Author: Satya-Day

school 1

કોરોનાની મહામારીમાં શાળા સંચાલકો અને વાલીઓ વચ્ચે ફી બાબતે ચાલી રહેલા વિવાદે હવે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળે સુરત રાજ્યની તમામ શાળાઓને હાલ પુરચતી વાલીઓને ફી માં રાહત આપવાની મનાઈ ફરમાવી છે. તેમણે જણાવ્યું હતું કે ગુજરાત હાઈકોર્ટમાં ફી બાબતે પિટીશન દાખલ કરવામાં આવી છે. જેનો યોગ્ય નિર્ણય આવ્યા બાદ જ શાળાઓ પોતાની મરજીથી વાલીઓને ફી માં રાહત આપી શકશે. જે શાળાઓએ ફી માફી અંગેની જાહેરાત કરી દીધી છે તે હાલ પુરતી મુલતવી રાખવા માટે સંચાલક મંડળે તમામ શાળાઓને અપીલ કરી છે. સુરત શહેરની 16 થી વધારે શાળાઓ સહિત ગુજરાતની અનેક શાળાઓ દ્વારા 20 ટકાથી…

Read More
191014 turkey soldiers syria cs 324p 0ac591b72f8c9c0f913e5770e1c3176e.focal 758x379 1

23 ઓગસ્ટના દિલ્હી પોલીસની સ્પેશ્યલ સેલએ ISISના શંકાસ્પદ આતંકી મોહમ્મદ ઉર્ફ અબ્દુલ યુસુફ ઉર્ફ અબુ યુસુફની (Abu Yusuf) ધરપકડ કરી હતી. તેની માહિતી દ્વારા સ્પેશ્યલ સેલની ટીમ ઉત્તર પ્રદેશના બલરામપુર (Balrampur) સ્થિત તેના ઘરેથી મોટી સંખ્યામાં વિસ્ફોટક અને બોમ બનાવવાનો સામાન જપ્ત કરવામાં સફળ રહી હતી. મુસ્તકીમના ઘરેથી 2 સુસાઇડ જેકેટ, 1 સુસાઇડ બેલ્ટ, વિસ્ફોટક સહીત કેટલાક ભયંકર સમાન મળી આવ્યા હતા. ત્રણ લિથિયમ બેટરી, બે સિલિન્ડરના ખાલી બોક્સ, એક મીટર એમ્પીયર મળી, બે લોખંડ બ્લેડ એકબીજા સાથે જોડાયેલી, જે બંને બાજુથી વીજળીના તાર સાથે જોડાયેલ હતી. એક વાયર કટર, બે મોબાઇલ ચાર્જર, એક ટેબલ એલાર્મ, જે ઇલેક્ટ્રિકલ વાયર સાથે…

Read More
27 13

મોદીના મનકી બાત કાર્યક્રમ પરથી લોકોનો રસ ઓછો થચો જાય છે.  કેટલાય વિદ્યાર્થીઓ મીટ માંડીને બેઠા હતા કે, વડાપ્રધાન મોદી આજે મન કી બાતમાં કોરોનાકાળ વચ્ચે થઈ રહેલી વિવિધ પરીક્ષાઓની આસપાસ ચાલી રહેલા વિવાદ વિશે વાત કરશે, પરંતુ વડા પ્રધાને તેમના સંબોધનમાં આ મુદ્દો છોડી દીધો હતો, જેના કારણે વિદ્યાર્થીઓ નારાજ થયા હોય તેવુ લાગી રહ્યુ છે. જે નિરાશા આપણે ભારતીય જનતા પાર્ટી તરફથી યૂટ્યૂબ પર અપલોડ કરવામાં આવેલા વીડિયોમાં લાઈકની જગ્યાએ ડિસલાઈકની સંખ્યા વધતી જાય છે. જો કે, હાલમાં સૌથી મોટો સળગતો પ્રશ્ન કહી શકાય તે છે એન્જીનિયરીંગ અને મેડિકલની પરીક્ષાનો મુદ્દો છે. ત્યારે આ મુદ્દા પર વડાપ્રધાન મોદીને…

