Author: Sports Desk

PCB

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે કહ્યું છે કે, તેઓ આઇસીસીની ટેસ્ટ અને વન ડે લીગનો ભાગ ત્યારે બનશે જ્યારે બીસીસીઆઇ દ્વપક્ષિય સિરીઝ રમવા માટે આ બંને દેશોના બોર્ડની સાથે 2014માં થયેલી સમજૂતી પત્રનું સન્માન કરશે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ નઝમ શેઠીએ લાહોરમાં મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, પીસીબી વર્લ્ડ ટેસ્ટ અને વન ડે લીગમાં ભાગ લેવા માટે દસ્તાવેજ પર ત્યારે સાઇન કરશે જ્યારે ભારત બંને બોર્ડની વચ્ચે સમજૂતી અનુસાર, પાકિસ્તાનની સામે દ્વિપક્ષિય ક્રિકેટ રમવાની શરતો પૂરી કરશે. ઓકલેન્ડમાં આઇસીસી બેઠક વિશે જાણકારી આપતા તેમણે કહ્યું કે, પાકિસ્તાનની નવી આઇસીસી ટૂર્નામેન્ટોમાં ભાગીદારી શરતો પર હશે. ઉલ્લેખનીય છે કે, આઇસીસીએ ઓકલેન્ડમાં થયેલી બેઠક બાદ…

Read More
cropped 78

22 ઓક્ટોબરથી ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વન ડે સિરીઝ શરૂ થઇ રહી છે. ત્યારે સીરીઝ શરૂ થાય તે પહેલા જ ન્યૂઝીલેન્ડની ટીમને મોટો ઝટકો લાગી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે, ટીમનો ઓલરાઉન્ડર બેટસમેન ટૉડ એસ્ટલ ઇજાના કારણે વન ડે સિરીઝમાંથી બહાર થઇ શકે છે. બોર્ડ પ્રેસિડેન્ટ ઇલેવન મેચ દરમિયાન એસ્ટેલને ઇજા પહોંચી હતી. આ વાતની જાણકારી ન્યૂઝીલેન્ડ ટીમના પ્રવકતાએ આપી હતી. બોર્ડ પ્રેસિડેન્ટ ઇલેવન સામે રમતા એસ્ટેલે બોલિંગ કરતા માત્ર ત્રણ બોલ ફેંક્યા હતા ત્યારે તેને ઇજા પહોંચી હતી. ત્યાર બાદ કપ્તાન કેન વિલિયમ્સને તેની ઓવર પૂરી કરી હતી. એસ્ટેલે ન્યૂઝીલેન્ડ એ ટીમ તરફથી ભારતીય એ ટીમ સામે…

Read More
cropped 77

ભારતીય ક્રિકેટ ટીમના ક્રિકેટર યુવરાજ સિંહ અને તેના પરિવાર સભ્યોની વિરુદ્ધમાં ઘરેલૂ હિંસાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. યુવરાજની ભાભી આકાંક્ષા શર્માએ આ કેસ દાખલ કર્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આકાંક્ષાના વકીલ સ્વાતિ સિંહ મલિકે જણાવ્યુ કે, આકાંક્ષાએ પતિ જોરાવર સિંહ, સાસુ શબનમ સિંહ અને દિયર યુવરાજ સિંહની વિરુદ્ઘ ઘરેલૂ હિંસાનો કેસ દાખલ કરાવ્યો છે. આ મામલાની આગામી સુનવણી 21 ઓક્ટોબરના છે. સ્વાતિએ કહ્યુ કે, યુવરાજની માતા શબનમે તાજેતરમાં જ આકાંક્ષાની વિરુદ્ઘ એક ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમણે લગ્નમાં આપેલી જ્વેલરી અને અન્ય સામાન પરત માંગ્યો છે. યુવરાજની વિરુદ્ઘ કેસ દાખલ કરવા પરના સવાલ પર આકાંક્ષા શર્માના વકીલે કહ્યુ કે,…

