Author: Satya Day

indian money 1

અમદાવાદઃ હવે હોળીના તહેવારમાં ગણતરીના દિવસો બાકી છે. આપણે બધાં જાણીએ છીએ કે હોળી પહેલાં, દરેક વ્યક્તિ પાપડ અને ચિપ્સ જેવી ઘણી બધી વસ્તુઓ પોતાના ઘરમાં તૈયાર કરે છે. આવા સમયે તમે પાપડનો બિઝનેસ શરૂ કરીને સારી કમાણી કરી શકો છો. જોકે આ હંમેશા ચાલતો વ્યવસાય છે, પરંતુ હોળીના સમયમાં આ બિઝનેસ દ્વારા તમે બમ્પર ફાયદો મેળવી શકો છો. ચાલો તમને જણાવીએ કે કેવી રીતે આ બિઝનેસ શરૂ કરવો અને તેના માટે કેટલા રૂપિયાની જરૂર પડશે. તમે 10 હજારથી 2 લાખ રૂપિયાનું રોકાણ કરીને આ બિઝનેસ શરૂ કરી શકો છો. પાપડ મેકિંગ બિઝનેસ ફક્ત 2 લાખ રૂપિયામાં કરી શકાય છે.…

Read More
bank office

દેશમાં 1 એપ્રિલથી કેટલીક બેન્કોની ચેકબુક અને પાસબુક ઇનવેલિડ થઇ જશે. આ એવી બેન્કો છે જેમનુ અન્ય બેન્કમાં મર્જર 1લી એપ્રિલ 2019થી 1 એપ્રિલ 2020થી લાગુ થયુ છે. આ બેન્કોના નામ આ પ્રમાણે છે દેના બેન્ક, વિજ્યા બેન્ક, કોર્પોરેશન બેન્ક, આંધ્ર બેન્ક, ઓરિએન્ટલ બેન્ક ઓફ કોમર્સ, યુનાઇટેડ બેન્ક અ અલ્હાબાદ બેન્ક છે. દેના અને વિજ્યા બેન્કનું મર્જર બેન્ક ઓફ બરોડામાં થયુ હતુ અને તે 1 એપ્રિલ 2019થી અમલમાં આવ્યુ. તો ઓરિએન્ટલ બેન્ક અને યુનાઇટેડ બેન્કનું મર્જર પંજાબ નેશનલ બેન્કમાં, સિન્ડિકેટ બેન્કનું  મર્જર કેનેરા બેન્કમાં તેમજ આંધ્ર બેન્ક અને કોર્પોરેશન બેન્કનું મર્જર અલ્હાબાદ બેન્કમાં થયુ છે. અન્ય બેન્કોમાં મર્જર થયેલા બેન્કોના…

Read More
Gold

મુંબઇઃ સોનાને સંકટ સમયની સાંકળ ગણાય છે અને તેમાં કરેલુ રોકાણ પણ સુરક્ષિત છે. હાલ સોનામાં રોકાણ માટેનો ઉત્તમ સમય છે કારણ કે સોનું તેની ઐતિહાસિક ઉંચી સપાટીથી લગભગ 11000 રૂપિયા જેટલુ અને ટકાવારીમાં કહીયે તો 22 ટકા જેટલુ સસ્તુ થઇ ગયુ છે. સોનાના ભાવમાં ઘટતા રોકાણકારો હાલ રોકાણ કરવામાં ડરી રહ્યા છે કારણે તેમને ભાવ વધુ ઘટવાની ચિંતા છે. બુલિયન બજારના નિષ્ણાંતોનું કહેવુ છે કે, સોનાની કિંમતો દબાણ હેઠળ હોવા છતાં લાંબા સમય સુધી તે નીચી રહેશે નહીં. ડોલમરાં નબળાઇ, મોંઘવારીમાં વધારો અને તલરતા વધતા સોનાની કિંમતો ફરી વધી શકે છે. આજે ગુરુવારે અમદાવાદના ઝવેરી બજારમાં સોનાની કિંમત 500…

