Author: Satya-Day

VRUpani

 કોરોનાના કેસ ઘટવાને બદલે ગુજરાતમાં કોરોના કાબૂ બહાર જઈ રહ્યો છે. આવામાં સારવાર માટે વધુ તબીબોની જરૂર પડી શકે છે. તેથી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સાથે સંકળાયેલા ગુજરાતના જિલ્લા મથકો, નગરો અને મહાનગરોના ખાનગી ક્ષેત્રના તબીબોને રાજ્યમાં કોરોના સંક્ર્મણ નિયંત્રણ અને સંક્રમિતોની સારવારમાં વધુ સક્રિયતાથી જોડાવા અનુરોધ કર્યો છે. મુખ્યમંત્રીએ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી નિવાસસ્થાનેથી વિવિધ જિલ્લા મથકોએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયેલા આઇ.એમ.એના તબીબો સાથે વાતચીત કરી હતી. સાથે જ તેમની સેવાઓ અને સહયોગ રાજ્યમાં કોરોના સંક્રમણ નિયંત્રણ માટે મળે તે માટે પરામર્શ કર્યો હતો. ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના ડો. કેતન દેસાઇએ પણ વિવિધ જિલ્લા મથકોએ રહેલા…

Read More
PM

ઈન્ડિયા બિઝનેશ કાઉન્સીલ આ સમિટનું આયોજન કર્યું હતું જેમાં વડાપ્રધાન મોદીએ જણાવ્યુ હતું કે, ભારતામાં હાલ રોકાણ કરવાનો સારામાં સારો અવસર છે. . તેમણે જણાવ્યુ હતું કે, ક્યા ક્યા સેક્ટરમાં રોકાણના સારા અવસર છે. ભારતમાં રોકાણ કરવાનો આનાથી વધારે સારો સમય બીજો એકેય ન હોય શકે. યુએસ ઈન્ડિયા બિઝનેશ કાઉન્સીલ આ સમિટનું આયોજન કરી રહ્યું છ. આ વર્ષે યુએસ ઈન્ડિયા બિઝનેશ કાઉન્સીલના 45 વર્ષ પૂરા થશે. આ તકે, આ ખાસ કાર્યક્રમને આયોજીત કરવામાં આવ્યો છે. પીએમ મોદીએ કાર્યક્રમમાં ભારત અને અમેરિકાના લોકોને સંબોધિત કર્યાં છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત એનર્જી સેક્ટરમાં રોકાણ કરવા માટે આમંત્રિત કરે છે. ભારત પોતાને ગેસ…

Read More
2 18 768x542 1

કોરોના મહામારી સામે જંગની વચ્ચે દક્ષિણ કોરિયાના એક નિષ્ણાતે જણાયું કે બહાર કરતા ઘરમાં રહેનારા લોકો કોરોનાનો વધુ શિકાર થાય છે. તેમાં પણ કિશોરો અને વૃદ્ધોને લીધે આ મહામારી ફેલાવવાનું જોખણ વધુ રહે છે. દક્ષિણ કોરિયાના મહામારી નિયંત્રણ સેન્ટર જિઓંગ ઇઉન ક્યોંગ સહિતના નિષ્ણાતોએ 20 જાન્યુઆરીથી 27 માર્ચ સુધી સંશોધન કર્યું. જેમાં 5706 કોરોનો પોઝિટિવ દર્દીઓ અને તેમના સંપર્કમાં આવેલા 59 હજાર લોકો પર અભ્યાસ કરવામાં આવ્યો. જેમાં જણાયું કે 100માંથી માત્ર બે લોકો જ ઘરની બહાર કોરોના વાઇરસના સંપર્કમાં આવ્યા. જ્યારે 100માંથી 10 લોકો ઘર પરિવારના જ કોઇ સભ્યને કારણે કોરોના વાઇરસનો શિકાર બન્યા છે.

