Author: Satya-Day

lunar eclipse

ગુરુપૂર્ણિમાના દિવસે આ વર્ષનું અંતિમ ચંદ્રગ્રહણ છે. આ ચંદ્રગ્રહણના લીધે ચંદ્રના આકારને કોઈ જ ફર્ક નહીં પડે. આથી ચંદ્રને નરી આંખે જોઈ શકાશે. જો કે આ ચંદ્રગ્રહણની અસર રાશિઓ પર પડશે અને તેના લીધે તેનો સારો કે ખરાબ પ્રભાવ જોવા મળશે. જાણીએ કઈ રાશિ પર કેવો પ્રભાવ આ ચંદ્રગ્રહણના લીધે પડશે. 1. ધન રાશિ ચંદ્રગ્રહણનો પ્રભાવ ધનુ રાશિના જાતકો પર પડશે. આ ગ્રહણ માનસિક તણાવ લાવી શકે છે. લોકોની સાથે આ દિવસે ઝઘડો થઈ શકે છે. આ સિવાય ખર્ચમાં પણ મુશ્કેલી આવી શકે છે. 2. વૃશ્વિક રાશિ આ રાશિના જાતકો માટે પણ ચંદ્રગ્રહણ ભારે રહેશે. માન-સન્માનને લઈને અન્ય લોકોની સાથે…

Read More
air

ચીન સાથે ભારતના સીમા વિવાદની તંગદિલી વચ્ચે સંરક્ષણ મંત્રાલયે રૂ. 38900 કરોડના ખર્ચે 33 ફ્રન્ટલાઇન ફાઇટર જેટ્સ, સંખ્યાબંધ મિસાઇલ સિસ્ટમ્સ અને અન્ય સૈન્ય સરંજામ ખરીદવા માટે મંજૂરી આપી હતી જેથી સશસ્ત્ર દળોની લડાકુ ક્ષમતાને બળ મળે એમ અધિકારીઓએ જણાવ્યું હતું. અધિકારીઓએ કહ્યું કે રશિયા પાસેથી 21 મિગ-29 લડાકુ વિમાનો ખરીદાશે જ્યારે સરકારી માલિકીની હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (એચએએલ) પાસેથી 12 એસયુ-30 એમકેઆઇ વિમાનો મેળવાશે. હાલના 59 મિગ-29 વિમાનોને અપગ્રેડ કરવા માટે અલગ દરખાસ્તને પણ મંજૂરી અપાઇ છે. મંત્રાલયે નૌકા દળ અને હવાઇ દળ માટે 248 ‘અસ્ત્ર’ એર ટુ એર મિસાઇલ સિસ્ટમ મેળવવા પણ મંજૂરી અપી છે. દેખીતી રેંજ બહારની આ મિસાઇલ…

Read More
land 1000x620 1

ઉત્તર મ્યાનમારમાં જેડ (જેડાઇટ)ની ખાણમાં ભારે વરસાદ બાદ થયેલા ભૂસ્ખલનથી ગુરુવારે 162 લોકોનાં મોત નીપજ્યાં હોવાનું મ્યાનમાર સરકારે જણાવ્યું હતું. આ ખીણમાં થયેલી આ અત્યાર સુધીની સૌથી મોટી જાનહાનિ છે. આ સાથે જ સરકાર પર આ જોખમી જગ્યા અંગે બેદરકારી દાખવવાનો આરોપ પણ લાગ્યો છે. માહિતી મંત્રાલયે કાચીન રાજ્યના હ્પાકાંતમાં ભૂસ્ખલનની જગ્યા પર મોતની સંખ્યા અંગે 123 મૃતકો હોવાની વાત કહી હતી પરંતુ સ્થાનિક ફાયર સર્વિસે ઘટનાના 12 કલાકો બાદ 162 લાશો ઘટના સ્થળેથી કાઢી છે. વરસાદમાં આસપાસ ભેગા થયેલા લોકોની લાશ, વાદળી અને લાલ પ્લાસ્ટિકની ચાદરમાં ઢાંકવામાં આવી હતી જે જમીન પર સળંગ પાથરવામાં આવી હતી. ભારે કાદવમાંથી આ…

