Author: Satya-Day

lok

વડાપ્રધાન નરેન્દ્ર મોદના નેતૃત્વમાં સતત બીજી વખત સરકાર બન્યા બાદ આજથી સંસદનું પ્રથમ સત્ર શરૂ થઇ રહ્યું છે. આ સત્રમાં બીજા કાર્યકાળનું પ્રથમ બજેટ પણ રજૂ કરવામાં આવશે. આ સાથે બજેટ સત્રમાં સરકાર મહત્વપૂર્ણ બિલ પસાર કરશે. ઉલ્લેખનીય છે કે લોકસભાના આ સત્ર અગાઉ એક દિવસ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સર્વદલીય પક્ષની બેઠક બોલાવી ત્રણ તલાક સહિત મહત્વના બિલ પર વિપક્ષના સહયોગની અપીલ કરી હતી. આ બજેટ સત્રમાં પહેલા બે દિવસ નવ નિયુક્ત સાંસદોને પ્રોટેમ સ્પીકર ડો. વીરેન્દ્ર કુમાર શપથ અપાવશે. બુધવારના રોજ લોકસભા અધ્યક્ષની ચૂંટણી યોજાશે. ત્યારબાદ રાષ્ટ્રપતિ ગુરૂવારના રોજ બંને સંદનની સંયુક્ત બેઠકને સંબોધન કરશે. જ્યારે નાણા પ્રધાન…

Read More
civil surat

પશ્ચિમ બંગાળમાં તબીબો પર થયેલા હુમલાના વિરોધમાં સમગ્ર દેશના તબીબો આજે હડતાળ પર ઉતરી ગયા છે. જેમાં સુરત શહેરના તબીબોએ પણ આ હડતાળને ટેકો જાહેર કર્યો છે. આજે સવારથી જ સિવિલ હોસ્પિટલમાં ઓપીડી બહાર લાઈન લાગવાની શરૂઆત થઈ ગઈ છે.સવારે આઠ વાગ્યે રેસિડેન્ટ તબીબો આવી જતા હોય છે. જોકે, આજે હડતાળ પર હોવાથી કોઈ આવ્યું નથી. અને એપી એસોશિએટ, પ્રોફેસર અને એચઓડી પર સારવારની જવાબદારી આવી ગઈ છે. પશ્ચિમ બંગાળમાં તબીબો પર થયેલા જીવલેણ હુમલાના વિરોધમાં ઈન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા દેશ વ્યાપી હડતાળનું એલાન કરાયું છે. જેમાં સુરત શહેરમાં ઈન્ડિયન મેડિકલ એસોસિએશન સાથે જોડાયેલા 3500 તબીબો તેમજ સિવિલ હોસ્પિટલ અને…

Read More
hong

હોંગકોંગમાં સરકાર સામે રોષ વધી રહ્યો છે. સરકાર દ્વારા લાવવામાં આવેલા પ્રત્યાર્પણ બિલનો સ્થાનિકો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. જેને પગલે હાલ સરકારે બિલને સસ્પેન્ડ કરી દીધુ છે, જોકે સરકારના આ દાવાઓને વિરોધ પ્રદર્શન કરી રહેલા માનવ અધિકાર સંગઠનો માનવા તૈયાર નથી. પરીણામે બિલ સસ્પેન્ડ કરવાના દાવા વચ્ચે પણ બહુ જ મોટી સંખ્યામાં લોકોએ હોંગકોંગમાં રેલી કાઢી હતી અને સરકાર પ્રત્યે રોષ ઠાલવ્યો હતો. થોડા દિવસ પહેલા પણ આ જ પ્રકારની રેલી સ્થાનિકો દ્વારા કાઢવામાં આવી હતી. એટલી જ સંખ્યામાં લોકો આ વખતે પણ રસ્તા પર ઉતર્યા હતા અને લોકશાહી ઢબે સરકારના નિર્ણયનો ઉગ્ર વિરોધ કર્યો હતો. અગાઉની જેમ…

