Author: Satya-Day

covid 19

અમેરિકાના લોસ એન્જેલસમાં કોરોનાવાયરસના ચેપનો પ્રથમ કેસ જાન્યુઆરીની ૨૬ તારીખે નોંધાયો હતો પરંતુ હાલ કેટલાક સંશોધકોએ અંદાજ બાંધ્યો છે કે અમેરિકામાં આ વાયરસના ચેપના કેસો ગયા વર્ષના ડિસેમ્બરમાં નાતાલના તહેવાર પહેલાથી જ સર્જાવા માંડ્યા હતા. કોરોનાવાયરસના રોગચાળાની શરૂઆત બાબતે ચીને ઢાંકપિછોડાઓ કર્યા હોવાના આક્ષેપો વિશ્વમાં થઇ રહ્યા છે અને આવા નવા અહેવાલો એ આક્ષેપોને કંઇક બળ આપી રહ્યા છે. અત્યાર સુધીની સામાન્ય માન્યતા એવી છે કે નવા કોરોનાવારયસ સાર્સ કોવ-ટુથી થતાં કોવિડ-૧૯ના રોગચાળાની શરૂઆત ગયા વર્ષના ડીસેમ્બર માસથી ચીનમાં થઇ હતી અને ત્યારબાદ વિશ્વભરમાં ધીમે ધીમે આ રોગચાળો ફેલાયો.  પરંતુ હાલમાં એવા કેટલાક પુરાવા મળ્યા છે કે જે સૂચવે છે…

Read More
cotton in Indian textile industry

ગુજરાતનું (gujarat) આર્થિક પાટનગર ગણાતા સુરત શહેરમાં હવે ચીટિંગ કરનારા સામે કડક કાર્યવાહી કરવાની શરૂઆત થઇ ગઇ છે. થોડા દિવસો પહેલા જ મુખ્યમંત્રીના આદેશ બાદ સુરતમાંથી વેપારીઓને તડીપાર કરવાની શરૂઆત કરવામાં આવી છે. બે થી વધુ ચીટિંગની ફરિયાદમાં સુરતના ટેક્સટાઇલ માર્કેટના (Surat Textile Market) વેપારી કમ કાપડ દલાલને તડીપાર (deported) કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. સુરતના કાપડ માર્કેટમાં કરોડો-અબજો રૂપિયાનો કાપડનો વેપાર થાય છે, આ સાથે જ કાપડના વેપારીઓ સાથે જ પરિચીત વેપારીઓ તેમજ સુરત અને સુરતની બહારના વેપારીઓ પણ ચીટિંગ કરવામાં અચકાતા નથી. ક્યારેક આર્થિક તંગીથી ચીટિંગ થાય છે તો ઘણીવાર વેપારીઓ-કાપડ દલાલો ભેગા થઇને મોટું ચીટિંગ કરતા હોય…

Read More
Seaplane

ગુજરાતના કેવડિયા ખાતે પીએમ મોદીએ  વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાં સરદાર વલ્લભભાઈ પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કર્યું હતું. એ બાદ પ્રવાસન ઉદ્યોગને વેગ મળે સાથે સાથે પ્રવાસીઓ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસ અનેક પ્રોજેક્ટો સરકારે હાથ ધર્યા છે. આગામી સમયમાં ગુજરાતના અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયા સરદાર સરોવર નર્મદા ડેમ સુધી ‘સી’ પ્લેન (Gujarat Seaplane) પણ ચાલુ થવા જઈ રહ્યું છે. સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા ‘સી’ પ્લેન માટે કુલ 16 રૂટ નક્કી કર્યા છે. એ પૈકી ગુજરાતના અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયા સરદાર સરોવર નર્મદા ડેમ અને અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટથી પાલિતાણા શેત્રુંજય ડેમ વચ્ચે ‘સી’ પ્લેન ઉડશે. સરદાર સરોવર નર્મદા ડેમના…