Read More
coro 22

સ્મીમેર હોસ્પિટલમાં (Smimre Hospital) ડો. વંદના દેસાઇના અયોગ્ય વહીવટનો વધુ ઍક નમુનો બહાર આવ્યો છે. સ્મીમેરમાં તબીબોની બ્લેકમેઇલીંગ વચ્ચે રેસીડેન્ટ ડોક્ટરો (Doctors) કામ કરવાથી દૂર ભાગી રહ્ના છે ત્યાં હવે કોરોનાના વોર્ડમાં વોર્ડબોય કે નર્સો પણ પોતાના કામથી દૂર ભાગી રહ્ના છે. બે દિવસથી ઍક વૃદ્ધ ઍમનામ તડફડી રહ્ના છે પરંતુ કોઇઍ તેમને યોગ્ય રીતે ટ્રીટમેન્ટ (Treatment) આપી નથી. આ વૃદ્ધ પોતાના ખાટલા નીચે જ સંડાસ કરી ગયા છે પરંતુ સાફ-સફાઇ માટે પણ કોઇ આવ્યું ન હોવાની ફરિયાદ થઇ છે. આ બાબતે ડો. વંદના દેસાઇઍ મૌન વ્રત ધારણ કરી લીધુ હતુ. પ્રા માહિતી મુજબ વરાછામાં રહેતા ૭૧ વર્ષિય હરસુખભાઇ ભીખાભાઇ…

Read More
dead body 600 jpg 02 1496396505

ગુજરાતમાં કોરોના વિસ્ફોટ થયો હોય તેવી સ્થિતિ સર્જાઈ ગઇ છે. ત્યારે રાજ્યમાં આજે સતત બીજા દિવસે પણ કોરોનાનાં 1000થી વધુ કેસો નોંધાયા છે. બુધવારનાં રોજ છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાં આજે રેકોર્ડ બ્રેક નવા 1020 કોરોના કેસ નોંધાયા છે. જ્યારે આ જ સમયગાળામાં વધુ 28 દર્દીનાં મોત થયા છે. આરોગ્ય વિભાગની માહિતી પ્રમાણે રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં 837 દર્દીઓ સારવાર લઈને સાજા થયા છે. એટલે કે અત્યાર સુધીમાં કુલ 34,237 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચૂક્યાં છે. જ્યારે રાજ્યમાં કુલ 12016 એક્ટિવ કેસ છે. આમ, રાજ્યમાં નવા 1020 કેસ નોંધાતા કોરોનાનાં કેસોનો કુલ આંક હાલમાં 51,485 એ પહોંચ્યો છે અને કુલ મૃત્યુઆંક…

Read More
28 12

ભારતમાં (India) કોરોનાની ગતિ અટકવાનું નામ નથી લઈ રહી. ગઈકાલે 24 કલાકમાં ભારતમાં કોરોનાના 37,724 નવા કેસ નોંધાયા છે અને 648 લોકોનાં મોત નીપજ્યાં છે. આ સાથે ભારતમાં કોરોના કેસ 12,16,173 લાખને પાર કરી ગયા છે. તેમાંથી 4,17,377 સક્રિય કેસ છે અને 7,68,926 લોકો ચેપ મુક્ત થયા છે. કોરોનાથી અત્યાર સુધીમાં 29,460 લોકોનાં મોત નીપજ્યાં છે. આ તરફ દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી (Delhi Health Minister) સત્યેન્દ્ર જૈનનું કહેવું છે કે દિલ્હીમાં (Delhi) હવે દર મહિને સીરો સર્વે કરાશે. મહિનાની એકથી પાંચ તારીખ વચ્ચે આ સર્વે કરાશે. વધુમાં વધુ લોકોના સેમ્પલ લેવાશે. તેમણે જણાવ્યું કે, દિલ્હીમાં કોરોનાના કેટમાં ઘટાડો આવ્યો છે પણ…

Read More
saurashtra university university campus rajkot institutes 2w9edgs

વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી દ્વારા શરૂ પ્રથમ વર્ષ 2020-21 માટે શરૂ કરવામાં આવેલી પ્રવેશ પ્રક્રિયા લગભગ પૂર્ણતાના આરે છે. વિદ્યાર્થીઓ હાલ કોલેજ અને અભ્યાસક્રમની પસંદગી કરી રહ્યા છે, પરંતું પ્રવેશ સમિતિ દ્વારા આ વર્ષે પણ ગત વર્ષની કોલેજ અને અભ્યાસક્રમના કટ ઓફ માર્કસ જાહેર ન કરતા વિદ્યાર્થીઓ આડેધડ પ્રવેશ ફોર્મ ભરી રહ્યા છે. જેથી મોટા ભાગના વિદ્યાર્થીઓ ગેરમાર્ગે દોરાઈ રહ્યા છે. વિદ્યાર્થીઓને પ્રવેશ સમયે થઈ રહેલી સમસ્યા અંગે સેનેટ મેમ્બર કનુ ભરવાડ દ્વારા યુનિ. તંત્રને તાત્કાલિક ધોરણે કટ ઓફ માર્કસ જાહેર કરવા માટે રજૂઆત કરવામાં આવી છે. વીર નર્મદ દક્ષિણ ગુદરાત યુનિ. દ્વારા શૈક્ષણિક વર્ષ 2020-21 માં પ્રથમ વર્ષ…

