections)પહેલા બિહાર માટે લોભામણી જાહેરાતો કરવાનું ચાલુ કર્યું છે. આજે તેમણે બિહારને 14 હજાર કરોડ રૂપિયાની ભેટ આપી જેમાં 9 હાઈવે પ્રોજેક્ટ સાથે બિહારનાં અંદાજિત 46 હજાર ગામોને ઓપ્ટિકલ ફાઈબર નેટવર્કથી જોડવા માટે ‘ઘર તક ફાઈબર’ યોજનાનું ઉદ્ઘાટન કર્યુ. વડાપ્રધાને પોતાના સંબોધનમાં બિહારનાં લોકોને શુભકામનાઓ આપી જણાવ્યુ કે, આજનો દિવસ બિહાર (Bihar) સાથે દેશ અને યુવાનો માટે મોટો દિવસ છે. આજે આપણો દેશ, ગામો આત્મનિર્ભર ભારતને મુખ્ય આધાર બનાવવા માટે એક મહત્વનું પગલું ભરી રહ્યુ છે અને તેની શરૂઆત આજે બિહારથી થઈ રહી છે. આ યોજનામાં હાઈવેને ફોર લેન અને છ લેન બનાવવા…

Read More
Saputara hill station

કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. દૈનિક કેસો 1300ને પાર થઈ ગયા છે. ત્યારે કોરોના મહામારી વચ્ચે લોકડાઉનમાં બંધ થયેલ ગિરિમથક સાપુતારા પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાયું છે. એડવેન્ચર એકટીવીટી સહિત નૌકાવિહાર ચાલુ કરવામાં આવતા પ્રવાસીઓમાં ખુશી છવાઈ ગઈ છે. અનલોક 5 વચ્ચે હવે સાપુતારાના ટેબલ પોઈન્ટ, સનરાઈઝ પોઈન્ટ સહિત જોવાલાયક સ્થળો કોવિન્ડ-19 ની ગાઈડ લાઈન મુજબ શરૂ કરવામાં આવ્યા છે. ગઈ કાલે 1204 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. તેમજ અત્યાર સુધીમાં કુલ 1,03,775 દર્દીઓ સાજા થયા છે અનને સાજા થવાનો દર 84.14 ટકા થયો છે.

Read More
Screenshot 20200920 175658 01

ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ એવા ડોક્ટરોએ હર હંમેશ દર્દીઓની સેવામાં હાજર હોય છે. રાજ્યના ડોક્ટરોએ “કોરોનાથી ડરવાનું નથી પણ તેમની સામે પડતાની સાથે સેવા કાર્યોમાં પણ આગળ પડતા રહે છે. મોટા વરાછા મેડિકલ અસોસિએશનના 70 ડોક્ટરોએ પ્લાઝમા અને રક્તદાન કરીને માનવતા મહેકાવી હતી. મોટા વરાછા મેડિકલ અસોસિએશનના પૂર્વ પ્રમુખ ડો. યોગેશ વાઘાણીએ જણાવ્યું કે કોરોના સંક્રમિત દર્દીઓ માટે પ્લાઝમા થેરાપી કારગત સાબિત થઈ છે. ત્યારે અસોસિએશનના તબીબોએ ઝુંબેશ ઉપાડીને દર્દીઓ માટે પ્લાઝમા પુરુ પાડવાનું બીડું ઉપાડ્યું છે.

Read More
vijay rupani 1 640x384 1

ગુજરાત વિધાનસભાનાગૃહમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે ધારાસભ્ય બેઠા છે. ગૃહ ઉપરાંત પ્રક્ષેક ગેલેરીમાં ધારાસભ્યોએ સ્થાન લીધું તેમજ તમામ ધારાસભ્યોએ મોઢા પર માસ્ક પહેર્યા છે. વિધાનસભામાં સંપૂર્ણ સોશિયલ ડિસ્ટન્સ જોવા મળ્યું. વિધાનસભામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શોક દર્શક ઉલ્લેખ રજુ કર્યા. પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, પૂર્વ મંત્રી લીલાધર વાઘેલા, પૂર્વ મંત્રી ગીગાભાઈ ગોહીલ સહિત 8 સ્વર્ગસ્થ સભ્યોની કામગીરીને અંજલિ અર્પી હતી. વિધાનસભા સત્ર શરૂ થયા તે પહેલા મુખ્યમંત્રી રૂપાણીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે કોરોના કાળમાં ઘણી સારી કામગીરી કરી છે. કોરોનાનાં સંક્રમણને ઘટાડવા માટે કામગીરી ચાલુ છે. કોંગ્રેસ પાસે કોઈ મુદ્દા નથી. વિધાનસભાના 5 દિવસીય સત્રમાં સરકારને કોઈ તકલીફ નહીં…

Read More
corona 01 as gty

બ્રિટનની સરકારે રવિવારે નવા નિયમોની જાહેરાત કરી હતી જે કોરોના વાયરસના દર્દીઓને ક્વૉરન્ટીન થવાનું કાયદાકીય રીતે ફરજીયાત કરે છે. 14 દિવસના સેલ્ફ આઈસોલેશન (Self isolation) સમયગાળાનો બીજી વખત ભંગ કરવા પર 10,000 પાઉન્ડ સુધીનો દંડ લગાવવામાં આવશે. સેલ્ફ આઈસોલેશનના પ્રથમ ભંગ બદલ 1000 પાઉન્ડનો દંડ લગાવવામાં આવશે જે વારંવાર ભંગ કરવા પર 10000 પાઉન્ડ સુધી જઈ શકે છે. સરકારે કહ્યું હતું નવો નિયમ જે 28 સપ્ટેમ્બરથી લાગુ થશે તેમાં ઓછી આવક ધરાવતા લોકો જેઓ ઘરેથી કામ નથી કરી શકતા જેમ કે બાંધકામના કર્મચારીઓ અને ફરજીયાત સેલ્ફ આઈસોલેશનના કારણે પોતાની આવક ગુમાવી દેવાનું જોખમ છે તેમની પાસે દંડના 500 પાઉન્ડ લેવામાં આવશે.…

Read More
Vijay Rupani 1586948124

રાજ્યના મહાનગરો- મોટા શહેરો સાથે નાના નગરો, ગામોના પણ આયોજનબદ્ધ સર્વગ્રાહી વિકાસ કરવાના હેતુથી રાજ્યમાં આવા બે વિસ્તાર વિકાસ સત્તા મંડળો અને બે શહેરી વિકાસ સત્તા મંડળો એમ એક જ દિવસમાં એક સાથે વધુ ચાર ડેવલપમેન્ટ પ્લાન (Development plan)ને મંજૂરી આપવામાં આવી છે.જેમાં બેચરાજી (Bechraji) અને લીંબડી (Limbadi)ના ડેવલપમેન્ટ પ્લાનનો પણ સમાવેશ થાય છે. નવસારી અને વિજલપોર તેમજ આજુબાજુના ૧૫ ગામો મળી ૭૧.૩૭ ચો.કિ.મી. વિસ્તાર માટે રચાયેલ નવસારી શહેરી વિકાસ સત્તામંડળ (NUDA)ની પ્રથમ વિકાસ યોજનાને પણ મંજૂર કરવાનો નિર્ણય કર્યો છે. આ વિકાસ યોજનાથી NUDAમાં સમાવિષ્ટ તમામ ગામોમાં વિકાસની નવી તકો ઉભી થશે તથા સુઆયોજીત વિકાસના કારણે સમગ્ર શહેરી વિકાસના…

Read More