Read More
whatsapp

વોટ્સએપ એ તેના પ્લેટફોર્મ દ્વારા ફેક ન્યૂઝ પર લગામ કસવા માટે એક નવું પગલું લીધું છે. વોટ્સએપ હવે એવા વપરાશકર્તાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરશે જે ઘણા સંદેશ મોકલશે જેમ કે બલ્ક મેસેજિંગ અથવા ઓટોમેટેડ મેસેજિંગ. કંપનીએ એક અપડેટ માં જણાવ્યું છે. વોટ્સએપ વપરાશકર્તાઓ તેમના સેવા શરતોનું ઉલ્લંઘન કરનારા પર પ્રતિબંધ લાવી શકે છે. આવી પ્રવૃત્તિઓમાં સામેલ વ્યક્તિઓ અથવા કંપનીઓએ 7 ડીસેમ્બર થી કાનૂની કાર્યવાહીનો સામનો કરવો પડશે. આ અમારી પ્લેટફોર્મની બહાર ઉપલબ્ધ માહિતી પર આધારિત છે. તેમ છતાં, ઓટોમેટેડ અથવા બલ્ક મેસેજિંગ અથવા બિન-વ્યક્તિગત ઉપયોગ જેવી સેવાની શરતોનું ઉલ્લંઘન કરનારા દુરુપયોગમાં રોકાયેલા અથવા દુરુપયોગમાં સહાયતા કરનારા લોકો વિરુદ્ધ કાનૂની કાર્યવાહી…

Read More
SWIC BANK

સ્વિત્ઝરલેન્ડની બેંકોમાં ગુપ્ત રીતે ખાતું ધરાવતા ભારતીયો વિરુદ્ધ બંને દેશોની સરકારે સકંજો કસવાનું શરુ કર્યું છે. સ્વિત્ઝરલેન્ડના અધિકારી આ સંદર્ભમાં ઓછામાં ઓછા 50 ભારતીયો લોકોની બેંક સંબંધિત માહિતી ભારતીય અધિકારીઓને સોંપવાની પ્રક્રિયામાં લાગ્યા છે. આવા લોકોમાં મોટા ભાગના જમીનની મિલકતા, નાણાંકીય સેવા, ટેકનોલોજી, દૂરસંચાર, પેન્ટ, ઘરેલુ વસ્તુઓ, કપડાં, એન્જિનિયરિંગ અને આભૂષણોના ક્ષેત્રમાં કારોબાર કરતાં મોટા ઉદ્યોગપતિઓ સામેલ છે. એમાંથી કેટલીક બોગસ કે ડમી કંપની પણ હોઈ શકે છે. આ મહત્વની માહિતી બંને દેશો વચ્ચેના અરસપરસના વહીવટી સહાયતા પ્રક્રિયામાં સામેલ અધિકારીઓએ આપી છે. સ્વિત્ઝરલેન્ડની સરકાર ટેક્સ-ચોરોને પોતાને ત્યાં સાચવે છે, તેવી પોતાના દેશની છબીને બદલવા માટે કેટલાય વર્ષો સુધારા કર્યા છે.…

Read More
OPD

પશ્ચિમ બંગાળમાં ડોક્ટરોની માર-પીટની ઘટનાથી ઇન્ડિયન મેડિકલ એસોશિએશન દેશભરમાં સોમવારે 24 કલાકની હડતાળનું એલાન કર્યું છે. જેનાથી તમામ બિન-જરૂરી સુવિધાઓ બંધ રહેશે અને હોસ્પિટલોની OPD સવારે 6 વાગ્યાથી બંધ રહેશે. આ સિવાય IMAના દિલ્હી હેડક્વાટર્સમાં ધરણાં પ્રદર્શન સોમવારે સવારે 10 વાગ્યાથી શરૂ થશે. IMAના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજન શર્માએ જણાવ્યું કે, પહેલીવાર કોર્પોરેટ હોસ્પિટલ પણ હડતાળમાં સામેલ થઇ રહ્યાં છે. એમ્સ અને સફદરગંજના રેસિડેન્ડ ડોક્ટર્સ એસોશિએશનને પણ હડતાળમાં સામેલ થવાની અપીલ કરી છે. જો કે તેમનું વલણ હજૂ સ્પષ્ટ થયું નથી. હાઇ ફિવર, ઇજા, છાતીમાં દુખાવો હોય, હાર્ટ અટેક આવે તો દર્દી ઇમર્જન્સીમાં જઇને સારવાર કરાવે, રૂટિન OPD બંધ રહેશે અને…