Read More
Ranji

ભારતમાં હાલ રણજી સીઝનની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે 36 વર્ષ બાદ ગુજરાતના નડીયાદના મેદાન પર ગુજરાત અને કેરળની ટીમ વચ્ચે રણજી મેચ રમાઇ હતી. જેમાં ગુજરાતના લેફ્ટ આર્મ સ્પિનર સિદ્ધાર્થ દેસાઈએ નડિયાદમાં કેરળ સામે પોતાની ક્રિકેટ કારકિર્દીની પહેલી રણજી મેચ રમી હતી. જેમાં તેણે શાનદાર પ્રદર્શન કરતા રણજી ટ્રોફી ક્રિકેટ મેચમાં સોમવારે 80 રનમાં 6 વિકેટ ઝડપી હતી. 17 વર્ષના સિદ્ધાર્થ આ સાથે કારકિર્દીના પ્રારંભે શ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન કરનારો ગુજરાતનો સૌથી યુવા બોલર બની ગયો છે. આ ઉપરાંત તેણે પ્રારંભમાં જ છ વિકેટ ઝડપવાની સિદ્ધિ પણ હાંસલ કરી હતી. ગુજરાત માટે છેલ્લા 85 વર્ષમાં આઠ બોલર પહેલી જ મેચમાં…

Read More
hockey india new

એશિયા કપ હોકી ટૂર્નામેન્ટના સુપર 4 મુકાબલામાં આજે ભારતીય ટીમનો મુકાબલો દ.કોરિયાથી થશે. લીગ મેચમાં અત્યારસુધી વિજય રહેલી ભારતીય ટીમ આ મુકાબલા માટે આત્મવિશ્વાસથી ભરપુર છે. ભારતીય ટીમ પુલ એના પોતાની ત્રણેય મેચ જીતવામાં સફળ રહી હતી. કોરિયાએ પૂલ બીમાં બીજા સ્થાન પર રહેલા સુપર ફોર માટે ક્વાલિફાઈ કર્યું છે. હાલની ટૂર્નામેન્ટમાં ભારતે પોતાના પહેલા મુકાબલામાં જાપાનને 5-1થી જ્યારે મેજબાન બાંગ્લાદેશને 7-0થી હરાવ્યું હતું. ભારતીય ટીમે પોતાની ચિર-પ્રતિદ્વંધી પાકને 3-1થી પરાજિત કરી હતી. ભારતીય ટીમ આ સમયે વિશ્વ રેંકિંગના છટ્ઠા જ્યારે કોરિયાની ટીમ 13માં સ્થાન પર છે. નવા ચીફ કોચ સોએર્ડ મારિનના માર્ગદર્શનમાં પહેલી વાર રમી રહેલી ભારતીય ટીમે પોતાનું અત્યારસુધીનો સારું પ્રદર્શન કર્યું. રમનદીપ…

Read More
sreesanth

કેરલ હાઈકોર્ટના બીસીસીઆઈ દ્વારા ક્રિકેટર એસ.શ્રીસંત પર લગાવેલો આજીવન પ્રતિબંધને યથાવત રાખ્યો છે. બીસીસીઆઈએ આની પહેલા કેરલ ઉચ્ચ ન્યાયાલયમાં એક અરજી દાખલ કરી હતી. બીસીસીઆઈએ અપીલમાં કહ્યું હતું કે આ ક્રિકેટર પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય તેમના વિરુદ્ધ મળેલા પુરાવાના આધાર પર કરાયો હતો. ચીફ જસ્ટીસ નવનીતિ પ્રસાદ સિંહની અધ્યક્શતાવાળી ડિવિઝન બેંચે નિર્ણય કર્યો કે કોર્ટ બીસીસીઆઈ દ્વારા લગાવેલા આજીવન પ્રતિબંધની ન્યાયિક સમિક્શા નહીં કરી શકે. એટલે જ બીસીસીઆઈની અપીલને સ્વીકાર કરાઈ છે. શ્રીસંત કોર્ટના આ નિર્ણયથી ઘણો નારાજ છે અને તેમણે આ નિર્ણય પછી પ્રતિક્રિયા આપતા કહ્યું કે આ અત્યારસુધીનો સૌથી ખરાબ નિર્ણય છે. કોર્ટે અપીલ પર બે દિવસ સુનાવણી કર્યા બાદ નિર્ણય કર્યો. આ…

