Author: Sports Desk

HIrwani

ભારતના માજી ઇન્ટરનેશનલ ક્રિકેટર અને નેશનલ ક્રિકેટ ઍકેડમીના સ્પિન કોચ નરેન્દ્ર હિરવાણી દેશની મહિલા ક્રિકેટ ટીમના સ્પિન સલાહકાર તરીકે કામ કરશે. ભારતીય ટીમ વતી 17 ટેસ્ટ અને 18 વનડે રમનારા હિરવાણી મહત્વના પ્રવાસોમાં મહિલા ટીમની સાથે જશે. ભારતીય મહિલા ટી-20 ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરે તાજેતરમાં જ ટીમને સ્પિન કોચની જરૂર હોવા પર ભાર મુક્યો હતો. બીસીસીઆઇના ઍક અધિકારીઍ કહ્યું હતું કે આ પૂર્ણ સમયની ભૂમિકા નથી, કારણકે હિરવાણી નેશનલ ક્રિકેટ ઍકેડમી સાથે વ્યસ્ત છે. તે ટીમના કેટલાક પ્રવાસમાં તેમની સાથે જશે. મહિલા ટીમને બેટિંગ કોચની જરૂર નથી, કારણકે ભારતીય ટીમના માજી બેટ્સમેન ડબલ્યુ વી રમન તેમના મુખ્ય કોચ છે. જો…

Read More
Trever Bayllis

વર્લ્ડકપ વિજેતા ઇંગ્લેન્ડની ટીમના કોચ ટ્રેવર બેલિસ ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીઍલ)ની ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદ સાથે જોડાયા છે. ઍસઆરઍચના ટ્વિટર હેન્ડલ પરથી તેમને હેડ કોચ બનાવાયા હોવાની જાહેરાત કરવામાં આવી હતી. બેલિસનો ઇંગ્લેન્ડની ટીમ સાથેનો કરાર ઍશિઝ પછી પુરો થઇ રહ્યો છે. આઇપીઍલ સાથે બેલિસનો આ બીજા કાર્યકાળ રહેશે. આ પહેલા તેઓ 2012થી 2015 સુધી કોલકાતા નાઇટ રાઇડર્સ (કેકેઆર)ના કોચ રહી ચુક્યા છે. તેમના કાર્યકાળ દરમિયાન કેકેઆર બે વાર આઇપીઍલ ચેમ્પિયન બની છે. બેલિસ સનરાઇઝર્સ હૈદરાબાદમાં ઓસ્ટ્રેલિયાના ચોમ મુડીનું સ્થાન લેશે. મુડી સાત સિઝન સુધી સનરાઇઝર્સ સાથે રહ્યા પછી હવે અલગ થઇ રહ્યો છે. સનરાઇઝર્સે 2016માં આઇપીઍલ ટાઇટલ જીત્યું હતુ અને 2019માં…

Read More
PT Usha

ભારતની મહાન ટ્રેક ઍન્ડ ફિલ્ડ ઍથ્લેટ પીટી ઉષાને રમતમાં તેની અસાધારણ સેવા માટે ઇન્ટરનેશનલ ઍસોસિઍશન ઓફ ઍથલેટિક્સ ફેડરેશન (આઇઍઍઍફ) દ્વારા વેટરન પીન માટે નોમિનેટ કરવામાં આવી છે. ભારતની સર્વશ્રેષ્ઠ સ્પ્રિન્ટરમાની ઍક ઉષાને ક્વિન ઓફ ટ્રેક ઍન્ડ ફિલ્ડ કહેવાતી હતી. પીટી ઉષાઍ 1985ની જાકાર્તા ઍશિયન ગેમ્સમાં 100, 200 મીટર, 400 મીટર અને 400 મીટર વિધ્ન દોડ તેમજ 4 બાય 400 મીટર રિલે દોડમાં ગોલ્ડ મેડલ જીત્યા હતા. આઇઍઍઍફના સીઇઓ જોન રિજનને ઉષાને લખેલા ઍક પત્રમાં જણાવ્યું છે કે અમને ઍ જણાવતા ખુશી થાય છે કે તમારા વિસ્તારના ઍસોસિઍશન દ્વારા તમને આઇઍઍઍફ વેટરન પીન માટે નોમિનેટ કરવામાં આવ્યા છે. જે વિશ્વ ઍથ્લેટિક્સમાં…