Read More
4 21 1

ઉકાઇ ડેમના (Ukai Dam) ઉપરવાસમાં સતત વરસાદ ચાલુ રહેતા રવિવારે સાંજે 8 કલાકે ઉકાઇ ડેમમાંથી તાપી નદીમાં 1 લાખ 59 હજાર કયુસેક પાણી છોડાઇ રહ્યું છે. તેથી કોઝવેની સપાટી (Cozway Level) પણ સતત વધી રહી છે. ઉકાઇ તેમજ શહેરમાં ભારે વરસાદનું પાણી કોઝવેમાં આવતા કોઝવે પરથી 1 લાખ 98 કયુસેક આઉટફલો થઇ રહ્યુ છે. છેલ્લા એક મહિનાથી કોઝવે ઓવરફલો થઇ ગયો છે. પરંતુ તાપી નદીમાં પાણીની આવક વધતા હાલ કોઝવે ભયજનક 6 મીટર સપાટીની ઉપર 9 મીટર પર વહી રહ્યો છે. શનિવારે સાંજે 8 કલાકે કોઝવેની સપાટી 7.26 હતી તેમાં 1.74 મીટર વધીને રવિવારે સાંજે 8 કલાકે 9.00 મીટર થઇ…

Read More
Pranab Mukherjee Sandesh

ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું 84 વર્ષની વયે નિધન થયું છે. સેનાની રિસર્ચ અને રેફરલ હોસ્પિટલે આ પહેલા કહ્યું હતુ કે પ્રણવ મુખર્જીની સ્થિતિ ચિંતાજનક છે અને હજુ તેમને વેન્ટિલેટર પર જ રાખ્યા છે. છેલ્લા એક ્ઠવાડિયાથી તેમની સ્થિતિમાં કોઈ સુધાર દેખાતો નહોતો. પ્રણવ મુખર્જીના પુત્ર અભિજીત મુખર્જીએ ટ્વિટ કરીને પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના નિધનની જાણકારી આપી હતી. પૂર્વ રાષ્ટ્રપતિના દિકરી અને કોંગ્રેસ નેતા શર્મિષ્ઠા મુખર્જીએ પોતાના પિતાના સ્વાસ્થ્ય માટે ભગવાનને પ્રાર્થના કરી હતી. નોંદનીય છે કે બ્રેન સર્જરી બાદથી પ્રણવ મુખર્જીની સ્થિતિ ગંભીર હતી. વર્ષ 2012થી 2017 સુધી પ્રણવ મુખર્જી ભારતના રાષ્ટ્રપતિ પદે રહ્યા હતા.

Read More
education policy

કોરોના સંક્રમણ વચ્ચે CBSE એ કોર્ષ ઘટાડતા ગુજરાત શિક્ષણ બોર્ડે (Gujarat Education Board) પણ મોટા ઉપાડે કોર્ષમાં ઘટાડો કરવા માટે સમિતિની રચના તો કરી દીધી પણ અમલ નહિ થતા વિદ્યાર્થીઓ (Students) અભ્યાસની તૈયારીને લઈ મુંઝવણમાં છે. એક તરફ તમામ શાળામાં ઓનલાઈન એજ્યુકેશન શરુ કરવામાં આવ્યું છે તો બીજી તરફ કોર્ષમાં ઘટાડા અંગે કોઈ પણ પ્રકારની રજૂઆત ન કરાતા તમામ કોર્ષની તૈયારી કરવી કે નહીં તે અંગે વિદ્યાર્થીઓ મુંઝવણમાં છે. કોરોના સંક્રમણને કારણે શાળાઓ શરૂ થઈ નથી ત્યારે હાલ શાળાઓમાં ઓનલાઈન અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. ત્યારે 1 મહિના અગાઉ CBSE બોર્ડ દ્વારા કોર્ષમાં ઘટાડાની જાહેરાત કરાઈ હતી. ત્યારબાદ ગુજરાત શિક્ષણ…

Read More
EXAM

સુપ્રીમ કોર્ટના ફરજીયાત પરીક્ષા લેવાના નિર્ણય બાદ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં તમામ ફેકલ્ટીના યુજી અને પીજીના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓની ઓફલાઈન પરીક્ષા માટેની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. કોરોનાની ગાઈડલાઈન્સ પ્રમાણે તમામ વિદ્યાર્થીઓને પરીક્ષાખંડમાં પ્રવેશ આપવામાં આવશે. જે વિદ્યાર્થીઓ કન્ટેન્ટમેન્ટ ઝોનમાંથી આવે છે અથવા પરીક્ષા આપી શકે તેમ નથી તેવા વિદ્યાર્થીઓ માટે પૂરક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ 7 સપ્ટેમ્બર સુધી પૂરક પરીક્ષા માટે ઓનલાઈન ફોર્મ ભરી શકશે. નોંધનીય છે કે નર્મદ યુનિવર્સિટી દ્વારા 2 જી સપ્ટેમ્બરથી પીજી અને 10 સપ્ટેમ્બરથી યુજીના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓની ઓફલાઈન પરીક્ષા યોજાનાર છે. એકેડેમિક કાઉન્સિલમાં લેવાયેલા નિર્ણય પ્રમાણે જે વિદ્યાર્થીઓ સપ્ટેમ્બરમાં યોજાનારી…

