9 જૂન 1975 : ભારત-વિન્ડીઝ વચ્ચે આ પહેલી વન ડે મેચ હતી. ભારતીય ટીમે પહેલા દાવ લઇને ગુંડપ્પા વિશ્વનાથના 75 રનની મદદથી 190 રન બનાવ્યા, જવાબમાં વેસ્ટઇન્ડિઝે ગોર્ડન ગ્રીનીજની સદીની મદદથી 51.3 ઓવરમાં લક્ષ્યાંક કબજે કર્યો 9 જૂન 1983 : બીજા વર્લ્ડ કપમાં ભારતીય ટીમે યશપાલ શર્માની 89 રનની ઇનિંગની મદદથી 8 વિકેટે 262 રન બનાવ્યા. જેના જવાબમાં રવિ શાસ્ત્રી અને રોજર બિન્નીઍ 3-3 વિકેટ ઉપાડતા વિન્ડીઝ 228 રનમાં ઓલઆઉટ થતાં ભારતીય ટીમ જીતી. 15 જૂન 1983 : ઍ જ વર્લ્ડ કપમાં ફરી ઍકવાર ભારત-વિન્ડીઝ વચ્ચે મુકાબલો થયો જેમાં રિચર્ડસની 119 રનની ઇનિંગથી વિન્ડીઝે 9 વિકેટે 282 રન બનાવ્યા. જેની…
કવિ: Sports Desk
ભારતીય ટીમ ગરૂવારે અહીં જ્યારે વેસ્ટઇન્ડિઝ સામે પોતાની છઠ્ઠી લીગ મેચ રમવા માટે મેદાને ઉતરશે ત્યારે ટીમ મેનેજમેન્ટની મુખ્ય ચિંતા મહેન્દ્ર સિંહ ધોનીની બેટિંગ અને તેનો બેટિંગ ક્રમ રહશે. બીજા પાવરપ્લેની મહત્વપૂર્ણ અોવરોમાં માજી કેપ્ટન ધોનીની નિષ્ફળતાઍ કેપ્ટન કોહલીની ચિંતા વધારી છે. અફઘાનિસ્તાન સામે ધોનીની ધીમી બેટિંગના કારણે તેની ઘણી ટીકા થઇ છે. સામાન્યપણે શાંત રહેતા સચિને પણ તેની ટીકા કરી હતી. બની શકે છે કે ધોનીનો બેટિંગ ક્રમ બદલવામાં આવે કે જેથી શોટ પસંદગીમાં નાવિન્ય લાવવા માટે જાણીતા કેદાર જાદવને વધુ બોલ રમવા મળે. આઇપીઍલમાં ધોનીની બેટિંગ અને વર્લ્ડ કપમાં તેની બેટિંગ અંગે પણ સવાલો થઇ રહ્યા છે. નેટ…
ભારતીય ટીમ ગુરૂવારે વર્લ્ડ કપમાં અહીંના ઍજબેસ્ટન મેદાન પર વેસ્ટઇન્ડિઝ સામે રમવા માટે મેદાનમાં ઉતરશે ત્યારે તેમની નજર વર્લ્ડ કપમાં છેલ્લા 23 વર્ષના ઇતિહાસને જાળવી રાખીને વિજય મેળવવા પર હશે. ભારતીય ટીમ વર્લ્ડ કપમાં વેસ્ટઇન્ડિઝ સામે છેલ્લા 23વર્ષમાં ઍકપણ મેચ હારી નથી. બંને ટીમ વચ્ચે વર્લ્ડ કપમાં અત્યાર સુધી કુલ મળીને 8 મેચ રમાઇ છે, જેમાંથી 5 ભારતીય ટીમ જ્યારે 3 વેસ્ટઇન્ડિઝ જીત્યું છે. 1983માં કપિલ દેવની આગેવાનીમાં ભારતીય ટીમે તેમની પાસેથી વિશ્વ ચેમ્પિયનનો દરજ્જા છીનવી લીધો ત્યારથી વેસ્ટઇન્ડિઝ અને ભારત વચ્ચે વર્લ્ડ કપની મેચો ઍક નવા જ સ્પર્ધાત્મક સ્તરે પહોંચી ગઇ છે, જા કે તેમાં મોટાભાગની મેચ ભારતીય ટીમ…
