Author: Satya-Day

ayodhaya mandir

24 કલાક પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રામ ભૂમી પૂજન કરશે. અયોધ્યાને સંપૂર્ણ રીતે સજાવવામાં આવ્યું છે. ત્યાર બાદ રામ મંદિરના નિર્માણનું કાર્ય ઝડપથી પ્રારંભ થશે.  ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને કોરોનાના કારણે તમામ પ્રકારના નિયમોનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહામંત્રી ચંપત રાયે જણાવ્યું છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત મંગળવારે સાંજે અયોધ્યા પહોંચી રહ્યા છે. રાયએ એ પણ માહિતી આપી હતી કે ભૂમિપૂજન માટે સાધુ સંતો સહિત કુલ 175 લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે..  પત્રકાર પરિષદને સંબોધિત કરતા ચંપત રાયે કહ્યું, આવતીકાલે સાંજ સુધીમાં બધા આમંત્રિતો અહીં પહોંચશે.…

Read More
FIRE

કેલિફોર્નિયા ડિપાર્ટમેન્ટ ઓફ ફોરેસ્ટ્રી એન્ડ ફાયર પ્રોટેક્શનના જણાવ્યા અનુસાર  દક્ષિણ કેલિફોર્નિયાના જંગલોમાં લાગેલી ભીષણ આગને પગલે હજારો લોકોને સલામત સ્થળે ખસેડવાના આદેશ  આપવામાં આવ્યા છે. ૩૧ સ્કવેર માઇલ(૮૦ ચોરસ કિલોમીટર) વિસ્તારમાં આગને કારણે ભારે નુકસાન થયું છે. આગ લાગવાનું કારણ જાણવા માટે તપાસ કરવામાં આવી રહી છે. યુએસ ફોરેસ્ટ સર્વિસના પ્રવક્તાના જણાવ્યા અનુસાર અમે અમારા ફાયર ફાઇટરોને ભયજનક સ્થિતિમાં મૂકવા માગતા નથી. જો કે ફાયર ફાઇટર સાવચેતીપૂર્વક આગ પર અંકુશ મેળવવાના પ્રયત્નો કરી રહ્યાં છે. સોમવાર સવાર સુધી આગ પર પાંચ ટકા અંકુશ મેળવવામાં સફળતા મળી હતી. આગ પર અંકુશ મેળવવા માટે હેલિકોપ્ટરોની પણ મદદ લેવામાં આવી રહી છે. ઉલ્લેખનીય…

Read More
Coronavirus EPS 12

ગુજરાતમાં સોમવારે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1109 નવા પોઝિટિવ કેસો (Corona Positive Case) સામે આવ્યા છે. જ્યારે આજ સમયગાળા દરમિયાન વધુ 22ના મરણ નોંધાયા છે. રાજ્યમાં સતત 14માં દિવસે 1 હજારથી વધુ અને 8મીં વખત 1100થી વધુ નવા કેસો નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 64,684 પર પહોંચી ગઈ છે. જ્યારે રાજ્યમાં કુલ 2487 લોકો કોરોનાના કારણે મોતને ભેટ્યા રાજ્યમાં સોમવારે સૌથી વધુ 258 નવા પોઝિટિવ કેસ સુરત જિલ્લામાંથી મળી આવ્યા છે. જ્યારે અમદાવાદમાં 151, વડોદરામાં 98, રાજકોટમાં 85, ભાવનગરમાં 47, જામનગરમાં 34, દાહોદમાં 29, મહેસાણામાં 26 અને જૂનાગઢમાં 21 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે…

