નવી દિલ્હી : ટીવી શોમાં મહિલાઓ અંગે વિવાદાસ્પદ ટીપ્પણીના મામલે સુનાવણી કરવા માટે ભારતીય ટીમના ખેલાડી હાર્દિક પંડ્યા અને કેઍલ રાહુલને સર્વોચ્ચ અદાલત દ્વારા નિયુક્ત કરાયેલા બીસીસીઆઇના લોકપાલ નિવૃત્ત જસ્ટિસ ડી કે જૈને નોટિસ મોકલાવી છે. કોફી વિથ કરણના શો પર વાંધાજનક ટીપ્પણીના કારણે વહીવટદારોની સમિતિ (સીઓઍ)ઍ પંડ્યા અને રાહુલને કામચલાઉ સસ્પેન્ડ કરી દેવાયા હતા, જો કે પછીથી લોકપાલ દ્વારા તપાસ પડતર રહે ત્યાં સુધી પ્રતિબંધ હટાવી લેવાયો હતો. જસ્ટિસ જૈને સોમવારે જણાવ્યું હતું કે મે ગત અઠવાડિયે હાર્દિક પંડ્યા અને લોકેશ રાહુલને નોટિસ મોકલાવીને સુનાવણી માટે હાજર રહેવા કહ્યું છે. જા કે હજુ ઍ સ્પષ્ટ નથી કે બીસીસીઆઇ હાલની…
કવિ: Sports Desk
દુબઇ : ભારતીય ટેસ્ટ ટીમે સતત ત્રીજા વર્ષે આઇસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે અપાતી ગદા પોતાની પાસે જાળવી રાખી છે. તેની સાથે જ આઇસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપનું ટાઇટલ જાળવી રાખવા માટે આઇસીસી દ્વારા ટીમ ઇન્ડિયાને ઇનામ તરીકે 10 લાખ ડોલર આપવામાં આવશે. આઇસીસીના નિવેદન અનુસાર ભારતીય ટીમ ૧લી ઍપ્રિલની કટઓફ તારીખે ટેસ્ટ રેન્કિંગમાં પહેલા સ્થાને જળવાઇ રહી હતી, જ્યારે ન્યુઝીલેન્ડ બીજા સ્થાને રહ્યું હતું. ઓસ્ટ્રેલિયામાં પહેલીવાર ટેસ્ટ સિરીઝ વિજયનો આસ્વાદ માણનારી ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીઍ કહ્યું હતું કે આઇસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપની ગદા ફરી ઍકવાર જાળવી રાખવાથી અમે ખુબ ગૌરવાન્વિત અનુભવીઍ છીઍ. અમારી ટીમ અલગ અલગ ફોર્મેટમાં સારું પ્રદર્શન કરી રહી છે,…
મોહાલી : આઇપીઍલની 12મી સિઝનની 13મી મેચમાં કિંગ્સ ઇલેવન પંજાબે પ્રથમ દાવ લઇને 9 વિકેટે 166 રનનો સ્કોર બનાવ્યા પછી, 167 રનના લક્ષ્યાંક સામે ઍક તબક્કે વિજય નજીક મક્કમતાથી આગળ વધતી દિલ્હી કેપિટલ્સનો સેમ કરેન અને મહંમદ શમીની ડેથ ઓવરની જોરદાર બોલિંગને કારણે નાટ્યાત્મક ધબડકો થતાં માત્ર 8 રનના ગાળામાં તેમણે બાકીની 7 વિકેટ ગુમાવી દીધી હતી અને તેઓ 152 રનમાં ઓલઆઉટ થયા હતા અને તેને પગલે કિંગ્સ ઇલેવન પંજાબનો ૧4 રને વિજય થયો હતો. સેમ કરેને 18મી ઓવરના છેલ્લા બોલે વિકેટ ઉપાડ્યા પછી 20 ઓવરના પહેલા બે બોલે બે વિકેટ ઉપાડીને આઇપીએલ 2019ની પહેલી હેટ્રિક ઉપાડી હતી. 144ના સ્કોર…
