Author: Satya-Day

air india

એર ઇન્ડીયાએ એક ઓફિશીયલ નિવેદન દ્વારા આ જણાવ્યું છે કે પોતાનાં પાયલટ અને ચાલક દળનાં સભ્યો માટે , ‘ઉડાણ ભરતા પહેલાં તેમની કોવિડ-19 નાં તપાસનો રિપોર્ટ નેગેટિવ હોવો જોઇએ.’ મહત્વનું છે કે શનિવારનાં રોજ દિલ્હીથી માસ્કો માટે એર ઇન્ડીયાની એક ફ્લાઇટનો એક પાયલટ કોરોના સંક્રમિત થવાને વિશે હવાઈ ​​બંદરનાં કર્મચારીઓને ખ્યાલ આવ્યાં બાદ વિમાનને વચ્ચોવચ જ તેને પરત આવવાનું કહી દેવામાં આવ્યું. જો કે વિમાનમાં કોઇ જ યાત્રી સવાર ન હોતાં. પાયલટની કોવિડ-19 ની તપાસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, પરંતુ મેડિકલ રિપોર્ટની તપાસ કરવાવાળી એક ટીમથી ભૂલ થઇ ગઇ અને તેને ડ્યૂટી પર મોકલી દેવામાં આવ્યો. એર ઇન્ડીયાનાં કાર્યકારી નિર્દેશક,…

Read More
111830691 gettyimages 1209578002

લોકડાઉનમાં ફસાયેલા પ્રવાસી મજૂરોની અવર-જવર અને દેશમાં વધી રહેલા કોરોના સંક્રમણના કેસો મુદ્દે જન સ્વાસ્થ નિષ્ણાંતોનું કહેવુ છે કે જો પ્રવાસી મજૂરોને લોકડાઉન લાગૂ કર્યા પહેલા વતન જવાની મંજૂરી આપી દેવાઇ હોત તો દેશમાં કોરોના સંક્રમણના વધતા કેસોને અટકાવવા શક્ય હતા, કારણ કે એ સમયે મહામારીનો ફેલાવો ઓછા પ્રમાણમાં હતો. એમ્સ, જેએનયૂ, બીએચયૂ સહિત અન્ય સંસ્થાઓના જન સ્વાસ્થ નિષ્ણાંતોએ કોરોના વાયરસ પર એક રિપોર્ટમાં કહ્યુ કે પરત ફરી રહેલા પ્રવાસીઓ હવે દેશના દરેક ભાગમાં સંક્રમણ સાથે પહોંચી રહ્યા છે અને એવા વિસ્તારોમાં જઇ રહ્યા છે જ્યાં કોરોના સંક્રમણના કેસો નહિવત કે ખૂબ જ ઓછા પ્રમાણમાં હતા. ઇન્ડિયન પબ્લિક હેલ્થ એસોસિએશન,…

Read More
SMC

સુરત શહેરમાં કોરોનાના પોઝીટીવ કેસો સતત વધી રહ્યા છે. જેના પગલે સુરતમાં ઘણા વિસ્તારોને કન્ટેનમેન્ટ ઝોન (containment zone) માં મુકાયા હતા. ત્યારબાદ લોકડાઉન 4.0 (lockdown4) માં ઘણા વિસ્તારોને છુટછાટ આપવામાં આવી હતી. જે વિસ્તારોમાં કેસો ઓછા થયા તે વિસ્તારોમાં છુટછાટ અપાઈ હતી. પરંતુ જ્યાં કેસો છે તે સમગ્ર વિસ્તારોને કન્ટેનમેન્ટ ઝોનમાં જ મુકવામાં આવ્યા હતા. જેથી સ્થાનિકો દ્વારા માત્ર ઘર પુરતું જ કે સોસાયટી પુરતું જ કન્ટેનમેન્ટ ઝોન બનાવવા માંગણી કરાતા ઘણા વિસ્તારોને કન્ટેનમેન્ટમાંથી મુક્તિ આપવામાં આવી છે. સેન્ટ્રલ ઝોન(central zone, surat) વિસ્તારમાં રહેતા લોકોને ક્લસ્ટર (cluster) તરીકે જાહેર કરી બીજો હુકમ ન થાય ત્યાં સુધી ફરજીયાત હોમ ક્વોરન્ટાઈનમાં રહેવા…