Read More
gallery medium

સરકારે ૫ ઓગસ્ટથી દેશભરમાં જિમ તેમજ યોગનું શિક્ષણ તેમજ માર્ગદર્શન આપતી સંસ્થાઓ ખોલવા મંજૂરી આપી છે. તમામ જિમ તેમજ આરોગ્ય સંસ્થાઓએ કેન્દ્રનાં આરોગ્ય મંત્રાલયે સોમવારે જાહેર કરેલી ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરવાનું રહેશે. લોકો વચ્ચે ૬ ફૂટનું અંતર જાળવવું પડશે, એસીનું તાપમાન ૨૪થી ૩૦ ડિગ્રી વચ્ચે રાખવાનું રહેશે. કન્ટેન્મેન્ટ ઝોનમાં આવતા જિમ તેમજ યોગ સંસ્થાઓને ખોલવા માટે મંજૂરી અપાઈ નથી તેથી આ વિસ્તારમાં આવતા જિમ અને યોગ સંસ્થાઓ બંધ રાખવાનાં રહેશે. આવા જિમ કે યોગ કેન્દ્રોમાં સામાન્ય જનતા જઈ શકશે નહીં. કન્ટેનમેન્ટ ઝોનની બહાર કાર્યરત જિમ અને યોગ સંસ્થાઓ ખોલી શકાશે. કેન્દ્ર તેમજ રાજ્ય સરકારો દ્વારા વખતોવખત જાહેર કરાતી ગાઇડલાઇન્સનો અમલ…

Read More
826570 cr patil

સુરતમાં ભાજપના નવનિયુક્ત પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલના ભાઈ પ્રકાશ પાટીલ કોરોના સંક્રમિત થયા હોવાના અહેવાલે ખળભળાટ મચાવી દીધો છે. સોમવારે 198 કોરોના પોઝિટિવ કેસ નોધાયા છે. અમદાવાદ બાદ કોરોના વાયરસનું સ્વરૂપ દિવસેને દિવસે સુરતમાં ભયંકર બનતું જાય છે. સામાન્ય માણસોથી લઈને હવે રાજકીય નેતાઓ પણ તેના ભરડામાં આવી રહ્યા છે. સુરતમાં પ્રદેશ ભાજપ પ્રમુખના ભાઈને લઈને મળતા અહેવાલોનું માનીએ તો પ્રદેશ ભાજપ પ્રમુખના ભાઈને કોરોના સ્પર્શી ગયો છે. સી.આર. પાટીલના ભાઈ પ્રકાશ પાટીલ કોરોનાથી સંક્રમિત બનતા મોટો હડકંપ મચી જવા પામ્યો છે. એટલું જ નહીં, પ્રકાશ પાટીલના ડ્રાઈવર ગુલાબ ભાઈનો પણ કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. જેના કારણે સુરતમાં…

Read More
alfa

 લોકોને કોરોનાની મહામારીના ભરડામાંથી બચાવી શકાય તે હેતુથી વખતોવખત જાણ કરવા છતાં વસ્ત્રાપુર સ્થિત એ વન મોલમાં ગ્રાહકો તથા કર્મચારીઓ માસ્ક વગર તથા સોશિયલ ડિસ્ટન્સીંગનો અમલ ન થવાથી અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના આરોગ્ય વિભાગે એ વન મોલને સીલ મારી દેવા માટે નોટીસ ફટકારી છે. જેમાં યોગ્ય પગલાં લેવા જરૂરી સૂચના આપી છે નિયમોનું પાલન કર્યા વગર જો સીલ ખોલવામાં આવશે કે કોઇપણ પ્રકારની વાણિજયિક પ્રવત્તિ મોલમાં થતી જોવા મળશે તો એપેડેમિક એક્ટ મુજબ ફોજદારી ગુનો નોંધવાની ચીમકી આપી છે. રક્ષાબંધનને લઇને મોલમાં ગ્રાહકોની પડાપડી થઇ હતી. તેમાંય વળી સરકારની ગાઇડલાઇન મુજબ કોઇપણ વાણિજય પ્રવતિ દરમિયાન માલિક, કર્મચારી કે ગ્રાહકો માસ્ક વગર…

Read More
b49cb111 d283 4d86 8ff2 6cc6cb603de9

સુરત શહેરના નવા પોલીસ કમિશ્નર તરીકે અજય તોમરે ચાર્જ સાંભળી લીધો હતો. મહત્વનું છે 10 મહિનામાં જ આર બી બ્રહ્મભટ્ટની બદલી સુરતથી વડોદરા પોલીસ કમિશ્નર તરીકે કરવામાં આવતા અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે. પત્રકારોને સંબોધતા તોમરે જણાવ્યું હતું કે આર. બી બ્રહ્મભટ્ટ દ્વારા અત્યાર સુધી શહેરમાં લૉ એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ ખૂબ જ સારી રીતે સંભાળવામાં આવી છે. શહેરમાં લો એન્ડ ઓર્ડરની સ્થિતિ વધુ સઘન બનાવવા માટે અમે કટિબદ્ધ છે. પ્રજા માટે પોલિસિંગ વ્યવસ્થા વધુ સારી કરવામાં આવશે. રક્ષાબંધનના પર્વ પર ચાર્જ લેનાર પોલીસ કમિશનર અજય તોમરે શહેરની તમામ બહેનોને જણાવ્યું હતું કે તેઓ પોતાના સ્વપ્ન પૂરા કરવા માટે આગળ વધે…