શાહિન આફ્રિદીની જોરદાર બોલિંગને કારણે 83 રનમાં 5 વિકેટ ગુમાવીને લથડી પડેલા ન્યુઝીલેન્ડને તે પછી 2 ઓલરાઉન્ડર જેમ્સ નિશમ અને કોલિન ડિ ગ્રાન્ડહોમે મળીને 132 રનની ભાગીદારી કરીને મુકેલા 238 રનના લક્ષ્યાંકને પાકિસ્તાને બાબર આઝમની નોટઆઉટ સદી અને હેરિસ સોહેલ સાથેની શતકીય ભાગીદારીની મદદથી 49.1 ઓવરમાં 4 વિકેટના ભોગે કબજે કરી લઇને મેચ 6 વિકેટે જીતી સેમી પ્રવેશની આશા જીવંત રાખી હતી. 238 રનના લક્ષ્યાંક સામે પાકિસ્તાનની શરૂઆત ખરાબ રહી હતી અને 19 રન બોર્ડ પર હતા ત્યારે તેમણે ફખર ઝમાનની વિકેટ ગુમાવી હતી. તે પછી સ્કોર 44 પર પહોંચ્યો ત્યારે બીજો ઓપનર ઇમામ ઉલ હક પણ આઉટ થયો હતો.…
હરિયાણા સરકાર દ્વારા અપાતી ઇનામી રકમ મામલે નારાજ થયેલો રેસલર બજરંગ પુનિયાએ બુધવારે કહ્યું હતું કે તે આ મામલે રાજ્યના રમત મંત્રી અનિલ વિજય સાથે મુલાકાત કરશે, સાથે જ તેણે કહ્યું હતું કે જો તેને અપાયેલા વચન અનુસારની રકમ ન આપવામાં આવે તો તેને અત્યાર સુધી જે પણ રકમ રાજ્ય સરકાર પાસેથી મળી છે તે પરત કરી દેશે. 65 કિલોગ્રામની કેટેગરીમાં ઇન્ટરનેશનલ લેવલ પર ઘણાં બધા મેડલ જીતીને દેશનું ગૌરવ વધારનાર રેસલર પુનિયાએ કહ્યું હતું કે હું આ મામલે હરિયાણાના રમત મંત્રી અનિલ વિજને મળીશ. જે પૈસા મળ્યા છે તે પણ ટૂંકમાં જ પાછા વાળી દઇશ, કારણ જે ખોટું છે…
રમત મંત્રી કિરણ રીજીજૂઍ મંગળવારે ઍવું કહ્યું હતું કે ભારતીય ઓલિમ્પિક્સ ઍસોસિઍશન (આઇઓઍ) ૨૦૨૨મા રમાનારી બર્મિંઘમ કોમનવેલ્થ ગેમ્સમાંથી હટી જવાનો ઍકતરફી નિર્ણય ન કરી શકે, તેણે આ માટે સરકાર સાથે સલાહ મસલત કરવી પડશે. કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશને બર્મિંઘમ ગેમ્સમાંથી શૂટિંગ સ્પર્ધાને બહાર રાખવાનો નિર્ણય કર્યા પછી આઇઓઍ દ્વારા તેના બહિષ્કારની વાત કરી હતી. રીજીજૂઍ કહ્યું હતું કે મારું મંત્રાલય કોઇ પણ નિર્ણય લેતા પહેલા શૂટીંગ ઍસોસિઍશન અને આઇઓઍ સાથે વિસ્તૃત ચર્ચા કરશે. તેમણે કહ્યું હતું કે મેં શૂટિંગ ઍસોસિઍશન સાથે ચર્ચા નથી કરી તેથી સત્તવાર રીતે હુ તેમની સ્થિતિ અંગે માહિતગાર નથી પણ જા તમારે બહિષ્કાર કરવો હોય તો તમારે…
લોર્ડસના મેદાન પર મંગળવારે રમાયેલી યજમાન ઇંગ્લેન્ડ સામેની મેચમાં ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર જેસન બેહરનડોર્ફ અને મિચેલ સ્ટાર્કે મળીને એક નવો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. માત્ર વર્લ્ડ કપ જ નહીં પણ વન ડે ક્રિકેટના ઇતિહાસમાં આ જોડીના નામે એ રેકોર્ડ લખાયો છે. બંનેએ મળીને કુલ 9 ઇંગ્લીશ બેટ્સમેનોને પેવેલિયન ભેગા કર્યા હતા અને વનડે ક્રિકેટના ઇતિહાસમાં પહેલીવાર બે ડાબોડી બોલરોએ મળીને એક મેચમાં કોઇ ટીમની 9 વિકેટ ઉપાડી હોય તેવું પહેલીવાર બન્યું છે. ઇંગ્લેન્ડ સામેની એ મેચમાં બેહરનડોર્ફે જોરદાર બોલિંગ કરીને 44 રન આપીને 5 વિકેટ ઉપાડી હતી. જ્યારે સ્ટાર્કે 43 રન આપીને 4 વિકેટ ઉપાડી હતી. બંનેએ મળીને કુલ…