Read More
Flipkart Quick 1200

વોલમાર્ટ (Wallmart) ઇન્કના ફ્લિપકાર્ટે (FlipKart) મંગળવારે કહ્યુ હતુ કે તે ભારતમાં તહેવારોની સિઝનમાં ઓનલાઇન ખરીદીમાં ઉછાળાની તૈયારી કરતા 70,000 લોકોની ભરતી કરવાનુ છે. છેલ્લા કેટલાક સમયથી લોકોમાં ઓનલાઇન શોપિંગ કરવાનું પ્રમાણ વધી ગયુ છે. એમાંય કોરોના પછી હવે જયારે લોકડાઉન દરમિયાન દુકાનો બંધ હતી, મોલ, સુપરમાર્કેટ બંધ હતા. લોકો ઓનલાઇન શોપિંગ (online shopping) તરફ વધુ વળ્યા છે. જેમ જેમ લોકો ઓનલાઇન શોપિંગ તરફ વળ્યા છે, એમ આ પ્લેટફોર્મને પોતાના સ્ટાફની સંખ્યા વધારવાની જરૂર પડી છે. ફ્લિપકાર્ટે મંગળવારે જાહેરાતમાં કહ્યુ છે કે તે 70,000 આસપાસ લોકોની ભરતી સિવાય અમુક નાની કંપનીઓ સાથે ભાગીદારી પણ કરશે. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યુ હતુ કે,…

Read More
6 8 1

શહેરમાં લોકડાઉન (Lockdown) દરમિયાન કોરોનાનું સંક્રમણ ખુબ જ ઓછું હતું. મે માસ સુધીમાં શહેરમાં માત્ર 1597 પોઝિટિવ દર્દી હતા. પરંતુ 1 જૂનથી અનલોક 1.0 લાગુ થતા ધંધા-રોજગાર ધીરે ધીરે શરૂ થયા હતા અને શહેરમાં કોરોનાનું સંક્રમણ પણ વધવા લાગ્યું હતું. જૂન માસમાં અનલોક (Unlock) થયા બાદ એક જ માસમાં 3116 પોઝિટિવ દર્દી નોંધાયા હતા અને 31 જુન સુધીમાં શહેરમાં પોઝિટિવ દર્દીઓનો કુલ આંક લગભગ 5000 નજીક પહોંચી ગયો હતો. ત્યારબાદ સતત સંક્રમણ વધતું જ રહ્યું છે. હાલમાં શહેરમાં પોઝિટિવ દર્દીનો કુલ આંક 18,000ને પાર કરી ગયો છે. અનલોક બાદ ધંધા-રોજગાર શરૂ થતા યુવાવર્ગમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે. શહેરમાં છેલ્લા 10…

Read More
3 26

ઉમરસાડી પારડીના ઇસમની કાર વાપીથી મહારાષ્ટ્રમાં ફાઉન્ટન હોટલ (Fountain Hotel) સુધી જવાનું ભાડું નક્કી કરી ભીલાડ નજીક વલવાડા હાઇવે (Highway) ઉપર રાત્રે ઇકો કાર અને સોનાની ચેન, રોકડ મળી ૩.૩૩ લાખની લૂંટ ચલાવી ત્રણ શખ્સો નાસી જતા ચકચાર મચી ગઇ હતી.વલસાડ જિલ્લાના પારડી ઉમરસાડી દેસાઈવાળ અંબિકાનગરમાં રહેતા હિતેન્દ્ર અશોકભાઈ પરમાર વાપીની (Vapi) ઈકરા હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે નોકરી કરે છે અને ઈકો ગાડી ભાડે ફેરવી પરિવારનું ગુજરાન ચલાવે છે. રવિવારે રાત્રે સાડા આઠેક વાગ્યાના સુમારે વાપી જીઆઇડીસી ચાર રસ્તા પાસે પોતાની ઈકો કાર નંબર ડી. એન. ૦૯ ક્યુ ૭૭૯૫ લઈને ઉભો હતો. તે દરમિયાન ત્રણ હિન્દી ભાષીએ આવી મહારાષ્ટ્રના ફાઉન્ટન હોટલમાં…

Read More
police traffic 02

રાજ્યમાં ટ્રાફિક રૂલ્સ માટે નવા નિયમ 16 સપ્ટેમ્બરથી લાગુ થશે. સપ્ટેમ્બરથી સંશોધિત મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત ભારે દંડ વસૂલ્યાના થોડા જ દિવસો બાદ રૂપાણી સરકારે મોટર વ્હીકલના નિયમોની ઘોષણા કરી. મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત સુધારા કરી સરકારે તેનો સમાવેશ ફોજદારી ગુનામાં કર્યો છે. વાહનચાલકો જાણતા-અજાણતા કાયદાનો ભંગ કરી રહ્યાં હોવાની સરકારો લાલ આંખ કરી છે. દિવસેને દિવસે ટ્રાફિક વધી રહ્યો છે ત્યારે વાહનચાલકોને ટ્રાફિકના કાયદાનો ભય નથી રહ્યો. આવા વાહન ચાલકોને દંડવા સરકાર ઇ-મેમો મોકલી રહી છે ત્યારે તેમણે આનો પણ તોડ શોધી લીધો. આવા વાહન ચાલકોએ નંબર પ્લેટ વાળવાનું શરૂ કરી દીધુ. પરંતુ હવે આ તોડ પણ કામ નહી…

