Author: સત્ય ડે - ડેસ્ક ન્યુઝ

દારૂબંધીની અરજી મામલે ચુકાદો આપતા હાઈકોર્ટનો ચુકાદો સામે આવ્યો છે.જેમાં હાઇકોર્ટે કહ્યું છે કે દારૂબંધીને પડકારતી અરજીઓની સુનાવણી હાઈકોર્ટમાં થઈ શકે છે.આ મામલે હાઈકોર્ટ દ્વારા મોટા નિર્ણયો આપવામાં આવ્યા છે.ઉલ્લેખનીય છે કે રાઈટ ટુ પ્રાઈવસીના આધારે હાઈકોર્ટમાં દારૂબંધીને પડાકરતી અરજી હાઈકોર્ટમાં કરવામાં આવી હતી.જેના ચુકાદો આપતા હાઈ કોર્ટે કહ્યું હતું કે ‘દારૂબંધીને લઈને જે પણ અરજીઓ હતી તે હાઈકોર્ટમાં ટકવા પાત્ર છે’ આ અરજીમાં અરજદાર દ્વારા એવો વાંધો કરવામાં આવ્યો હતો કે વ્યક્તિ પોતાના ઘરમાં શું ખાઈ શકે શું પી શકે તેનો અંકુશ સરકાર ન રાખી શકે. જોકે આ મામલે એડવોકેટ જનરલે વાંધો ઉઠાવ્યો હતો કે હાઈકોર્ટમાં અરજદાર આવી અરજી…

Read More

ગુજરાતમાં આજકાલ રાજકારણ ચરમસીમા પર છે.ગુજરાતમાં બે મુખ્ય પક્ષ સાથે ત્રીજા પક્ષ તરીકે આપે પણ મજબૂત એન્ટ્રી મારી છે.ત્રણે પક્ષ અત્યારે યાત્રાના મૂડમાં છે.એક તરફ સરકાર તરફથી સરકારના ગુણગાન ગાતી ‘જન આશીર્વાદ યાત્રા’ ચાલી રહી છે.જેના વિવિધ કાર્યક્રમોમાં સી એમ રૂપાણી ડેપ્યુટી સી એમ નીતિન પટેલ સહીત ભાજપના મોટા નેતાઓ જોડાઈ રહ્યા છે. આ યાત્રા કેન્દ્રીય મંત્રી પરશોતમ રૂપાલા,.કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાની,દર્શના બહેન જરદોશ,દેવું સિંહ ચૌહાણ સહીત મોટા નેતાઓ સાથે રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં યોજાઈ રહી છે. બીજી તરફ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી સહીત કોંગ્રેસના નેતાઓ દ્વારા ગત તારીખ 16 ઓગસ્ટથી ‘ન્યાય યાત્રા’નું…

Read More

8 ઓગસ્ટના રોજ અષાઢ મહિનો પૂર્ણ થઈ જશે. 9 ઓગસ્ટથી શ્રાવણ મહિનાનો સુદ પક્ષ શરૂ થઈ જશે. રવિવારે સર્વાર્થસિદ્ધિ યોગ અને પુષ્ય નક્ષત્રનો યોગ રહેશે. આ કારણે આ દિવસ વધારે ખાસ બની ગયો છે. અમાસના દિવસે કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરીને તીર્થ યાત્રા કરવાની પરંપરા છે. હાલ કોરોના મહામારીના કારણે મંદિરમાં કે તીર્થ સ્થાને દર્શન કરવા જઈ શકો નહીં તો પોતાના ક્ષેત્રમાં કોઈ મંદિરમાં શિવજીની પૂજા કરી શકો છો. અમાસના દિવસે નદીમાં સ્નાન કરી શકો નહીં તો પોતાના ઘરે જ બધી જ પવિત્ર નદીઓનું ધ્યાન કરો. પાણીમાં ગંગાજળ મિક્સ કરીને સ્નાન કરો. આવું કરવાથી પણ ઘરમાં જ તીર્થ સ્નાનનું ફળ મળી શકે…