Read More
GAMDU

પહેલી ઈનિંગમાં મોદી સરકાર દ્વારા સ્વચ્છતા, ગેસ અને વીજળી કનેક્શન પહોંચાડવા પર ફોકસ કર્યુ હતુ. હવે ગામડાઓમાં પાઈપલાઈન થકી પાણી પહોંચાડવાની યોજનાને પ્રાથમિકતા અપાશે તેવી જાહેરાત મોદી સરકારે કરી છે. જોકે આ કામ એટલુ આસન નથી. નીતિ આયોગની બેઠકમાં પણ પીએમ મોદીએ કહ્યુ હતુ કે, આપણો મુખ્ય ઉદ્દેશ પાણી સાથે જોડાયેલા તમામ પ્રશ્નોનો ઉકેલ લાવવાનો છે અને આ માટે જ જળ શક્તિ મંત્રાલયને જવાબદારી સોંપાઈ છે. અમારૂ લક્ષ્ય 2024 સુધીમાં ગામડાના ઘરોમાં પાઈપ લાઈન થકી પાણી પહોંચાડવાનુ છે. સૂત્રોનુ કહેવુ છે કે, આ પણ શૌચાલય જેવુ જ લક્ષ્ય છે. 2014માં માત્ર 33 ટકા ટોયલેટ્સ હતા અને 2018માં તે 99 ટકા…

Read More
RAJKOT PSI

રાજ્યમાં પોલીસ દારની બદી સાથે પોલીસ કડક હાથે કામ લઈ રહી છે, ત્યારે રાજકોટમાં ખુદ એક પીએસઆઈ દારૂની બોટલ સાથે પકડાતા ચકચાર ફેલાઈ છે. રાજકોટમાં ટ્રાફિક પીએસઆઈ તરીકે ફરજ બજાવતા જે. બી. મકવાણા ગ્રીન લેન્ડ ચોકડી પાસેથી દારૂની બોટલ સાથે ઝડપાઈ ગયા છે. તેમની સાથે એક ટ્રાફિક વોર્ડન પણ ઝડપાયો છે. રાજકોટ બી ડિવિઝન પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. દારૂ સાથે પકડાયેલા પીએસઆઈ સામે હવે ખાતાકીય પગલાં પણ લેવાઈ શકે છે.

Read More
JAMNAGAR

સામાન્ય રીતે કેહવાય છે કે છોકરો અને છોકરી સાત ફેરી ફર્યા બાદ સાત જન્મના બંધનમાં બંધાઈ જાય છે અને જીવન ભર બન્ને એક બીજાના સુખ ધુખના ભાગીદાર બનવુ પડે છે, પરંતુ અહીયા કઈક અલગ જ કહાની સામે આવી છે. આ કહાની છે જામનગરમાં રહેતા 17 વર્ષીય હિરલ અને 22 વર્ષીય ચીરાગની આવો જાણીએ શુ છે આ પ્રેમ ભરી કહાની. રીલ લાઈફ નહીં પણ રિયલ લાઈફનો કિસ્સો: જામનગરના જીલ્લાના ડબાસણ ગામમાં રહેતી 18 વર્ષીય હિરલની સગાઈ 28 માર્ચના રોજ 22 વર્ષીય ચીરાગ ગજ્જર સાથે થઈ હતી અને ત્યાર બાદ હિરલના 18 વર્ષ પુરા થયા બાદ ઉનાળાના વેકશનમાં લગ્ન લેવાનુ નક્કી કર્યુ હતુ,…

Read More
PUBG 886916

બાળકોમાં હજી પણ પબદીનો ક્રેઝ ઓછો થયો નથી. ફક્ત છ મહીનામાં જ પબજી પ્લેયર્સની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. રમતને આનંદપુર્ણ બનાવવા માટેનો તમામ મસાલો તેમાં છે. આ ગેમમાં એડિક્શન થવાની શક્યતા ખુબ વધી જાય છે. તો જાણો તમારા બાળકને કઈ રીતે એડડિક્ટ થયો બચાવી શકાય. ગેમ રમવા માટે સ્થળ અને સમય મર્યાદા નક્કી કરો.નક્કી કરેલા સમય પ્રમાણે ગેમ રમવાનું રાખો અને સમય શિડ્યુલ પ્રમાણે અનુસરો. તમારું બાળક એક ગેઈમમાં ફેઈલ થાય તો ફરીથા બીજી ગેઈમ ચાલુ કરવાથી રોકો. આમ કરવાથી ઘણો સમય ૂચી જશે. બચેલા સમયમાં બાળકને અન્ય કોઈ મનપસંદ પ્રવૃતિ કરવા દો. જેથી ગેઈમ રમવાનો અફસોસ ન થાય.…

Read More