Author: Satya-Day

RAIN GUJARAT

છેલ્લા કેટલાક દિવસથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યાં છે. બીજી તરફ હજુ બે દિવસથી સુધી અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. વરસાદી સિસ્ટમ સર્જાતા છેલ્લા બે-ત્રણ દિવસથી રાજ્યમાં ફરીથી વરસાદી માહોલ સર્જાયો છે. આજે રવિવારે પણ રાજ્યના મોટાભાગના તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. ત્યારે હજુ પણ હવામાન ખાતાએ બે દિવસ દરમિયાન ધોધમાર વરસાદ પડવાની આગાહી કરી છે. જેમાં ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડશે. શહેરમાં વહેલી સવારથી વરસાદી માહોલ સર્જાયો છે. ધીમીધારે શહેરના અલગ અલગ વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે. બોપલ,…

Read More
amittt

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને સાજા થઈ જતા હોસ્પિટલમાંથી રજા અપાઈ હતી. ત્યારે, હવે સમાચાર એવા આવી રહ્યા છે કે અમિત શાહની તબિયત ફરી બગડી છે અને તેમને એઇમ્સમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને એઈમ્સમાંથી રજા આપવામાં આવી. બીમાર હોવાના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અમિત શાહને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જોકે, બાદમાં તેમને રજા આપવામાં આવી હતી. તેઓ ફરીવાર બીમાર પડતા તેમને સારવાર માટે એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા.

Read More
saurashtra university university campus rajkot institutes 2w9edgs

રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબ સપ્ટેમ્બર અંત સુધીમાં પરીક્ષાઓ લઈ લેવાની છે ત્યારે પરીક્ષા માટે કોલેજોમાં વિદ્યાર્થીઓ જાય છે ,શિક્ષકો-સ્ટાફે પણ જવાનુ છે તેમ છતાં હજુ અનલોક-4માં પણ કોલેજો સંપૂર્ણ બંધ રાખવામા આવતા કોલેજો-અધ્યાપકોમાં ભારે મુંઝવણ ઉભી થઈ છે.કોલેજો અને આચાર્યો-અધ્યાપકોની ફરિયાદ છે કે જ્યારે કોલેજોમા પરીક્ષા લેવાય છે, અને ગુજરાત યુનિ.ની 3જીથી હજારો વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાનાર છે, વિદ્યાર્થીઓએ કોલેજમાં -કલાસમાં જવાનુ છે અને શિક્ષકો-સ્ટાફે પણ પરીક્ષા-મૂલ્યાંકન માટે હવે કોલેજોએ જવાનું છે તો પછી કોલેજો સંપૂર્ણ બંધ રાખવાનો આદેશ કેમ યથાવત રખાયો છે ?પરીક્ષાઓ વગર ડિગ્રી આપી ન શકાય તેવુ યુજીસીએ સ્પષ્ટ કરી દીધુ છે અને પરીક્ષાઓ લેવી જ પડે તેમ…

Read More
DIGITAL PAYMENT SANDESH

કોરોના મહામારી દરમિયાન સંક્રમણથી બચવા માટે લોકોએ ઈલેક્ટ્રોનિક પેમેન્ટનો સહારો લીધો હતો. ઈલેક્ટ્રોનિક પેમેન્ટ વધતાંની સાથે જ અમુક બેંકોએ ગ્રાહકો પાસેથી તેનો ચાર્જ વસૂલ કરવાનું શરૂ કરી દીધું હતું. જેને જોતાં વિત્ત મંત્રાલયે બેંકોને આમ ન કરવા માટે સલાહ આપી છે. વિત્ત મંત્રાલયે બેંકોને કહ્યું છે કે, જો ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કે પેમેન્ટનો ચાર્જ વસૂલવામાં આવ્યો છે તો તેને ગ્રાહકોને પરત કરી દેવો જોઈએ. વિત્ત મંત્રાલયના પ્રમાણે 1 જાન્યુઆરીથી કે તે બાદ ઈલેક્ટ્રોનિક મોડથી જે પણ ટ્રાન્ઝેક્શન કરાયું છે, તેના પર કોઈ ચાર્જ ન લગાવવો જોઈએ. તે માટે વિત્ત મંત્રાલયે આઈટી એક્ટની કલમ 269 એસયુનો આધાર આપ્યો છે. મંત્રાલયે કહ્યું કે,…