ચેન્નઇ : રવિવારે રાત્રે રમાયેલી ચેન્નઇ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની મેચમાં સંજૂ સેમસને એક સિદ્ધિ મેળવી હતી અને તેણે આ મામલે વિરાટ કોહલીને પાછળ છોડ્યો હતો. હકીકતમાં સંજુ સેમસન આ મેચમાં કોઇ મોટી ઇનિંગ રમી શક્યો નહોતો અને તે 10 બોલમાં માત્ર 8 રન કરીનેં આઉટ થયો હતો. જોકે આ દરિમયાન તેણે આઇપીએલમાં 2000 રન પુરા કર્યા હતા અને તેણે આ આંકડો પુરો કરવામાં વિરાટ કોહલીને ઓવરટેક કર્યો હતો. સેમસને 24 વર્ષ અને 140 દિવસની વયે આઇપીએલમાં 2000 રન પુરા કર્યા હતા. તેણે પોતાની 84મી મેચમાં આ આંકડો પુરો કર્યો હતો. તેણે બે સદી સાથે કુલ 2007 રન…
મોહાલી : કિંગ્સ ઇલેવન પંજાબની ટીમ સોમવારે અહીં આઇપીએલની 12મી સિઝનમાં જ્યારે દિલ્હી કેપિટલ્સ સામે મેદાનમાં ઉતરશે ત્યારે એ જોવાનું રસપ્રદ બની રહેશે કે પંજાબનો વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ કગિસો રબાડાના યોર્કરનો સામનો કેવી રીતે કરશે. રબાડાની જોરદાર બોલિંગના કારણે શનિવારે દિલ્હી કેપિટલ્સે આઇપીએલની આ સિઝનની પ્રથમ સુપર ઓવરમાં પોતાના સૌથી ઓછા એવા 10 રનના સ્કોરને સફળતાથી ડિફેન્ડ કર્યો હતો. સોમવારે જ્યારે બંને ટીમ મેદાને ઉતરશે ત્યારે બધાનું ધ્યાન એ તરફ હશે કે દક્ષિણ આફ્રિકાના આ ઝડપી બોલર સામે ક્રિસ ગેલની સાથે જ કેએલ રાહુલ, મયંક અગ્રવાલ અને ડેવિડ મિલર જેવા બેટ્સમનેન કેવું પ્રદર્શન કરશે. બંને ટીમે શનિવારે પોતપોતાની મેચ…
ચૈન્નઇ : રવિવારે રાત્રે રમાયેલી ચેન્નઇ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની મેચ દરિમયાન ક્રિકેટરોની પત્નીઓએ પણ આકર્ષણ જમાવ્યું હતું. સીએસકે દ્વારા પોતાના ટિ્વટર હેન્ડલ પર મેચ દરમિયાન મસ્તીના મુડમાં દેખાતી સુરેશ રૈના અને હરભજન સિંહની પત્નીના ફોટાઓ અને એક વીડિયો શેર કર્યો હતો. રવિવારે રમાયેલી આ મેચમાં ચેન્નઇ સુપર કિંગ્સે રાજસ્થાન રોયલ્સ સામે 8 રને વિજય મેળવ્યો હતો. મેચ જોવા માટે વીઆઈપી ગેલેરીમાં સુરેશ રૈનાની પત્ની પ્રિયંકા ચૌઘરી અને હરભજન સિંહની પત્ની ગીતા બસરા પણ પહોંચી હતી. સીએસકે દ્વારા શેર કરાયેલા વીડિયોમાં બંને ખેલાડીની પત્ની મેચનો આનંદ માણતી નજરે પડે છે. મેચ દરમિયાન કેમેરો સતત પ્રિયંકા ચૌધરી અને ગીતા…
ચેન્નઇ : ઇન્ડિયન પ્રીમિયર લીગની ગવર્નિંગ કાઉન્સીલે રાજસ્થાન રોયલ્સના કેપ્ટન અજિંકેય રહાણે પર સ્લો ઓવર રેટ મામલે રૂ. 12 લાખનો દંડ લાગુ કર્યો છે. ચેન્નઇ સુપર કિંગ્સ સામેની અહીં રમાયેલી મેચમાં રાજસ્થાન રોયલ્સના કેપ્ટનને આ દંડ ફટકારાયો હતો. આ પહેલા મુંબઇ ઇન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માને પણ મોહાલીમાં રમાયેલી મેચમાં સ્લો ઓવર રેટ મામલે 12 લાખનો દંડ કરાયો હતો. આઇપીએલ દ્વારા જારી એક પ્રેસ રિલીઝમાં કહેવાયું હતું કે ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની આચર સંહિતા હેઠળ સ્લો ઓવર રેટનો રાજસ્થાન રોયલ્સની ટીમનો આ સિઝનમાં પહેલો બનાવ છે, તેથી કેપ્ટન અજિંકેય રહાણે પર આઇપીએલના કોડ ઓફ કન્ડક્ટ હેઠળ રૂ. 12 લાખનો દંડ લાગુ…