Read More
India A win

પૃથ્વી શો (66), લોકેશ રાહુલ (68) અને કરૂણ નાયર (78)ની શાનદાર ઈનિંગ્સના દમ પર બોર્ડ પ્રેસિડન્ટ ઈલેવને મંગળવારે મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાયેલી અભ્યાસ મેચમાં ન્યુઝીલેન્ડને 30 રનથી માત આપી. ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ભારતીય બોર્ડ પ્રેસિડન્ટ ઈલેવને 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને ન્યૂઝીલેન્ડની સામે 296 રનનો લક્શ્ય રાખ્યો હતો, જેને મહેમાન ટીમ હાંસલ ના કરી શકી અને 265 રન પર જ ઓલ આઉટ થઈ ગઈ. બોર્ડ પ્રેસિડન્ટ ઈલેવને પહેલા બેટિંગ કરતા ઈનિંગ્સ ની સારી શરૂઆત કરી હતી, પરંતુ ટીમ માટે સૌથી વધુ રન બનાવનારા ત્રણ બેટ્સમેન પૃથ્વી, રાહુલ અને નાયરના પેવેલિયન પરત ફર્યા બાદ એવો કોઈ બેટ્સમેન નહતો…

Read More
kohli and arijit

ભારતીય ક્રિકેટ ટીમના સુકાની વિરાટ કોહલી પ્લેબેક સિંગર અર્જીત સિંહના મોટા પ્રશંસક છે. તાજેતરમાં જ તેઓ તેમના પ્રિય સિંગરને મળ્યા હતા. કોહલીએ મંગળવારે ટ્વિટર પર આ મુલાકાતનો ફોટો પણ શેર કર્યો છે. કોહલી સાથે આ ફોટો શેર કરવાની સાથે, કોહલીએ લખ્યું હતું કે, “મારા માટે પ્રશંસક કલાકારને મળવા માટેનો એક ક્ષણ. અર્જીત બહુ સારા વ્યક્તિ છે. તેના અવાજની જેમ. મારી તરફથી તેમને શ્રેષ્ઠ શુભેચ્છાઓ” કોહલી સાથે બીજા ઘણા જાણીતા ખેલાડીઓએ પણ ચેરિટી ફુટબોલ મેચમાં ભાગ લીધો હતો. ખેલાડીઓની આ ફુટબોલ મેચ ફિલ્મોનાં એક્ટર્સો જોડે થયો હતો. જેમાં રણબીર કપૂર, અભિષેક બચ્ચન, ડીનો મોર્યા અને શુજીત સરકાર પણ સામેલ થયા હતા.…

Read More
sachin and sara

ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકર ઘણો નારાજ છે. સચિન તેંડુલકરે ટ્વીટ કરીને ટ્વીટર ઈન્ડિયાને કહ્યું કે તે પોતાની દિકરી સારા તેંડુલકર અને દિકરા અર્જુન તેંડુલકરના ખોટા એકાઉન્ટને જલ્દી જ ડીલીટ કરી દેશે. ઉલ્લેખનીય છે કે હાલમાં મીડિયા અને ફેન્સમાં આ ખબર ખૂબ જ ઝડપથી ચાલી રહી છે કે સારા તેંડુલકરનું અફેર મુકેશ અંબાણીના દિકરા અનંત અંબાણી સાથે ચાલે છે. આ ઉપરાંત સારા તેંડુલકરની ફોટો સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થઈ રહી છે. આ ઉપરાંત ટ્વીટર પર સારાનું ફેક એકાઉન્ટમાં એવા ટ્વીટ કરાયા છે કે જેમાં સચિનને પરેશાની થાય. આટલું જ નહીં અર્જૂન તેંડુલકરને લઈને દરેક સમયે ખબર આવતી રહે છે કે…

Read More
messi

અર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર લિઓનેલ મેસી ત્રીજી વાર પિતા બનવાનું સુખ જલ્દી જ ઉઠાવવાના છે. મસીની પત્ની એન્ટોનેલા રોક્કોજોએ આ વાતની પુષ્ટી કરી છે કે જલ્દી જ તે બીજી વાર માં બન્યા બાદ ત્રીજી વાર તે માં બનવાની છે. જોકે એન્ટોનેલો રોક્કોજોએ ઈન્સ્ટાગ્રામમાં પોતાની એક ફેમિલી ફોટોને પોસ્ટ કર્યો જેમાં મેસી અને રોક્કોજોની સાથે તેમના બે બાળક થિઆગો અને મેટીઓ નજર આવ્યા હતા. આ ફોટોમાં રોક્કોજો પોતાની બેલી સાથે નજરે પડે છે. આની સાથે તેમણે લખ્યું કે ફેમિલી ઓફ ફાઈવ એટલે કે પાંચ સભ્યોનો પરિવાર. આપને જણાવી દઈએ કે રોક્કોજોએ આ ઘોષા અર્જેન્ટીનાના મધર્સ ડેના અવસરે કરી. હાલમાં જ મેસીએ અર્જેન્ટીનાના…

Read More