Read More
83

 બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Late Sushant Singh Rajput) નું 14 જૂને તેમના મુંબઇ નિવાસસ્થા (Bandra flat) ને આત્મહત્યા (Sushant Singh Rajput’s suicide case) દ્વારા મૃત્યુ થયું હતું અને હવે પોલીસ, મુંબઇ તેમજ બિહાર (Mumbai and Bihar Police) માં, ખાસ કરીને તાજા આક્ષેપો, દાવાઓ અને દાવેદારોમાં તે કેમ અને કેવી રીતે મૃત્યુ પામ્યો તે શોધી કાઢવા માટે દોડાદોડ કરી રહી છે. હવે મુંબઇ પોલીસે એક તાજા નિવેદનમાં ખુલાસો કર્યો છે કે અભિનેતાએ આત્મહત્યા પહેલા તેના ફોનમાં “પીડારહિત મૃત્યુ” (painless death) , “સ્કિઝોફ્રેનિઆ” (schizophrenia) અને “બાયપોલર ડિસઓર્ડર” (bipolar disorder) જેવા વિષયો પર ગુગલ સર્ચ google search) કરી હતી. એક પત્રકાર પરિષદ…

Read More
Coronavirus EPS 12

ગત 24 કલાકમાં દેશને હચમચાવી નાખનાર કોરોના કેસો નોંધાઈ રહ્યા છે. કોરોનાકાળ (Corona Epidemic) એટલો ભયંકર સ્વરૂપ ધારણ કરશે તેની કલ્પના ન હતી પરંતુ તે હવે શક્ય થઈ ચૂક્યુ છે. થોડાક જ દિવસની વાત છે જ્યારે 30 હજારનો આંકડો ચોંકાવનારો હતો, પછી 50 હજારનાં આંકડાએ દેશને હલાવી નાખ્યો અને હવે દિનપ્રતિદિન 50 હજારનાં ઉપર કેસો (Corona Cases) નોંધાઈ રહ્યા છે. ગત 24 કલાકમાં 52972 કેસો નોંધાયા છે જેની સાથે દેશમાં કુલ કોરોનાનો આંકડો 18 લાખને વટાવી ચૂક્યો છે. ગત 24 કલાકમાં રિકવર થયેલા દર્દીઓ (Corona Patients) ની સંખ્યા 40574 છે અને તે સાથે દેશમાં કુલ 11 લાખ 86 હજાર 203…

Read More
earth

ભરૂચ (earth quake in Bharuch) માં 2018 બાદ ફરી ભુકંપનો આંચકો અનુભવાયો છે. સોમવારે રક્ષાબંધનના તહેવારની સમી સાંજે અચાનક ધરા ધ્રુજવા લાગતાં લોકો ઘરોની બહાર દોડી આવ્યાં હતાં. રક્ષાબંધનના તહેવારની ઉજવણીનો ભરૂચવાસીઓમાં ઉત્સાહ હતો તેવામાં સાંજે 5 વાગીને 20 મિનિટના અરસામાં થોડી સેકન્ડો માટે ભુકંપનો આંચકો અનુભવાયો હતો. ભરૂચ તથા નર્મદા જિલ્લામાં એપી સેન્ટર હોય તેવા અત્યાર સુધીમાં 18થી વધારે ભુકંપના આંચકા નોંધાઇ ચુકયાં છે. બંને જિલ્લામાં આવેલાં ભુકંપની મહત્તમ તીવ્રતા 5.4 જયારે ન્યુનતમ તીવ્રતા 2.6 રીકટર સ્કેલની નોંધાઇ છે. ભરૂચ જિલ્લામાં છેલ્લે 2018ની સાલમાં ભુકંપનો આંચકો અનુભવાયો હતો. આ ભુકંપનું એપી સેન્ટર વાલીયા નજીક ભેંસખેતર અને ભમાડીયા ગામ વચ્ચે…

Read More