Read More

વરસાદની સિઝનમાં લીલા શાકભાજીનું સેવન ટાળવું જોઈએ. આમ કરવાથી આપણા શરીરને ફાયદો થવાને બદલે નુકસાન થઈ શકે છે. વરસાદની ઋતુમાં ભેજ ચરમસીમાએ હોય છે. જે બેક્ટેરિયા અને વાયરસના પ્રજનન માટે આદર્શ સમય છે. આ કારણે લીલા શાકભાજીમાં જંતુઓ ખીલે છે. તે જંતુઓ આ લીલા શાકભાજી પર ઇંડા મૂકે છે અને પાંદડા ખાઈને પોતાનું પોષણ કરે છે. આવી સ્થિતિમાં આ શાકભાજીનું સેવન કરવાથી તે કીડા તમારા પેટ સુધી પણ પહોંચી શકે છે અને તમે બીમાર થઈ શકો છો. આયુર્વેદમાં એવું માનવામાં આવે છે કે આ સિઝનમાં લીલા શાકભાજીનું સેવન શરીરમાં ટૈક્સીવ સ્તરને વધારી શકે છે. જે શરીરમાં બીમારી થવાનું જોખમ પણ વધારે…

Read More

શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતી મહિલાએ માથાભારે શખસ પાસે પોતાની ગિરવી મૂકેલી બાઇકના પૈસા ન ભરી શકતાં તેણે 4 વર્ષથી મહિલાને બળજબરીથી પોતાના ઘરમાં જ રાખી લીધી હતી. મહિલાની પુત્રીએ આ મામલે 181 મહિલા સુરક્ષા અભયમને ફોન કરી મદદ માગતાં તેણે સ્થળ પર પહોંચી મહિલાને મુક્ત કરાવી હતી. મહિલાએ પોલીસમાં ફરિયાદ કરવાનો ઇનકાર કર્યો હતો. પૂર્વ વિસ્તારમાં રહેતી એક કિશોરીએ અભયમ 181 મહિલા હેલ્પલાઇનમાં ફોન કરી જણાવ્યું હતું કે એક વ્યક્તિએ મારી મમ્મીને ગોંધી રાખી છે તેને છોડાવવા વિનંતી કરી હતી. જેથી અભયમની રેસ્ક્યૂ ટીમ તાત્કાલિક પહોંચી ઘરમાં બંધ રખાયેલી મહિલાને મુક્ત કરાવી હતી. 42 વર્ષની આ મહિલા અને તેમનો પતિ છૂટક…

Read More

વડોદરામાં આયુષમાન કાર્ડ માટે લોકોની બેફામ ભીડ જોવા મળી. કોરોનાના કાળમાં આર્થિક ભીંસનો સામનો કરી રહેલા લોકોને હવે ખાનગી હોસ્પિટલમાં સારવાર પરવડે તેમ નથી.શહેરની જમનાબાઈ હોસ્પિટલમાં લોકો આયુષમાન કાર્ડ અને મફત ઈલાજ માટે સવારથી લાઈનમાં ઉભા રહે છે.. અને સોશિયલ ડિસ્ટંસનું પાલન કરવામાં આવતું નથી.  કેટલાક લોકો એવા હતા જેમણે યોગ્ય રીતે માસ્ક પણ નહોતો પહેર્યો.. તો બીજી તરફ વડોદરામાં કાર્ડ માટે એક જ સેન્ટર કાર્યરત હોવાથી લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવે છે.

Read More

IDBI BANKએ 920 એક્ઝિક્યુટિવ પોસ્ટ્સની ભરતી માટે સત્તાવાર વેબસાઇટ પર જાહેરનામું બહાર પાડ્યું છે. રસ ધરાવતા ઉમેદવારો બેંકની સત્તાવાર વેબસાઈટ idbibank.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે. જણાવી દઈએ કે આ તમામ ખાલી જગ્યાઓ માટે અરજી કરવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. IDBI બેંકમાં નોકરી મેળવવા માંગતા સ્નાતક ઉમેદવારો માટે આ સારા સમાચાર છે. IDBI બેન્કે દેશભરમાં સ્થિત તેની વિવિધ શાખાઓ અને ઓફિસોમાં એક્ઝિક્યુટિવના પદ માટે ભરતી માટે જાહેરાત બહાર પાડી છે.આ IDBI બેંકની જગ્યાઓ માટે અરજી કરનાર ઉમેદવારોની ઉંમર 20 વર્ષથી ઉપર અને 25 વર્ષથી ઓછી હોવી જોઈએ. અરજદારોએ 55% ગુણ સાથે ગ્રેજ્યુએશન પાસ કર્યું હોવું જોઈએ. IDBI બેંક ભરતી…