Read More
4 16 1140x593 1

ભરૂચ (Bharuch) અને અંકલેશ્વરને જોડતા ઐતિહાસિક ગોલ્ડન બ્રિજના (golden Bridge) માર્ગ પર 2 ફૂટનું ગાબડું પડતાં દોડધામ મચી જવા પામી હતી, ત્યારે બ્રિજ સાંકડો હોવાને પગલે ભારે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. અંકલેશ્વર અને ભરૂચ શહેરને જોડતા ગોલ્ડન બ્રિજના દક્ષિણ છેડે એટલે કે, અંકલેશ્વરથી ભરૂચ તરફ આવતા માર્ગ પર છેલ્લા એક અઠવાડિયાથી નાનું ગાબડું પડ્યું હતું. જોકે આજરોજ એકાએક 2 ફૂટ ઊંડું ગાબડું પડી ગયુ હતું જેના કારણે ગોલ્ડન બ્રિજ પરનો વાહન વ્યવહાર ખોરવાઇ ગયો હતો. જેમાં વાહન વ્યવહાર ઉપર અસર થતાં લોકો કલાકો સુધી ટ્રાફિક જામમાં અટવાયા હતા. ઇ.સ. 1881માં બ્રિટીશ સરકારે તે સમયે રૂપિયા 45 લાખના ખર્ચે…

Read More
today pics 660 150420101836

18 મેથી શરૂ થયેલા કોરોનાવાયરસ પ્રેરિત લૉકડાઉનનો ચોથા તબક્કો રવિવારે પૂર્ણ થયો હતો. આ ચોથા તબક્કામાં રવિવારે સવારે 8 વાગ્યા સુધી 85,974 સીઓવીડ -19 કેસ નોંધાયા હતા, જે દેશમાં નોંધાયેલા કુલ કેસોમાંથી લગભગ અડધા છે.લોકડાઉન 4.0 જેન 31મેની મધ્યરાત્રિએ સમાપ્ત થયું હતું, તેમાં કોરોનાવાયરસ ચેપના કુલ કેસોના 47.20 ટકા કેસો નોંધાયા છે, જે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા પરથી જાણવા મળ્યું છે. લૉકડાઉન, જે પ્રથમ 25 માર્ચે શરૂ કરવામાં આવ્યું હતું અને 21 દિવસ સુધી વિસ્તર્યું હતું, તેમાં 10,877 કેસ નોંધાયા હતા, જ્યારે બીજા તબક્કાના કર્બ્સ જે 15 એપ્રિલથી શરૂ થયા હતા અને 3 મે સુધી 19 દિવસ સુધી લંબાયા હતા,…

Read More

દેશમાં કોરોનાના ચેપના વધતા કેસ વચ્ચે એક વાર આવતીકાલથી ફરી ટ્રેન પાટે ચઢી રહી છે અને રેલવે સોમવાર 1 જૂનથી 200 નવી સ્પેશિયલ ટ્રેનનું સંચાલન કરવા જઇ રહી છે. રેલવે દ્વારા રવિવારે કહેવાયું હતું કે તેઓ 1લી જૂનથી 200 સ્પેશિયલ ટ્રેન ચલાવવાનું શરૂ કરી રહ્યા છે. પહેલા દિવસે જ 1.45 લાખ કરતાં વધુ મુસાફરો તેમાં પ્રવાસ કરશે.ગૃહ મંત્રાલયની ગાઇડલાઇન અનુસાર દરેક મુસાફરે એન્ટ્રી અને એક્ઝિટ પર ફરજીયાત સ્ક્રિનિંગ કરાવવું પડશે. રેલવે દ્વારા એવું પણ કહેવાયું છે કે 1લી જૂનથી 30મી જૂન સુધીમાં અંદાજે 26 લાખ મુસાફરોએ એડવાન્સ રિઝર્વેશન પિરીયડ માટે પોતાની ટિકિટ બુક કરાવી લીધી છે. રેલવેના જણાવ્યા અનુસાર 12મીમેથી…