મિયામી : સ્વીટઝરલેન્ડના ટેનિસ સ્ટાર રોજર ફેડરરે અમેરિકાના જોન ઇસ્નરને ફાઇનલમાં હરાવીને પોતાની કેરિયરમાં ચોથીવાર મિયામી ઓપન ટાઇટલ પોતાના નામે કર્યું હતું. ફેડરરે રવિવારે રાત્રે રમાયેલી પુરૂષ સિંગલ્સની ફાઇનલમાં ઇસ્નરને 6-1, 6-4થી હરાવીને આ ટાઇટલ જીત્યું હતું. ફેડરરની કેરિયરનું આ 101મું ટાઇટલ છે. આ પહેલા ફેડરરે શનિવારે મિયામી ઓપન 2019ની સેમી ફાઇનલમાં 19 વર્ષિય ડેનિસ શાપોવાલોવને 6-2, 6-4થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ્યો હતો. જ્યારેં ક્વાર્ટર ફાઇનલમાં તેણે શુક્રવારે દક્ષિણ આફ્રિકાના કેવિન એન્ડરસનને 6-0, 6-4થી હરાવ્યો હતો. એ ઉલ્લેખનીય છે કે 20 વર્ષ પહેલા ફેડરર મિયામી ઓપનમાં વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી સાથે રમ્યો હતો. તેણે 2005, 2006 અને 2017માં આ ટાઇટલ જીત્યું હતું…
નવી દિલ્હી : વિકેટ પાછળની પોતાની કોમેન્ટને કારણે જાણીતા યુવા વિકેટકીપર ઋષભ પંતે આઇપીએલની 12મી સિઝનમાં શનિવારે કોલકાતા નાઇટ રાઇડર્સ સામેની મેચ દરમિયાન કરેલી એક કોમેન્ટને કારણે આઇપીએલમાં ફિક્સીંગની વાતને ફરી એકવાર હવા મળી છે. તેમાં પણ આ કોમેન્ટનો વીડિયો જોડીને આઇપીએલના માજી કમિશનર લલિત મોદીએ કરેલા ટિ્વટે આ તણખાને વધુ ભડકાવ્યો છે. દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચેની એ મેચમાં કોલકાતાની ઇનિંગની ચોથી ઓવરના પાંચમા બોલે પંત વિકેટ પાછળથી એવું બોલતો સંભળાય છે કે ‘યે તો વૈસે ભી ચૌકા હૈ’ જોગાનુજોગ બેટિંગ કરી રહેલો ઉથપ્પા એ બોલે ચોગ્ગો ફટકારે છે. પંતે કરેલી આ કોમેન્ટ સ્ટમ્પ માઇક વડે બધાને…
કોલંબો : શ્રીલંકાની ટેસ્ટ ટીમના કેપ્ટન દિમૂથ કરુણારત્નેની અહીં એક અકસ્માત પછી દારુના નશામાં ગાડી ચલાવવાના આરોપસર વહેલી સવારે ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે રવિવારે જણાવ્યું હતું કે માર્ગ અકસ્માતમાં 30 વર્ષના કરુણારત્નેની વહેલી સવારે ધરપકડ કરવામાં આવી હતી. આ અકસ્માતમાં એક થ્રીવ્હીલર ચાલક ઘવાયો છે, જેને અકસ્માત સ્થળની નજીક આવેલી હોસ્પિટલમાં દાખલ કરાયો છે. પોલીસ પ્રવક્તાએ માહિતી આપી હતી કે અમે તેને જાત મુચલકા પર મુક્ત કરીને સોમવારે કાનૂની તપાસ માટે કોર્ટમાં હાજર રહેવા માટે કહ્યું છે. તેના વાહનને જપ્ત કરી લેવાયું છે. કરુણારત્નેની કેપ્ટનશિપ હેઠળ શ્રીલંકન ટીમે હાલમાં જ દક્ષિણ આફ્રિકાના પ્રવાસમાં ટેસ્ટ સિરીઝ જીતીને ઇતિહાસ રચ્યો હતો.