Read More
election commission 875

કોરોના રોગચાળાના વધી રહેલા ચેપ અને આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચૂંટણીપંચે મહત્વનો નિર્ણય લીધો છે. કમિશને કાયદા અને ન્યાય મંત્રાલયના સુધારાને મંજૂરી આપી દીધી છે, જે હેઠળ 65 વર્ષથી વધુ ઉંમરના મતદારો અને હોમ / ઇન્સ્ટિટ્યુશનલ ક્યુરેન્ટાઇન હેઠળ રહેલા કોવિડ -19 દર્દીઓ માટે પોસ્ટલ બેલેટ સુવિધા આપવામાં આવશે. નોંધનીય છે કે અગાઉ, પોસ્ટલ બેલેટનો અધિકાર 80 વર્ષ સુધીના વૃદ્ધ અને અપંગ વ્યક્તિઓ માટે ઉપલબ્ધ હતો. ગયા વર્ષે 22 મી ઓક્ટોબરે કાયદા મંત્રાલયે એક જાહેરનામાં અનુસાર, ચૂંટણીમાં મત ટકાવારી વધારવા માટે 80 અને તેથી વધુ વયના વૃદ્ધો અને જુદી જુદી રીતે અસક્ષમ મતદારો માટે પોસ્ટલ બેલેટ પેપરની સુવિધા આપી હતી. તે સમયે, મંત્રાલયે બેલેટને મતદાન કરવાનો અધિકાર આપવા માટે ચૂંટણી…

Read More
4 2

ગણેશ ઉત્સવ મનાવવામાં મુંબઈ બાદ બીજા નંબરે આવતા સુરતનો ગણેશોત્સવ આ વખતે સાદાઈથી ઉજવાશે. સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતીએ (Ganesh Utsav Committee) મ્યુનિ.કમિ., પો.કમિ. તેમજ કલેકટર સાથે મીટિંગ કર્યા બાદ ગણેશોત્સવ (Ganesh Utsav)સાદાઈથી ઉજવવાની જાહેરાત કરી છે. જેના માટે સમિતીએ ગાઈડલાઈન પણ જાહેર કરી છે. જેની મુખ્ય વાત એ છે કે શહેરમાં આ વખતે ફક્ત 1 કે 2 ફૂટની ગણેશ પ્રતિમાઓની સ્થાપના થશે. એટલું જ નહીં આ વખતે મંડપ બાંધવામાં આવશે નહીં પણ ઘરે જ ગણેશ સ્થાપના કરવાની રહેશે. આ સાથે કોઈ પ્રકારની પ્રસાદીનું વિતરણ કરવામાં નહીં આવે. ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના મહામારી ચાલી રહી છે, ત્યારે સુરતમાં ગણેશ…

Read More
dead body 600 jpg 02 1496396505

સુરતમાં કોરોના પોઝિટિવ કેસોનો આંકડો પાંચ હજારની સંખ્યા વટાવી ગયો છે. શહેરમાં ગુરુવારે વધુ 191 પોઝિટિવ કેસ (Positive Case) નોંધાયા હતા. કુલ કેસોની સંખ્યા 5084 પર પહોંચી ગઈ છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 3 લોકોના મોત થયા છે. શહેરમાં કુલ મોતનો આંક 190 પર પહોંચ્યો છે. જે 3 લોકોના મોત થયા છે તેમાં એક પુરુષ અને બે મહિલાઓનો સમાવેશ થાય છે. ગુરુવારે શહેરમાં સૌથી વધુ કેસ કતારગામ વિસ્તારમાં જોવા મળ્યા હતા. કતારગામમાં 47 પોઝિટિવ કેસ નોંધાયા હતા. વરાછા-એ ઝોન માં પણ પોઝિટિવ કેસોની સંખ્યા વધતી જઈ રહી છે. ગુરુવારે અહીં 41 પોઝિટિવ કેસ નોંધાયા હતા. શહેરમાં કોરોનાના વધી રહેલા આંકડાને…

Read More
bet

બુધવારે ગાંધીનગર આયલેન્ડ વિકાસ ઓથોરિટીની મહત્વની બેઠક મળી હતી, જેમાં રાજ્ય સરકાર દ્વારા પિરોટન ટાપુ અને બેટ દ્વારકાના વિકાસ માટે મહત્વનાં નિર્ણયો લેવામાં આવ્યા હતા. પિરોટન, શિયાળ અને બેટ દ્વારકા ટાપુઓના વિકાસ માટે અંદાજિત 180 કરોડના ખર્ચે વિકાસ યોજના ચર્ચાઈ હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી આયલેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીની ત્રીજી બેઠકમાં પિરોટન ટાપુને નેચર રિલેટેડ એક્ટિવિટીઝ માટેનું પ્રવાસન આકર્ષણ કેન્દ્ર બનાવવા તેનો વિકાસ પર્યાવરણ જાળવણી સાથે કરવામાં આવે તેવો નિર્ધાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ બેઠકમાં એવો મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાયો હતો કે પુરાતન સાંસ્કૃતિક વિરાસત ધરાવતી બેટ દ્વારિકાના સર્વગ્રાહી પ્રવાસન વૈવિધ્યસભર વિકાસ માટે બેટ દ્વારકા આયલેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીની રચના રાજ્ય…