Read More
school

ગુજરાત સરકાર દ્વારા જ્યાં સુધી શાળાઓ વાસ્તવિક રીતે ચાલુ ન થાય ત્યાં સુધી કોઈ પ્રકારની ફી લઇ શકાશે નહીં તેવી જાહેરાત કર્યા બાદ ગુજરાત સ્વનિર્ભર શાળા સંચલક મંડળે પલટવાર કરીને રાજ્યની તમામ શાળાઓમાં આવતીકાલથી અવાસ્તવિક ગણાતું ઓનલાઈન એજ્યુકેશન બંધ કરાવી દીધું છે. જે અંતર્ગત આજથી ચોવીસ કલાક મોબાઈલની સામે આંખો ફોડતા સુરતના ચારલાખથી વધારે બાળકોને ઓનલાઈન એજ્યુકેશનમાંથી મુક્તિ મળી ગઈ છે. સરકાર અને સંચાલકોના વિવાદ વચ્ચે બાળકો સહિત વાલીઓમાં પણ ખુશીનો માહોલ છવાયો છે.  સુરતની શાળાઓમાં ઓનલાઈન એજ્યુકેશન સાથે આજથી એડમિશન પ્રક્રિયા પણ બંધ કોરોનાની મહામારી અને ફી માફીના કકળાટ વચ્ચે વાલીઓ અને શાળા સંચાલકો આમને સામને આવી ગયા હતા.…

Read More
Primary School

કોરોનાની મહામારી અને લાંબાં સમયથી ચાલી રહેલા વાલીઓના ફી ના કકળાટ વચ્ચે ગુજરાત શિક્ષણ વિભાગે ક્લિયર કટ પરિપત્ર જાહેર કરીને શાળા સંચાલકો અને વાલીઓના તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવી દીધું છે. જેમાં શાળાઓની મસમોટી ફી ભરવા સામે વાલીઓને રાહત આપવામાં આવી છે. ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા 16 જૂલાઈના રોજ એક પરિપત્ર જાહેર કરીને વાલીઓ, વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સંચાલકોની તમામ સમસ્યાનું એક જ ઝાટકે નિરાકણ લાવી દીધું છે. જેમાં છેલ્લા ત્રણ મહીનાથી શાળાઓની મસમોટી ફી સામે લડત ચલાવી રહેલા વાલીઓનો વિજય થયો છે.  કોરોનાના કપરા કાળમાં વાલીઓને ફી બાબતે રાહત આપતા સરકારે પરિપત્રમાં ચોખવટ કરી છે કે જ્યાં સુધી શાળાઓ વાસ્તવિક રીતે…

Read More
work from home

દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં દિન-પ્રતિદિન ચિંતાજનક વધારો થઈ રહ્યો છે, ત્યારે જીવલેણ વાઈરસના સંક્રમણને ફેલાતુ અટકાવવા માટે દેશની અનેક આઈટી કંપનીઓ પોતાના કર્મચારીઓને ઘરેથી કામ કરવાની સુવિધા પૂરી પાડી રહી છે. જો કે સરકારે મંગળવારે જણાવ્યું કે, IT અને BPO કંપનીઓમાં “વર્ક ફ્રોમ હોમ” માટેની મુદ્દતને 31 ડિસેમ્બર સુધી વધારી દેવામાં આવી છે. ઘરેથી કામ કરવાની સમય મર્યાદા 31 જુલાઈના રોજ સમાપ્ત થઈ રહી હતી. ટેલિકૉમ ડિપાર્ટમેન્ટે મોડી રાત્રે ટ્વીટ કરીને જણાવ્યું કે, કોવિડ-19ના કારણે સર્જાયેલી સ્થિતિને જોતા ઘરેથી કામ કરવાની સુવિધા માટે નિયમો અને શરતોમાં આપેલી છૂટને 31 ડિસેમ્બર, 2020 સુધી વધારી દેવામાં આવી છે. જણાવી દઈએ કે, હાલ આઈટી…

Read More