Read More

ભારત સહિત સમગ્ર દુનિયાના દેશોમાં લગ્નમાં અલગ અલગ પ્રકારના રિત રિવાજોનું પાલન કરવામાં આવે છે. જે સદીઓથી ચાલ્યું આવે છે. જો કે અમુક રીત રિવાજો એવા છે. જેના જાણવામાં આપને મજા આવશે, પણ થોડી વારમાં કહેવા લાગશો કે આવા તે કેવા રિવાજ.ચીનના તુજિયા સમુદાયમાં લગ્નના એક મહિના પહેલાથી થનારી દુલ્હન અને ઘરની બાકીની મહિલાઓ રોજ રડે છે. આ પરંપરા સદીઓથી ચાલી આવે છે અને તેને શુભ માનવામાં આવે છે. ગ્રીક પરંપરામાં મહેમાન અને પરિવારના સભ્યો મળીને ખાવાની પ્લેટ તોડે છે. તેને વર વધુ માટે સૌભાગ્યની વાત માનવામાં આવે છે. એક વિશેષ કેન્યાઈ જનજાતિનમાં લગ્નના સમયે દિકરી પર થૂકવાનો રિવાજ છે. અહીં પિતા…

Read More

સેન્ટ્રલ બોર્ડ ઓફ સિક્યોરિટી એજ્યુકેશનએ સેન્ટ્રલ ટીચર એલિજિબિલિટી 2021ની એક્ઝામ પેટર્નમાં ફેરફાર કરીને ઓનલાઈન પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે. આ વિશે બોર્ડે નોટિફિકેશન જાહેર કરીને જણાવ્યું કે, ટીચિંગમાં આવનારા કેન્ડિડેટ્સની ક્વોલિટી વધારવા માટે CTET- 2021ને હવે ઓનલાઈન મોડમાં ડિસેમ્બર 2021/જાન્યુઆરી 2022માં લેવામાં આવશે. CBSEનું કહેવું છે કે, ઓનલાઈન મોડમાં પરીક્ષા લેવાથી ભવિષ્યના કેન્ડિડેટ્સને કમ્પ્યુટર શીખવા અને તેનો અભ્યાસ કરવાની પ્રેરણા મળવાની શક્યતા છે. આ સાથે જ પ્રશ્નપત્ર અને OMR શીટના પ્રિન્ટિંગને લીધે થતો કાગળનો વ્યય પણ રોકી શકાશે.CBSEએ સિલેબસમાં પણ ફેરફાર કર્યા છે. આ વખતે ફેક્ચ્યુઅલ નોલેજને બદલે ક્રિટિકલ થિન્કિંગ, પ્રોબ્લેમ સોલ્વિંગ, રીઝનિંગ, કોન્સેપ્ટની સમજ અને એપ્લિકેશનનું નોલેજ ચકાસવામાં આવશે.…

Read More

દિલ્હી યુનિવર્સિટીમાં અંડરગેજ્યુએટ કોર્સમાં એડમિશન માટે રજીસ્ટ્રેશન પ્રોસેસ આજથી શરુ થઈ ગઈ છે. એડમિશન લેવા ઈચ્છુક કેન્ડિડેટ્સ DUના એડમિશન પોર્ટલ પર ઓનલાઈન અપ્લાય કરી શકે છે. UG કોર્સમાં મોટાભાગના એડમિશન ધોરણ 12ની બોર્ડ એક્ઝામને આધારે તૈયાર કરેલા મેરિટ લિસ્ટને આધારે થાય છે. જો કે, અમુક કોર્સ માટે એન્ટ્રન્સ એક્ઝામ આપવી પડશે. આ ઉપરાંત યુનિવર્સિટીમાં હાલ PG કોર્સમાં એડમિશન માટે રજીસ્ટ્રેશન પ્રોસેસ ચાલુ છે. આ વર્ષે અંડરગેજ્યુએટ કોર્સ માટે કટ ઓફ માર્ક્સ હાઈ રહેવાની સંભાવના છે. આ વર્ષે ઘણા વિદ્યાર્થીઓએ CBSE ધોરણ 12માં 95%થી વધારે માર્ક્સ મેળવ્યા છે. આથી કટ ઓફ હાઈ જઈ શકે છે. DU ઘણા રાઉન્ડમાં એડમિશન કન્ડક્ટ કરશે.…

Read More