Author: Satya Day

Sensex collapse

મુંબઇઃ કેન્દ્રીય બજેટની પહેલા ભારતીય શેરબજારમાં વેચવાલીનો માહોલ ગંભીર બની રહ્યો છે અને બેન્ચમાર્ક સેન્સેક્સ-નિફ્ટી સતત છઠ્ઠા દિવસે ઘટીને બંધ થયા છે. આજે શુક્રવારે સેન્સેક્સ 588 પોઇન્ટના કડાકામાં 46285ના સ્તરે બંધ થયો છે. તો નિફ્ટી 183 પોઇન્ટની નબળાઇમાં 13634ના સ્તરે બંધ થયો છે. આ સાથે છ દિવસની મંદીમાં સેન્સેક્સ તેની સર્વોચ્ચ સપાટીથી અત્યાર સુધીમાં 3900 પોઇન્ટ ખાબક્યો છે. ઉલ્લેખનિય છે કે, સેન્સેક્સ 21 જાન્યુઆરીના રોજ પ્રથમવાર 50,000ની સપાટીને ક્રોસ કરી હતી અને 50,184ની ઐતિહાસિક ઉંચી સપાટીને સ્પર્શ કર્યુ હતુ. જો કે ત્યારબાદ રોકાણકારોની નફાવસૂલી વધતા શેરબજાર સતત છ ટ્રેડિંગ સેશનથી ઘટી રહ્યુ છે. આ સાથે સેન્સેક્સમાં સતત બીજો સાપ્તાહિક ઘટાડો…

Read More
economic survey 2021

નવી દિલ્હીઃ કેન્દ્રીય બજેટની જાહેરાત પૂર્વે આજે શુક્રવારે સંસદમાં ઇકોનોમિક સર્વે રજૂ કરવામાં આવ્યો છે. નાણાંપ્રધાન નિર્મલા સિતારમને સંસદમાં આર્થિક સર્વે રજૂ કર્યો છે. આજે લોકસભામાં રજૂ કરાયેલા ઇકોનોમિક સર્વેમાં આગામી નાણાંકીય વર્ષ 2021-22 દરમિયાન ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી)માં 11 ટકાની વૃદ્ધિ થવાનો અંદાજ છે. જ્યારે ચાલુ નાણાંકીય વર્ષ 2020-21 દરમિયાન દેશના વિકાસદરમાં 7.7 ટકાના સંકચોનની અંદાજ વ્યક્ત કર્યો છે. ઇકોનોમિક સર્વેમાં જણાવાયુ છે કે, કોરોના મહામારીના કટોકટી દરમિયાન ભારતના કૃષિ ક્ષેત્રે પ્રોત્સાહક પ્રગતિ કરી છે. ઉલ્લેખનિય છે કે, કોરોના મહામારીને રોકવા માટે ભારતમાં 25મી માર્ચ, 2020ના રોજ દેશવ્યાપી લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી. તેને પગલે દેશભરમાં આવશ્યક સેવાઓ સિવાયની…

Read More
free insurance cover on rupay card

મુંબઇઃ બેન્કો સહિતથી ઘણી સુવિધાઓ આપવામાં આવતી હોય છે જો કે તેમાંથી ઘણી સુવિધાઓ અંગે ખાતાધારકો અજાણ હોય છે અથવા તો બેન્કો તરફથી ગ્રાહકોને પુરતી માહિતી આપવામાં આવતી હોતી નથી. આજે અમે તમને આવી જ એક સુવિધા અંગે માહિતી આપીશુ જેમાં તમને 10 લાખ રૂપિયા સુધીનો મફત વીમા કવચ મળે છે. કેન્દ્ર સરકારે વર્ષ 2014માં જનધનની સ્કીમની શરૂઆત કરી હતી. આ સ્કીમ અંતર્ગત જીરો બેલેન્સ પર બચત ખાતું ખુલે છે. અત્યાર સુધીમાં કુલ 41 કરોડ લોકોએ આ સ્કીમ અંતર્ગત ખાતા ખોલાવ્યા છે. આ સ્કીમ અંતર્ગત આ એકાઉન્ટ્સમાં મિનિમમ બેલેન્સ મેન્ટેઇન નથી કરવાનું હોતું. એ જ કારણ છે કે, આટલાં લોકોએ…