Read More
business to close in lockdown

નવી દિલ્હીઃ કોરોના મહામારી અને લાંબા લોકડાઉનના કારણે ભારતની અર્થવ્યવસ્થાને કમરતોડ ફટકોપડ્યો છે. રોજગારથી લઈને ઉદ્યોગો સુધી તમામ બાબતો ગંભિર રીતે પ્રભાવિત થઈ છે. કોરોના સંકટના કારણે હજારો કંપનીઓ પર તાળા લાગી ગયા છે. કેન્દ્ર સરકાર પાસેથી મળેલી જાણકારી મુજબ જોઈએ તો, કોરોના સંક્રમણને રોકવા માટે લાગૂ કરવામાં આવેલા લોકડાઉનના કારણે ઔદ્યોગિક સેક્ટરમાં મોટુ નુકસાન થયુ છે. કેટલીય નાની મોટી કંપનીઓ અને ઉદ્યોગો બરબાદ થઈ ગયા છે. એપ્રિલ 2020થી ફેબ્રુઆરી 2021 દરમિયાન કુલ 10,113 કંપનીઓમાં હંમેશા માટે તાળા લાગી ગયા છે.આ કંપનીઓ મામલે વિભાગે જાહેર કરેલા આંકડા અનુસાર મજૂરોના ધંધા રોજગાર છીનવાઈ ગયા છે. દિલ્હી- છેલ્લા 11 મહિનામાં દિલ્હીમાં સૌથી…

Read More
maharashtra lockdown

મુંબઇઃ મહારાષ્ટ્રમાં જીવલેણ કોરોના વાયરસ ફરી બેકાબુ બની ગયો છે ત્યારે આ વચ્ચે સૌથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જેમાં અઘાડી સરકાર દ્વારા નાગપુરમાં પૂર્ણ લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. નિતિન રાઉતે ગુરુવારે એલાન કરતા જણાવ્યું કે શહેરમાં 15થી 21 માર્ચ એટલે કે 7 દિવસનું સંપૂર્ણ લોકડાઉન રહેશે, આ મામલે કોઈપણ વ્યક્તિ બહાર નિકળી નહી શકે માત્રને માત્ર જરૂરી સામાનોની દુકાનો ખુલ્લી રહેશે. પ્રાઈવેટ ઓફિસો સંપૂર્ણ બંધ રહેશે અને સરકારી ઓફિસોમાં પણ સ્ટાફ ઘટાડી દેવાશે. મહારાષ્ટ્રમાં બુધવારે કોરોનાવાયરસના રેકોર્ડ નવા કેસ નોંધાયા છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં પ્રતિબંધો લાદવામાં આવ્યા છે, તેમ છતાં કોરોના સંક્રમણના આ નવા કેસો વધી રહ્યા છે.…

Read More
coronavirus vaccine

નવી દિલ્હીઃ ભારતમાં રસીકરણ અભિયાનનો  બીજો તબક્કા ચાલી રહી છે. પુરતા પ્રમાણમાં રસીનો પુરવઠો ઉપલબ્ધ થાય તે માટે સરકારે કોરોના વેક્સીનનો નવો ઓર્ડર આપ્યો છે જેમાં કોવિશીલ્ડ રસી ખરીદશે. આ વખત સરકારને અગાઉ કરતા બહુ નીચા ભાવ કોરોના રસી પ્રાપ્ત થશે. મોદી સરકારે બીજા તબક્કા માટે જે કોવિશીલ્ડ (Covishield)નો ઓડર આપ્યો છે તેમાં રસીના એક ડોઝની કિંમત 150 રૂપિયા પડી છે. તેની ઉપર 50 ટકા જીએસટી અલગથી લાગશે. આમ કોરોના રસીના એક ડોઝની કિંમત 157.50 રૂપિયા પડશે. જ્યારે અગાઉ જાન્યુઆરીમાં જે વેક્સીનનો જે ઓર્ડર આપ્યો હતો, તેમાં એક ડોઝની કિંમત 210 રૂપિયા નક્કી કરાઇ હતી. કોરોના વેક્સીનેશનના બીજા તબક્કામાં રસીના…

Read More
LPG Gas

નવી દિલ્હીઃ મોદી સરકારમાં મોંઘવારી માઝા મૂકી છે અને ખાણીપીણી સહિત મોટા ભાગની ચીજવસ્તુઓના ભાવમાં અનેક ગણો વધારો થયો છે જ્યારે બીજીબાજુ સામાન્ય વર્ગની આવક આટલી ઝડપથી ન વધતા ઘરખર્ચ ચલાવવું મુશ્કેલ બની ગયુ છે. મોદી સરકારના શાસનકાળમાં રાંધણગેસના ભાવ બમણા થઇ ગયા છે. માર્ચ 2014માં 410 રૂપિયા વેચાતો રાંધણગેસના એક સિલિન્ડરની કિંમત વધીને માર્ચ 2021માં 819 રૂપિયાએ પહોંચી ગઇ છે. તાજેતરમાં લોકસભામાં ધર્મેન્દ્ર પ્રધાનને સ્વીકાર્યું કે રાંધણગેસના ભાવ છેલ્લાં સાત વર્ષમાં બમણાં થઈ ચૂક્યા છે. એ જ રીતે 2014માં એક લિટર કેરોસીનની કિંમત 14.96 રૂપિયા હતી. 2021માં આ કિંમત 35.35 રૂપિયા થઈ ગઈ છે. પેટ્રોલ-ડીઝલમાંથી સરકારે ધીકતી કમાણી કરી…