Read More
Trent Boult

વર્લ્ડકપની ફાઇનલ માત્ર ઓછી બાઉન્ડરી ફટકારી હોવાને કારણે હારી ગયેલી ન્યુઝીલેન્ડની ટીમના ખેલાડી માટે આ પરાજય ભુલવો મુશ્કેલ છે અને બધા તેમાંથી પોત પોતાની રીતે બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યા છે ત્યારે ઝડપી બોલર ટ્રેન્ટ બોલ્ટે કહ્યું હતું કે તે પોતાના પાળતુ શ્વાન સાથે દરિયા કિનારે લટાર મારીને પરાજયનું દુખ હળવું કરવાનો પ્રયાસ કરશે. વર્લ્ડકપમાં કુલ 17 વિકેટ લઇને સ્વદેશ પરત ફરેલા બોલ્ટે કહ્યું હતું કે હું મનમાં ઍ પીડા અને સવાલ લઇને સ્વદેશ પરત આવ્યો છું કે વર્લ્ડકપની સતત બીજી ફાઇનલના પરાજયની પીડામાંથી કેવી રીતે બહાર નીકળવું. તેણે કહ્યું હતું કે હું ચાર મહિના પછી મારા ઘરે જઇ રહ્યો…

Read More
Hima Das 1

ભારતની સ્ટાર યુવા સ્પ્રિન્ટર હિમા દાસે 15 દિવસના ગાળામાં ચોથો ગોલ્ડ મેડલ જીતીને સપાટો બોલાવી દીધો છે. ચેક પ્રજાસત્તાક ખાતે ટેબોર ઍથ્લેટિક્સ મીટમાં હિમાઍ 200 મીટરની રેસમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેની સાથે વીકે વિસ્મયાઍ પણ પોતાનું પ્રદર્શન સુધારીને સિલ્વર મેડલ જીતી લીધો હતો. આ ઉપરાંત પુરૂષોની 400 મીટરની દોડમાં નેશનલ રેકોર્ડ હોલ્ડર મહંમદ અનસે ગોલ્ડ મેડલ પર કબજો જમાવ્યો હતો. હિમાઍ 200 મીટરની રેસ 23.25 સેકન્ડમાં પુરી કરીને ગોલ્ડ મેડલ જીત્યો હતો, જ્યારે વીકે વિસ્મયાઍ સીઝનનું શ્રેષ્ઠ પ્રદર્શન કરીને 23.43 સેકન્ડમાં રેસ પુરી કરીને સિલ્વર મેડલ જીત્યો હતો. મહંમદ અનસે 400 મીટરની રેસ 43.50 સેકન્ડમાં પુરી કરી હતી. આ…

Read More
Sindhu

ભારતની સ્ટાર શટલર પીવી સિંધુઍ ડેન્માર્કની મિયા બિલિચફેલ્ટ સામે 3 ગેમ સુધી ચાલેલી સંઘર્ષપૂર્ણ મેચ જીતીને ગુરૂવારે અહીં ઇન્ડોનેશિયા ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. જ્યારે કિદામ્બી શ્રીકાંત હોંગકોંગના કા લોંગ અંગુસ સામે 17-21, 19-21થી હારીને સ્પર્ધા બહાર થયો હતો. શ્રીકાંત આ મેચ માત્ર 39 મિનીટમાં જ હારી ગયો હતો. પાંચમી ક્રમાંકિત સિંધુઍ બીજા રાઉન્ડમાં 1 કલાક અને 2 મિનીટ સુધી ચાલેલી મેચમાં બિલિચફેલ્ટને 21-14, 17-21, 21-11થી હરાવી હતી. વિશ્વની 13મી ક્રમાંકિત બિલિચફેલ્ટ સામે સિંધુનો આ ત્રીજા વિજય રહ્યો હતો. આ પહેલા તેણે ડેન્માર્કની આ ખેલાડીને ઇન્ડિયન ઓપન અને સિંગાપોર ઓપનમાં હરાવી હતી. આ મેચમાં સિંધુની શરૂઆત…

Read More
Vijender Singh 1

ભારતના સ્ટાર બોક્સર વિજેન્દર સિંહે અત્યાર સુધી પ્રોફેશનલ સર્કિટમાં પ્રભાવશાળી પ્રદર્શન કર્યુ છે. દોઢ વર્ષના લાંબાગાળા પછી રિંગમાં ઉતરીને તેણે સતત 11મો પ્રોફેશનલ વિજય મેળવ્યો હોવાથી તે રાહત અનુભવી રહ્યો છે. પ્રોફેશનલ સર્કિટમાં તેની આટલી સફળતા પછી પણ તેણે દેશ વતી ઓલિમ્પિક્સમાં રમવા બાબતે પોતાની તૈયારી બતાવી છે. આ ઉપરાંત પાકિસ્તાની મુળના બ્રિટીશ બોક્સર આમિર ખાને આપેલા પડકાર બાબતે વિજેન્દરે કહ્યું હતું કે હું તેની સામે રિંગમાં ઉતરવા તૈયાર છુ. પાકિસ્તાની બોક્સર આમિર ખાન ટ્વિટર પર વિજેન્દરને પડકારી ચુક્યો છે. આ બાબતે તેણે કહ્યું હતું કે બાળકો સાથે લડવાનું બંધ કર, હું તેની સાથે બાઉટ લડવા તૈયાર છું. આમિર ખાને…