Read More
untitled 2 5881111 835x547 m

રાજ્યમાં કોરોનાની સ્થિતિ ધીમે ધીમે બગડતી જાય છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ બાદ રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજની તબિયત લથડતા તેમને દાખલ કરાયા છે. અમદાવાદથી ત્રણ કોરોના એક્સપર્ટ ડોક્ટર ચાર્ટડ ફલાઈટમાં રાજકોટ પહોંચશે. કેબિનેટ મંત્રી ભુપેન્દ્ર સિંહ ચૂડાસમા સાથે અમદાવાદના ત્રણ ડોક્ટરોને મુખ્યમંત્રીના આદેશ બાદ રાજકોટ મોકલવામાં આવ્યા છે. આ ત્રણ ડોક્ટરોની ટીમ અભય ભારદ્વાજની ટ્રીટમેન્ટ કરશે. નોંદનીય છે કે અમદાવાદ, સુરત બાદ હવે રાજકોટમાં પણ કોરોનાએ માજા મુકી છે. નેતાઓ પર જાણે કોરોનાનું ગ્રહણ લાગ્યું હોય તેમ પોઝિટીવ કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. અભય ભારદ્વાજની તબિયત લથડતા તેમને હાલ સારવાર અર્થે ખસેડાયા છે.

Read More
9 5 2

સંસદના ચોમાસુ સત્રના બીજા દિવસે. લોકસભામાં રક્ષામંત્રી રાજનાથ સિંહે લોકસભામાં ચીન અને સરહદ વિવાદ પર નિવેદન આપ્યુ હતું કે  પીએમ મોદીએ બહાદુર જવાનો સાથે મુલાકાત કરી હતી  અને સંદેશો આપ્યો હતો કે દેશવાસીઓ વીર જવાનોની પડખે છે. મે પણ શૂરવીરોની સાથે સમય વિતાવ્યો છે. આજે હું આ સદનમાં લદાખની સ્થિતિથી સભ્યોને માહિતગાર કરવા આવ્યો છું. ચીને લદાખમાં બહુ પહેલેથી કેટલાક વિસ્તારો પર કબ્જો જમાવ્યો હતો. આ ઉપરાંત પાકિસ્તાને ચીનને પીઓકેની પણ કેટલીક જમીન સોંપી દીધી. ચીન માને છે કે ટ્રેડિશનલ લાઈન અંગે બંને દેશોની અલગ અલગ વ્યાખ્યા છે. બંને દેશ 1950-60ના દાયકાથી તેના પર વાત કરી રહ્યાં હતાં પરંતુ કોઈ…

Read More
earth

બ્રિટનની કાર્ડિક યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે, ધરતી પર ફૉસ્ફીન ગેસ ઔદ્યોગિક રીતે બનાવવામાં આવે છે અથવા તો એવા સૂક્ષ્મ જીવોથી બને છે. જે ઑક્સીજન વાળા વાતાવરણમાં રહે છે. વૈજ્ઞાનિકો ઘણાં લાંબા સમયથી શુક્રના વાદળોમાં જીવનના સંકેત શોધી રહ્યાં છે. વૈજ્ઞાનિકોને શુક્ર ગ્રહના વાદળોમાં ફૉસ્ફીન ગેસના અણુઓની ઓળખ કરી છે. અણુની ઉપસ્થિતિને પાડોશી ગ્રહના વાતાવરણમાં સુક્ષ્મ જીવો હોવાનો સંકેત માનવામાં આવી રહ્યો છે. ફૉસ્ફીનમાં હાઈડ્રોજન અને ફૉસ્ફોરસ હોય છે. શુક્રના વાદળોમાં ગેસનું હોવું, ત્યાંના વાતાવરણમાં સુક્ષ્મ જીવોની હાજરીના સંકેત આપી રહ્યાં છે. આ શોધ માટે વૈજ્ઞાનિકોએ પહેલા જેમ્સ ક્લર્ક મેક્સવેલ ટેલિસ્કોપ (GCMT)નો ઉપયોગ કર્યો હતો. જે બાદ ચિલીમાં 45 ટેલિસ્કોપ…

Read More