Read More
school

કોરોનાના સંક્રમણ વચ્ચે સ્વનિર્ભર શાળાઓ (Self Finance Schools) અને વાલીઓ વચ્ચે ફી અંગે ચાલી રહેલો વિવાદ હાઈકોર્ટ (High Court) સુધી પહોંચ્યો છે. તો બીજી બાજુ ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ સાથે જોડાયેલી સુરતની 16 જેટલી સ્વનિર્ભર શાળાઓએ શિક્ષકો (School Teachers) અને કર્મચારીઓના પગારમાં કાપ મૂકીને વાલીઓને 25 ટકા ફી માફીની રાહત આપી છે. જો કે વાલીમંડળના ઘણા સભ્યોએ ફી માફીને લોલીપોપ ગણાવ્યું છે. સરકાર દ્વારા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળને તમામ બાળકોની ફી માં 25 ટકા ફી (Fees) માફીની માંગ કરવામાં આવી હતી. પરંતું શાળા સંચાલક મંડળ દ્વારા તેને નકારવામાં આવી છે. જે અંગેનો અંતિમ નિર્ણય હવે હાઈકોર્ટમાં જ લેવાશે સુરત…

Read More
GUJARATRAIN

સમગ્ર વલસાડ જિલ્લામાં (Valsad District) સાર્વત્રિક મેઘમહેરથી પાણી જ પાણી થઈ ગયું છે. છેલ્લા ત્રણેક દિવસથી સતત વરસી રહેલા વરસાદથી નદી-નાળાં અને ચેકડેમ ઓવરફ્લો (Check dam Overflow) થઈ ગયા છે. નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર થઈ ગયા છે. જિલ્લાના ઉમરગામ અને અંતરિયાળ આદિવાસી વિસ્તાર કપરાડામાં 4-4 ઈંચ સાથે મેઘો મન મૂકીને વરસી રહ્યો છે. ધરમપુરમાં 3 અને વલસાડ-વાપીમાં પણ મેઘાની બેટિંગ 2-2 ઈંચ સાથે અવિરત રહી હતી.વલસાડ ડિઝાસ્ટર કચેરીનાં સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વલસાડ જિલ્લામાં છેલ્લા ત્રણેક દિવસથી મેઘરાજા સતત રાત-દિવસ અવિરત વરસી રહ્યા છે. મેઘાની ધમાકેદાર બીજી ઇનિંગ્સથી સમગ્ર વલસાડ જિલ્લો પાણીથી તરબતર થઈ ગયો છે. સતત વરસતા વરસાદથી નીચાણવાળા…

Read More
33 14

દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સમરસ હોસ્ટેલમાં (Samras Hostel) કોવિડ કેર સેન્ટર ઊભુ કરાયા બાદ હજ્જારો દર્દીઓને સારા કરવામાં આવ્યા છે. માર્ચ-૨૦ થી સમરસ હોસ્ટેલને સરકારી કવોરોન્ટાઈન સેન્ટર (Quarantine Center) તરીકે શરૂઆત કરવામાં આવી હતી. ત્યાર બાદ તા.૨૩મી એપ્રિલ કોવિડ કેર સેન્ટર તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. સમરસ હોસ્ટેલમાં 2782 દર્દીઓ પૈકી 2465 દર્દી સાજા થઇને ઘરે પહોંચ્યા હોવાની માહિતી મળી છે. દર્દીઓ સાજા (Patient Recover) થઈ હેમખેમ પોતાના ઘરે હસતા હસતા જાય તેવા અવિરત પ્રયાસો આ કોરોના વોરીયર્સ કરી રહ્યા છે. જે 2465 દર્દી સાજા થઇને ઘરે પહોંચ્યા છે તેમાં ૧૮૨૬ પુરૂષ દર્દીઓ તથા ૬૩૯ મહિલા દર્દીઓનો સમાવેશ થાય છે.આ ઉપરાંત…