Read More
MSK Prasad 1

સુપ્રીમ કોર્ટ દ્વારા નિમાયેલી જસ્ટિસ લોઢા કમિટીના સુધારાઓને લાગુ કરવાની દિશામાં વહીવટદારોની સમિતિ (સીઓઍ)ઍ ગુરૂવારે ઍવો નિર્દેશ આપ્યો હતો કે પસંદગી સમિતિના અધ્યક્ષ જ પસંદગી સંબંધિત બેઠકોના કન્વીનર રહેશે. વિદેશ પ્રવાસો માટેની બેઠક વહીવટી મેનેજર બોલાવશે. આ નિર્દેશમાં ઍવું સ્પષ્ટ જણાવી દેવાયું છે કે હવેથી સચિવ કોઇ પસંદગી બેઠકમાં ભાગ નહીં લઇ શકે અને ટીમમાં વિકલ્પને મંજૂરી આપવા માટે તેની સહમતિની પણ કોઇ જરૂર નહીં રહે. જૂના બંધારણ હેઠળ પસંદગી સમિતિ બીસીસીઆઇ સચિવના કાર્યક્ષેત્રમાં આવતી હતી. જા કે હવે આ નિર્ણયને પગલે સચિવના જે અધિકાર છે તે મર્યાદિત થઇ જશે. સીઓઍઍ કહ્યું છે કે અમને ઍવું જણાવાયું છે કે બીસીસીઆઇનું…

Read More
Virat Dhoni

ભારતીય ક્રિકેટ ટીમની વેસ્ટઇન્ડિઝ પ્રવાસ માટેની શુક્રવારે મળનારી બેઠક અચાનક સ્થગિત કરી દેવામાં આવી છે. અગાઉથી નિર્ધારીત થયા અનુસાર 19મી જુલાઇઍ બેઠક કરીને વેસ્ટઇન્ડિઝ પ્રવાસ માટેની ટીમ પસંદ કરવા માટે બેઠક થવાની હતી પણ હવે તેને હાલ સ્થગિત કરી દેવામાં આવી છે, સીઓએના નિર્દેશને પગલે આ બેઠક ટળી છે. જે નિર્દેશ જારી થયાં છે તે અનુસાર પસંદગીની બેઠક બોલાવવાનો અધિકાર સચિવના સ્થાને હવે પસંદગી અધ્યક્ષને જ અપાયો છે. આ નિયમને કારણે દસ્તાવેજી પ્રક્રિયા જરૂરી હોવાથી આ બેઠક ટળી છે. સંભાવના ઍવી છે કે આ બેઠક હવે 20મી અથવા તો 21મીઍ મળશે. ભારતીય ટીમ 3 ઓગસ્ટથી 3 સપ્ટેમ્બર સુધીના વેસ્ટઇન્ડિઝ પ્રવાસે…

Read More
Team India 3

ભારતીય ટીમ વર્લ્ડકપમાં ચોથા ક્રમના યોગ્ય બેટ્સમેનના અભાવે સેમી ફાઇનલમાં હારી ગઇ હોવાની ચર્ચા ચાલી રહી છે ત્યારે શુક્રવારની બેઠકમાં પસંદગીકારો મિડલઓર્ડરની જે સમસ્યા છે તેના સંયોજન પર વધુ ધ્યાન આપે તેવી સંભાવના છે. ઍવું માનવામાં આવે છે કે આ બેઠકમાં મિડલ ઓર્ડર બાબતે જ વધુ ચર્ચા વિચારણા થઇ શકે છે. પસંદગીકારો પાસે વિકલ્પ તરીકે મયંક અગ્રવાલ, મનિષ પાંડે અને શ્રેયસ અગ્રવાલ હાજર છે. આ ઉપરાંત શુભમન ગીલનું નામ પણ વિચારાશે. પૃથ્વી શોને પણ ધ્યાને તો લેવાશે જા કે તે ઇજામાંથી હજુ બહાર આવ્યો નથી. દિનેશ કાર્તિક અને કેદાર જાદવના નામ વિચારણામાં પણ નહીં લેવાય. નવા ચહેરામાં રાહુલ ચાહર, નવદીપ…

Read More