Read More
Anna hazare

નવી દિલ્હીઃ મોદી સરકારના ત્રણ નવા કૃષિ કાયદાની વિરુદ્ધ ખેડૂતો અને ખેડૂત સંગઠન બે મહિના કરતા વધારે સમયથી આંદોલન કરી રહ્યા છે તેમ છતાં હજી કોઇ સમાધાન આવ્યુ નથી. હવે ખેડૂત આંદોલનના સમર્થનમાં લોકપ્રીય સમાજ સેવક અન્ના હજારે સમર્થનમાં આવ્યા છે અને મોદી સરકારને અલ્ટિમેટમ આપ્યુ છે. ખેડૂત આંદોલન વચ્ચે સમાજ સેવી અન્ના હજારે કેન્દ્ર સરકારના વિરોધમાં 30 જાન્યુઆરીથી અમરણાંત ઉપવાસ શરૂ કરવા જઈ રહ્યા છે. અન્ના હજારેનું કહેવું છે કે તેઓ 2018થી કેન્દ્ર સરકારને વિનંતી કરી રહ્યા છે કે સ્વામીનાથન આયોગના સૂચનોને લાગુ કરે. પરંતુ, સરકાર તેમની માંગોને મહત્વ નથી આપી રહી. જેને કારણે હવે 30 જાન્યુઆરીના રોજથી સરકારના…

Read More
corruption perception

નવી દિલ્હીઃટ્રાંસપેરેંસી ઈન્ટરનેશનલ દ્વારા કરપ્શન પર્સ્પેશન ઈંડેક્સ (CPI 2020) જાહેર કર્યુ છે. આ ઇન્ડેક્સ વિશ્વના વિવિધ દેશોમાં ભ્રષ્ટાચારની સ્થિતિ દર્શાવે છે. જેમાં સૌથી ઉંચો ક્રમ એ ભ્રષ્ટાચારની ઓછી સ્થિતિ દર્શાવે છે જ્યારે નીચો ક્રમે વધુ ભ્રષ્ટાચારનું દુષણ વધારે હોવાના સંકેત આપે છે. આ સંસ્થાએ કહ્યુ હતું કે, તેમણે ભ્રષ્ટાચાર ખતમ કરવાની દિશામાં ઉઠાવેલા પગલાના આધારે દુનિયાના 180 દેશોની રેંકીંગ તૈયાર કર્યુ છે. આ રેંકીંગમાં ભારત 86માં નંબરે આવે છે. તો વળી પાડોશી દેશ ચીન 78માં ક્રમે, પાકિસ્તાન 124માં નંબરે જ્યારે બાંગ્લાદેશ 146માં ક્રમે આવે છે. આ વર્ષે દુનિયાના દેશોમાં કરપ્શન ઈંડેક્સ બનાવતી આંતરરાષ્ટ્રીય સંસ્થા ટ્રાંસપરેંસી ઈંટરનેશનલે આ વખતે માપદંડોમાં કોવિડ-19…

Read More
arvind joshi gujarati actor

મુંબઇઃ ગુજરાતી રંગભૂમિના દિગ્ગજ અભિનેતા અને ડિરેક્ટર તથા બોલીવુડ એક્ટર શર્મન જોશી અને માનસી જોશીના પિતા અરવિંદ જોશીએ ફાની દુનિયાને અલવિદા કહી દીધું છે. આજે મુંબઇની નાણાવટી હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધાં. અરવિંદ જોશી ગુજરાતી રંગમંચ કરતાં તેમની ફિલ્મોના કારણે વધુ પ્રખ્યાત બન્યા હતાં. તેમણે શોલે, ઇત્તેફાક અને અપમાન કી આગ જેવી બોલીવુડ ફિલ્મોમાં પણ કામ કર્યુ હતુ. અરવિંદ જોશી પ્રખર નાટ્યકાર પ્રવિણ જોશીના ભાઈ હતા. અરવિંદ જોશીના સંતાન શરમન જોશી અને માનસી જોશી એક સ્ટેજ આર્ટિસ્ટ છે. અરવિંદ જોશી પોતાની ફિલ્મી કારકિર્દી કરતા ગુજરાતી રંગમંચની પ્રતિભાને લઈને વધુ જાણીતા હતા.અરવિદ જોશીએ 1975માં આવેલ ફિલ્મ શોલેમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ…

Read More
gold reserves

મુંબઇઃ કોરોના કટોકટીને પગલે વર્ષ 2020માં પીળી કિંમતી ધાતુ સોનાની માંગમાં ધરખમ ઘટાડો નોંધાયો છે અને વિશ્વની ઘણી મધ્યસ્થ બેન્કોએ તેમના ગોલ્ડ રિઝર્વ માટે સોનાની ખરીદી ઘટાડી છે તો કેટલાંકે પોતાની પાસે રહેલા સોનાનું વેચાણ પણ કર્યુ છે. આ સંકટ કાળમાં પણ ભારતના ગોલ્ડ રિઝર્વમાં સતત વધારો થયો છે. વર્ષ 2020માં ભારતની મધ્યસ્થ બેન્ક RBIએ સોનાની ચોખ્ખી ખરીદી કરી છે અને આ સાથે સતત ત્રીજા વર્ષે ભારતની મધ્યસ્થ બેન્ક સોનાની ચોખ્ખી ખરીદદાર રહી છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના આંકડા મુજબ કેલેન્ડર વર્ષ 2020માં ભારતની મધ્યસ્થ બેન્ક RBIએ 38 ટન સોનાની ચોખ્ખી ખરીદી કરી છે. આ સાથે સતત ત્રીજા વર્ષે RBIએ સોનાની…