Read More
Companies Close

કોરોના વાયરસને પગલે મોટાભાગના ધંધા-ઉદ્યોગને મોટો આર્થિક ફટકો પડયો છે અને હજુ પણ મંદીની મારમાંથી બેઠા થઇ શક્યા નથી. એપ્રિલ 2020થી ફેબ્રુઆરી 2021ના 10 મહિના દરમિયાન સમગ્ર દેશમાં 10,113 કંપનીઓ-ઔદ્યોગિક એકમો બંધ થયા છે. આ કંપનીઓએ સ્વૈચ્છાએ કામગીરી બંધ કરી દીધી છે. કોર્પોરેટ બાબતોના મંત્રાલયના આંકડો મુજબ નાણાંકીય વર્ષ 2020 દરમિયાન દેશમાં કુલ 68,463 કંપનીઓ બંધ થઇ હતી. સૌથી વધુ ક્યા રાજ્યમાં કંપનીઓ બંધ થઇ ચાલુ નાણાંકીય વર્ષે દેશમાં અત્યાર સુધી 10,113 કંપનીઓ બંધ થઇ છે. જેમાં સૌથી વધુ દિલ્હીમાં 2394 એકમોને તાળા લાગ્યા છે. કંપનીઓ બંધ થવાના મામલે ટોપ-10 રાજ્યો રાજ્ય કંપનીની સંખ્યા દિલ્હી 2394 ઉત્તરપ્રદેશ 1936 તમિલનાડુ 1322…

Read More
Indian money

નવી દિલ્હીઃ પેટ્રોલ-ડીઝલ સહિત જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવમાં અસહ્ય ભાવવધારાથી ગરીબ અને મધ્યમવર્ગ હેરાન-પરેશાન છે ત્યારે કેન્દ્ર સરકાર તેના સરકારી કર્મચારીઓને હોળીની ભેટ આપવાની તૈયારી કરી રહી છે. કેન્દ્ર સરકાર અંદાજે 52 લાખ કર્મચારીઓ અને 60 લાખ સેવાનિવૃત્ત કેન્દ્રીય સરકારી કર્મચારીઓને નરેન્દ્ર મોદી સરકાર ખૂબ જ જલ્દી હોળી ગિફ્ટ આપી શકે છે. મીડિયા રિપોર્ટ અનુસાર, આ કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં સારો એવો વધારો થઇ શકે છે. જો કે, અત્યાર સુધી સરકાર તરફથી કોઇ પણ જાતની ઓફિશીયલ જાહેરાત નથી કરવામાં આવી. તમને જણાવી દઇએ કે, કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને ઘણા લાંબા સમયથી ડીએમમાં વધારો થવાની રાહ જોઇ રહ્યાં છે. કોરોના મહામારીના કારણે…

Read More
television showroom

મુંબઇઃ શું તમે નવુ ટીવી ખરીદવાનું વિચારી રહ્યા છો? જો હા, તો તમે માર્ચ મહિનો પૂરો થાય ત્યાં સુધી નવી ટીવી ખરીદી લો નહીત્તર એપ્રિલ શરૂ થતા જ તમારે વધારે નાણાં ચૂકવવા પડશે. આગામી નાણાકીય વર્ષથી, કોઈ પણ ટીવીના ભાવમાં વધારો જોવા મળી શકે છે. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે 1 એપ્રિલ 2021 થી ટીવીના ભાવમાં 3000 રૂપિયા સુધીનો વધારો થઈ શકે છે. આવી સ્થિતિમાં, જો તમે સસ્તા ભાવે ટીવી ખરીદવાનું પણ વિચારી રહ્યાં છો, તો ફક્ત માર્ચ મહિનો જ તમારા માટે બાકી છે. તે જ સમયે, ટીવીના ભાવ છેલ્લા આઠ મહિનામાં 300% વધ્યા છે, જેના કારણે યુનિટ…

Read More