વર્લ્ડ કપની સેમી ફાઇનલમાં પોતાનું સ્થાન લગભગ પાકું કરી લેનારી ન્યુઝીલેન્ડની ટીમ સામે બુધવારે જ્યારે પાકિસ્તાનની ટીમ મેદાન પર ઉતરશે ત્યારે તેમને વિજયથી ઓછું કંઇ નહીં ખપે. પાકિસ્તાને જો સેમી ફાઇનલમાં પ્રવેશવું હોય તો તેણે પોતાની બાકીની તમામ મેચ જીતવી જરૂરી છે. આ સ્થિતિમાં બુધવારની મેચમાં તેણે ન્યુઝીલેન્ડ સામે જીતવું જ પડશે, જો એમ નહીં થાય તો માંડ માંડ ફોર્મમાં આવેલા ખેલાડીઓ હતાશ થઇ શકે છે. આ મેચને ધ્યાને લઇએ તો મુકાબલો એવી બે ટીમ વચ્ચે છે જે બંને એકબીજાથી ભીન્ન છે. એક એવી ટીમ છે જેના પ્રદર્શન અંગે કોઇ આગાી કે ભવિષ્યવાણી કરી શકાય તેમ નથી અને બીજી એવી…
લોર્ડસ ખાતે રમાયેલી ઇંગ્લેન્ડ સામેની મેચમાં ડેવિડ વોર્નર અને ઍરોન ફિન્ચની ઓસ્ટ્રેલિયન ઓપનીંગ જોડીઍ સતત 5 મેચમાં 50 કે તેના કરતાં વધુ રનની ભાગીદારી કરીને ઇતિહાસ રચ્યો હતો. વર્લ્ડ કપના 44 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર કોઇ ઓપનીંગ જોડીઍ સતત 5 મેચમાં 50 કે તેના કરતાં વધુ રનની ભાગીદારી કરી છે. આ પહેલા રમાયેલા વર્લ્ડ કપમાં 4 અલગઅલગ દેશની ઓપનીંગ જોડીઓઍ ૫૦ કે તેનાથી વધુ રનની ભાગીદારી વધુમાં વધુ 4 વાર કરી છે. માર્ક વો અને રિકી પોન્ટીંગના નામે જો કે વર્લ્ડ કપમાં સતત સાત વાર 50 કે તેનાથી વધુ રનની ભાગીદારીનો રેકોર્ડ છે પણ તે બીજી વિકેટ માટેનો છે. આ બંનેઍ…
આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપ ૨૦૧૯માં ઓસ્ટ્રેલિયાનો ડેવિડ વોર્નર ૫૦૦ રન પુરા કરનારો પહેલો બેટ્સમેન બન્યો હતો. વોર્નરે લોર્ડસના મેદાન પર ઇંગ્લેન્ડ સામે પોતાની ૫૩ રનની ઇનિંગ દરમિયાન આ મુકામ મેળવ્યો હતો. તેણે હાલના વર્લ્ડ કપમાં બે સદી અને ત્રણ અર્ધસદી ફટકારી છે. વોર્નરે ૭ મેચની ૭ ઇનિંગમાં ઍકવાર નોટઆઉટ રહીને ૮૩.૩૩ની ઍવરેજે ૫૦૦ રન બનાવ્યા છે. જેમાં તેનો સર્વોચ્ચ સ્કોર ૧૬૬ રહ્યો છે. વોર્નર ઉપરાંત ફિન્ચ, શાકિબ, વિલિયમ્સન, રૂટ અને રોહિતે પણ ૨-૨ સદી ફટકારી છે. અહીંના લોર્ડસના મેદાન પર ઇંગ્લીશ ટીમના ચાહક દર્શકોઍ ઓસ્ટ્રેલિયાની ઇનિંગ દરમિયાન જ્યારે ડેવિડ વોર્નરે પોતાની અર્ધસદી પુરી કરી ત્યારે દરેક ખેલાડી કરે છે તે…