Read More
EXAM D

યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન યુનિવર્સિટી, કોલેજો સહિત અન્ય ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં વિવિધ કોર્સના ફાઈનર યરન કે સેમેસ્ટરની પરીક્ષાઓ માટે નવી ગાઈડલાઈન જાહેર કરી શકે છે. UGCની ગાઈડલાઈન્સ આવ્યા પહેલા એક તરફ ઉત્તર પ્રદેશ સરકાર આજે રાજ્યની યુનિવર્સિટી, કૉલેજો સહિત અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં ફાઈનલ યર/સેમેસ્ટર વિશે નિર્ણય લઈ શકે છે. જ્યારે ગુજરાતમાં પણ ફાઈનલ યરની તમામ પરીક્ષાઓ પર રોક લગાવી દેવામાં આવી છે. HRD મંત્રાલયના આદેશ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સિવાય કોરોનાના વધતા પ્રભાવ વચ્ચે પટના વુમન્સ કૉલેજે 6 જૂલાઈથી સેમેસ્ટર 3 અને 5ના વર્ગ શરૂ કરવાનું નિર્ણય લીધો છે. આ વખતે કૉલેજના તમામ વિદ્યાર્થીઓને આગામી સેમેસ્ટરમાં પ્રમોટ કરી…

Read More
new civil hospital 4884023 835x547 m 1

સુરત શહેરમાં સતત વધી રહેલા કોરોનાના કેસોને પગલે હવે વધુ ને વધુ અધિકારીઓને કોરોનાની કામગીરીમાં લગાવવામાં આવી રહ્યા છે. એ માટે ઘણા રિટાયર્ડ આઈ.એ.એસ. તેમજ આઈ.પી.એસ. કક્ષાના અધિકારીઓને કોરોનાની કામગીરીના સંકલન માટે તેમજ મોનિટરિંગ કરવા માટે નિમણૂક કરવામાં આવી છે. બુધવારે મનપા કમિશનર દ્વારા મનપાના રિટાયર્ડ અધિકારીઓને પણ કોરોનાની કામગીરી માટે ઓર્ડર કરવામાં આવ્યો છે. બુધવારે કરાયેલા ઓર્ડરમાં પુનિત નૈયર (આઈ.એ.એસ., ડેપ્યુટી કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ)એ કોવિડ ૧૯ અંતર્ગત સ્મીમેર હોસ્પિટલ, સ્મીમેર હોસ્પિટલ અને સમરસની સંકલનની કામગીરી સોંપવામાં આવી છે. તેમજ ક્ષીપ્રા આઈ.એ. સી.ઈ.ઓ.(સુડા)ને સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલી કોવિડ-૧૯ અંતર્ગત ડેઝિગ્નેટેડ થયેલા પ્રાઈવેટ હોસ્પિટલોના બેડ મેનેજમેન્ટ, એડમિશન અને ટ્રાન્સફરની તમામ કામગીરી,…

Read More
Corona virus us

સુરતમાં પરિસ્થિતિ હવે અમદાવાદ કરતા પણ વિકટ બનતી જઈ રહી છે ત્યારે સુરતમાં તાબડતોબ 1 હજાર સ્ટાફની વ્યવસ્થા કરાઈ છે. પરિસ્થિતિને પહોંચી વળવા ડોકટર, નર્સ સહિતના સ્ટાફની વ્યવસ્થા કરાઈ છે. વધતા જતા કેસને લઈ આયોજન કરાયું છે. એમબીબીએસ ઇન્ટરસીપ, પીજી અભ્યાસપૂર્ણ કરનાર તબીબ ફરજમાં જોડાશે. તમામ સ્ટાફની રહેવાની વ્યવસ્થા પણ ઉભી કરાઈ છે. ગુજરાતમાં 24 કલાકમાં 675 કોરોનાના કેસ નોંધાયા છે. જેમાં સુરતમાં 201 કેસ નોંધાયા છે. કોરોનાના કેસ હવે અમદાવાદ કરતા પણ વધી રહ્યાં છે. સુરતમાં હવે કોરોનાના કેસમાં વિસ્ફોટ થવાની શરૂઆત થઈ છે. સુરતની સ્થિતિ ગંભીર થવાના એંધાણ છે. ત્યારે સરસાણા કન્વેક્શન હોલમાં કોવિડ 19 હોસ્પિટલ તૈયાર કરવાની…

Read More