Read More
33 14

ભારતમાં છેલ્લા કેટલાક સપ્તાહથી કોરોના વાઈરસના  રોજના સરેરાશ 7-8 લાખ ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. આ કોરોના ટેસ્ટોમાં સૌથી વધુ સંખ્યા એન્ટીજન ટેસ્ટની છે અને મોટાભાગના રાજ્યો RT-PCR ટેસ્ટની સરખામણીમાં હવે એન્ટીજન ટેસ્ટ પર ભાર મૂકી તો ચાલો જાણીએ આખરે શું હોય છે આ એન્ટીજન ટેસ્ટ? તે કેટલા વિશ્વાસપાત્ર હોય છે? અને રાજ્ય કેમ તેના પર આટલો ભાર મૂકી રહ્યાં છે? RT-PCR ટેસ્ટની જેમ એન્ટીજન ટેસ્ટમાં પણ એ તપાસી શકાય છે કે, શંકાસ્પદ લક્ષણ ધરાવતા વ્યક્તિના શરીરમાં કોરોના વાઈરસ છે કે કેમ? જો કે RT-PCR ટેસ્ટમાં વ્યક્તિના નાક કે ગળામાંથી લીધેલા સેમ્પલમાં કોરોના વાઈરસના જીનેટિક મટિરિયલની ઉપસ્થિતિની તપાસ કરવામાં આવે…

Read More
curaption

મોદી સરકારે પોતાના તમામ વિભાગોમાં નોકરીમાં 30 વર્ષ પુરી કરી ચૂકેલા કર્મચારીઓની સેવાના રેકોર્ડની સમીક્ષા કરવા અક્ષમ અને ભ્રષ્ટ કર્મીઓને ચિન્હિત કરવા અને તેમને જનહિતમાં સમય પહેલાં નિવૃત કરવા માટે કહ્યું છે. કાર્મિક મંત્રાલયના એક આદેશમાં આ કહેવામાં આવ્યું છે. કેન્દ્રી સિવિલ સેવા (પેન્શન) નિયમ ,1972ના મૌલિક નિયમ (એફઅઅર) 56 (જે) અને 56 (આઇ) અને નિયમ 48 (1) (બી) હેઠળ કર્મચારીઓના કાર્ય પ્રદર્શનની સમીક્ષા કરવામાં આવે છે. આ નિયમ યોગ્ય સત્તા શાસનને કોઇ સરકારી કર્મચારીને જનહિતમાં જરૂરી લાગતાં નિવૃત કરવાનો ‘સંપૂર્ણ અધિકાર’ આપે છે. શુક્રવારે જાહેર કરવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું ‘સ્પષ્ટ છે કે આ નિયમો હેઠળ સરકારી કર્મચારીઓને સમય…

Read More
103528673 whatsappimage2018 09 19at2.34.03pm 1

કોરોનાને પગલે આ વખતે ગુજરાત વિધાનસભાની બેઠક વ્યવસૃથામાં ય ફેરફાર કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારે ચોમાસુ સત્ર માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે.કોરોનાના સંક્રમણ વચ્ચે આગામી તા.21 થી તા.24મી સપ્ટેમ્બર સુધી વિધાસભાનુ ચોમાસુ સત્ર યોજાઇ શકે છે. રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ આ બેઠક વ્યવસૃથા પણ નિહાળી અિધકારીઓ સાથે જરૂરી ચર્ચા કરી હતી. જોકે, ચાર દિવસીય ચોમાસુ સત્ર તોફાની બની રહે તેવી શક્યતા છે. કોરોનાના કારણે 25મી માર્ચથી ગુજરાત વિધાનસભા સૃથગિત કરવામાં આવી હતી. હવે નિયમાનુસાર,25 સપ્ટેમ્બર પહેલાં વિધાનસભા સત્ર બોલાવવુ પડે. સૂત્રોના મતે, પહેલીવાર ચૂંટાયેલાં ધારાસભ્યોને ગેલેરીમાં બેસાડવા નક્કી કરાયુ છે જયારે મંત્રીઓ-સિનિયર ધારાસભ્યો માટે વિધાનસભા…

Read More