Read More
stock trading tips

સતત પાંચ દિવસના નેગેટિવ ટ્રેન્ડ બાદ આજે શુક્રવારે ભારતીય શેરબજારની શરૂઆત પોઝિટિવ રહી છે. આજે સેન્સેક્સ શરૂઆતમાં 300 પોઇન્ટ વધ્યો અને 47 હજારની ઉપર ટ્રેડ થઇ રહ્યો છે તો નિફ્ટીમાં 50 પોઇન્ટ રિકવર થયો છે. બજેટ પૂર્વે આજે શેરબજારમાં સુધારો રહેવાની ધારણા છે. અમે આજના ટોપ પીક-20 સ્ટોકની માહિતી આપીશુ જેમાં તમને કમાણી થઇ શકે છે. INDUS TOWERS: ખરીદો-241.25 રૂપિયા, ટાર્ગેટ-249 રૂપિયા, સ્ટોપલોસ-239 રૂપિયા LUPIN: ખરીદો-1050 રૂપિયા, ટાર્ગેટ-1080 રૂપિયા, સ્ટોપલોસ-1040 રૂપિયા PIDILITE INDUSTRIES: ખરીદો-1716 રૂપિયા, ટાર્ગેટ-1755 રૂપિયા, સ્ટોપલોસ-1701 રૂપિયા TVS MOTOR: ખરીદો-528.6 રૂપિયા, ટાર્ગેટ-544 રૂપિયા, સ્ટોપલોસ-523 રૂપિયા BLUE DART: ખરીદો-4165 રૂપિયા, ટાર્ગેટ-4250 રૂપિયા, સ્ટોપલોસ-4135 રૂપિયા KPIT TECH: ખરીદો-133 રૂપિયા, ટાર્ગેટ-137…

Read More
5g internet in india

મુંબઇઃ ભારતમાં ઇન્ટરનેટ રિવોલ્યુશન ઝડપી બની રહ્યુ છે અને 4G બાદ હે 5G ઇન્ટરનેટ સર્વિસની તૈયારીઓ શરૂ થઇ ચૂકી છે. દેશમાં પ્રથમવાર 5G સર્વિસનું ટેસ્ટિંગ કરવામાં આવ્યુ હતુ. ટેલિકોમ કંપની ભારતી એરટેલ દેશની પ્રથમ કંપની બની ગઈ છે, જેની પાસે 5G નેટવર્કની સુવિધા છે અને કંપનીએ તેનું લાઈવ ટેસ્ટિંગ પણ શરૂ કરી દીધું છે. કંપનીએ તાજેતરમાં હૈદરાબાદમાં પોતાના નેટવર્કને 5G મોડ પર અપગ્રેડ કર્યું અને તમામ લોકોને 5G સ્પીડની સુવિધા આપી હતી. જોકે આમ કરવું ટ્રાયલનો ભાગ હતો. વાસ્તવમાં કંપનીએ પોતાના નેટવર્ક અને ટાવરોને 5G નેટવર્ક અનુસાર અપગ્રેડ કર્યા છે, જેમાં 4G સાથે 5G ટેક્નિક પર પણ કામ થઈ શકે…

Read More
coronavirus vaccination in Gujarat

ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોના વાયરસ કાબુમાં આવી રહ્યુ છે અને સતત નવા કેસોની સંખ્યા ઘટી રહી છે. આ ઉપરાંત રાજ્યમાં કોરોના રસીકરણ અભિયાન પણ પુરજોશમાં ચાલી રહ્યુ છે અનો મોટી સંખ્યામાં કોરોના વોરિયર્સ- આરોગ્ય કર્મીઓને રસી મૂકવામાં આવી હતી. આજે રાજ્યમાં રેકોર્ડ બ્રેક લોકોને કોરોના રસી મૂકવામાં આવી છે. ગુજરાતમાં આજે 28મી જાન્યુઆરીના રોજ 346 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 2,60,566 પહોંચી ગઇ છે. ઉલ્લેખનિય છે કે, રાજ્યમાં કોરોનાના નવા પોઝિટિવ કેસોની સંખ્યામાં પણ ઘટાડો થયો છે તેની સાથે સાથે એક્ટિવ કેસોની સંખ્યા પણ ઘટી છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણથી…

Read More