Read More
Screenshot 20200829 170916 01

ચીની વિદેશ મંત્ર્યાલયના પ્રવક્તાએ ટ્વીટ કર્યું ચીને અમેરિકાને ખુલ્લી ધમકી આપી હતી કે તમે અમારી વી ચેટ એપ પર પ્રતિબંધ લાદશો તો ચીની પ્રજા આઇ ફોન અને એપલ વાપરવાનું બંધ કરી દેશે. છેલ્લા થોડા સમયથી અમેરિકા અને ચીન વચ્ચે સતત મૈં મૈં તૂ તૂ ચાલી રહ્યું હતું. અમેરિકાએ ગયા પખવાડ઼િયે ચીની એપ્સ બંધ કરવાની ધમકી ઉચ્ચારી હતી. ટીક ટૉક અંગે તો ટ્રમ્પે બે માસની મુદત સુદ્ધાં જાહેર કરી હતી. એક અમેરિકી કંપની ટીક ટૉક ખરીદી રહી હોવાના અહેવાલ પણ વહેતા થયા હતા. ભારતે ચીની એપ્સ પર પ્રતિબંધ લાદ્યો એ પછી અમેરિકાએ પણ અમેરિકી એપ્સ પર પ્રતિબંધ લાદવાની જાહેરાત કરી હતી.…

Read More
TAX

સરકારે કહ્યું કે વસ્તુ અને સેવા કર એટલે કે જીએસટી ભરવામાં મોડું થશે તો 1 સપ્ટેમ્બરથી કુલ ટેક્સ પર વ્યાજ લાગશે. આ વર્ષની શરૂઆતમામં જીએસટી પેમેન્ટમાં મોડું થવાના કારણમે 46000 કરોડ રૂપિયાનું બાકી વ્યાજ વસૂલવાને લઈને ચિંતા સેવાઈ રહી છે. જીએસટી કાઉન્સિલની 39મી બેઠકમાં નિર્ણય લેવાયો હતો કે 2017થી કુલ કરના જીએસટી પેમેન્ટમાં મોડું થવા માટે વ્યાજ લેવાશે. મોંઘી થશે ફ્લાઈટ્સની મુસાફરી 1 સપ્ટેમ્બરથી ફ્લાઈટ્સની મુસાફરી મોંઘી થશે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે 1 સપ્ટેમ્બરથી ઘરેલૂ અને આંતરરાષ્ટ્રિય યાત્રીઓ માટે ઉચ્ચ વિમાન સુરક્ષા શુલ્ક લેવાનું નક્કી કર્યું છે. તેના કારણે હવે યાત્રીઓ પાસે 150ને બદલે 160 રૂપિયા લેવાશે. આંતરરાષ્ટ્રિય મુસાફરો પાસે 4.85…

Read More
27 13

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ મન કી બાતને લઈને વડાપ્રધાન પર નિશાન તાક્યું છે. જેઈઈ-નીટ પરીક્ષા વિવાદને ટાંકીને રાહુલ ગાંધીએ જણાવ્યું કે, પરીક્ષામાં સામેલ થનારા વિદ્યાર્થી વડાપ્રધાન પાસેથી ‘પરીક્ષા પર ચર્ચા’ની આશા કરી રહ્યા હતા. જો કે વડાપ્રધાન મોદી ‘રમકડા પર ચર્ચા’ કરી રહ્યા છે. સપ્ટેમ્બર માસમાં જેઈઈ પરીક્ષાનું આયોજન કરાવવાના સરકારના નિર્ણયનો વિપક્ષી દળો વિરોધ કરી રહ્યા છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને કાર્યકારી અધ્યક્ષ સોનિય ગાંધીએ શુક્રવારે વીડિયો મેસેજ દ્વારા સરકારને પરીક્ષાઓ મોકૂફ રાખવાની માગ કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મન કી બાત કાર્યક્રમમાં સ્વદેશી ટોય (રમકડાં) હબ બનાવવાની વાત કરી હતી. સાથે જ તેમણે આ ક્ષેત્રને અપીલ…

Read More