Read More
11 2

ભીલાડ નજીક તલવાડા હાઈવે ઉપર આવેલી એક પ્લાયવુડ બનાવતી કંપનીમાં રાત્રે ભીષણ આગ લાગતા અફડાતફડી મચી જવા પામી હતી. આગ બુઝાવવા ઉમરગામ, સરીગામ, વાપી અને દમણથી ફાયરની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. આગ એટલી ભીષણ હતી કે રાતથી સવાર સુધી બુઝાવવાની કામગીરી ચાલતી રહી હતી. જોકે સદનસીબે કોઈ જાનહાની થઇ ન હતી. પ્રાપ્ત સુત્રો પાસેથી મળતી જાણકારી મુજબ ભીલાડ નજીક નેશનલ હાઇવે નંબર ૪૮ તલવાડા ગામ ખાતે આવેલી પ્લાયવુડ બનાવતી ટાઈમેક્સ ડોર ટાઈમેક્સ પ્લાયવૂડ લકી પ્લાયવુડ નેમીલેટ્સ નામની કંપનીમાં શનિવારે રાત્રે કોઈક કારણસર અચાનક આગ લાગતા ધુમાડાના ગોટેગોટા આકાશમાં છવાઈ ગયા હતા અને અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. તલવાડાના ગામ લોકોમાં…

Read More
IMG 20200531 180958

કોરોના વાઈરસ મહામારીને કારણે માસ્ક પહેરવું જરુરી થઈ ગયું છે. કેટલાક લોકોનું કહેવું છે કે, માસ્ક પહેરવાથી શ્વાસમાં આવતા ઓક્સિજનની માત્રા ઘટી જાય છે અને શ્વાસ બહાર કાઢીએ ત્યારે જે કાર્બન ડાયોક્સાઈડ બહાર નીકળે છે તે પાછો શ્વાસમાં જાય છે. જેના કારણે માથામાં દુખાવો, ગભરામણ જેવી સમસ્યા થઈ શકે છે. લોકો ઘરની બહાર નિકળતા પહેલા પોતાના મોઢાને માસ્ક અથવા તો રુમાલ વડે ઢાંકી દે છે. જેથી કોરોનાનો ખતરે ખુબ જ આછો થઈ જાય છે. તે માટે માસ્ક ભારતમાં પણ હવે અનિવાર્ય કરી દીધું છે. પરતું હવે ફેસ માસ્કને લઇ એક નવી વાત સામે આવી રહી છે. તાજેતરમાં જ સોશિયલ મીડિયમાં…

Read More
surat2

સુરતમાં જે વિસ્તારોમાં પોઝીટીવ (positive) કેસો આવી રહ્યા છે તે વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવી રહ્યા છે. અને તે વિસ્તારોના લોકોને ફરજીયાત હોમ કોરેન્ટાઈન રહેવાનો આદેશ પણ આપવામાં આવી રહ્યો છે. જેને પગલે સુરતમાં માત્ર ઘર પુરતુ જ આ નિયમ લાગુ કરવામાં આવે તે માટે ઘણી રજુઆતો પણ કરવામાં આવી રહી છે. અનને તે માટે હવે આજે માનદરવાજા ટેનામેન્ટવાસીઓ દ્વારા વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ પણ કરવામાં આવશે. કોવિડ-19 ના કારણે 22 માર્ચથી સતત લોકડાઉનની પરિસ્થિતિના કારણે ગરીબ-મધ્યમવર્ગ પરિવારો આર્થિક, માનસિક અને શારીરિક રીતે નબળા થયેલા લોકોને ઘણી અગવડતા પડી રહી છે. હાલમાંં સુરત મહાનગરપાલિકા દ્વારા કોવિડ-19 ના પોઝિટીવ કેસ ધરાવતા…

Read More
DIWALI TRAIN

સુરત રેલવે સ્ટેશન પરથી દોડતી તમામ શ્રમિક ટ્રેનોને આજથી બંધ કરાઈ છે. કોઈ પણ શ્રમિક ટ્રેન હવે પછી દોડાવવામાં આવશે નહીં. સુરત (Surat) કલેક્ટર દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અત્રે જણાવવાનું કે ઓડિશાની ગત રોજ 3 ટ્રેન રદ કરાઈ હતી. જો કે પશ્ચિમ બંગાળ માટેની ટ્રેન ઉધના રેલવે સ્ટેશનથી ઉપડશે. આ અગાઉ શુક્રવારે મુસાફરોના અભાવે 7 ટ્રેન રદ કરાઈ હતી. તે પહેલા 10 ટ્રેનો પણ આ રીતે કેન્સલ કરાઈ હતી. સુરતમાં શનિવારે મોડી સાંજે પણ બીજા 14 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ શનિવારે કુલ 59 પોઝિટિવ કેસ નોંધાયા છે.

Read More