વેસ્ટ ઇન્ડિઝ સામેની 27મી જૂનની મેચ પહેલા ભારતીય ટીમ માટે ઍક સારા સમાચાર આવ્યા છે. ટીમ ઇન્ડિયાના ઝડપી બોલર ભુવનેશ્વર કુમારે મંગળવારે અહીં 30-35 મિનીટ સુધી નેટમાં પ્રેક્ટિસ કરી હતી. ભુવનેશ્વરે ટીમના ફિઝિયો પેટ્રિક ફરહટની દેખરેખમાં ફુલ રન અપ સાથે બોલિંગ કરી જેને જાતા ઍવું લાગે છે કે તેના સ્નાયુની સમસ્યામાં સુધારો થયો છે. Look who’s back in the nets ??#TeamIndia #CWC19 pic.twitter.com/m8bqvHBwrn — BCCI (@BCCI) June 25, 2019 ઍક સૂત્રઍ માહિતી આપી હતી કે ભુવનેશ્વરે પહેલા ટુંકા રનઅપથી બોલિંગ શરૂ કરી હતી. તે પછી ધીરે ધીરે તેણે પોતાનો રન અપ વધાર્યો હતો. જા કે મેદાનમાં તે જે રન અપ…
કવિ: Sports Desk
વેસ્ટઇન્ડિઝના માજી દિગ્ગજ બેટ્સમેન બ્રાયન લારાને આજે છાતીમાં થોડો દુખાવો અને બેચેની જેવું લાગતા અહીના પરેલ સ્થિત ગ્લોબલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હોસ્પિટલ દ્વારા ૫૦ વર્ષિય માજી ક્રિકેટરની સ્થિતિ અંગે કોઇ સત્તાવાર માહિતી જાહેર કરવામાં નથી આવી પણ લારાના નજીકના સૂત્રો જણાવે છે કે તે સારો છે અને ટૂંકમાં જ તેને હોસ્પિટલમાંથી રજા અપાશે. UPDATE: Message from @BrianLara “I am fine. I am recovering and I will be back in my hotel room tomorrow” ?AUDIO ON ?. Click below to hear Brian’s full message ⬇️⬇️⬇️:https://t.co/mWQVBkbJtj pic.twitter.com/cogFzpEjxR — Windies Cricket (@windiescricket) 25 June 2019 બ્રાયન લારાના હજારો ચાહકોને તેની તબિયત…
અહીં લોર્ડસ પર ઓસ્ટ્રેલિયાઍ ઍરોન ફિન્ચની સદીની મદદથી 7 વિકેટે 285 રન બનાવીને મુકેલા 286 રનના લક્ષ્યાંકની સામે જેસન બેહરનડોર્ફ અને મિચેલ સ્ટાર્કની જારદાર બોલિંગને પ્રતાપે ઇંગ્લેન્ડની ટીમ 221 રનમાં તંબુભેગી થઇ જતાં ઓસ્ટ્રેલિયા 64 રને મેચ જીતીને સેમી ફાઇનલ માટે ક્વોલિફાઇ થઇ ગઇ હતી. મોર્ગને ટોસ જીતીને ફિલ્ડીંગ પસંદ કરી તે પછી પ્રથમ દાવ લેનાર ઓસ્ટ્રેલિયાને ફરી ઍકવાર ઍરોન ફિન્ચ અને ડેવિડ વોર્નરની જોડીઍ જોરદાર શરૂઆત અપાવી હતી.બંનેઍ મળીને પ્રથમ વિકેટની ભાગીદારીમાં 123 રન ઉમેર્યા હતા અને તે સમયે સ્કોર 350 પાર જવાની સંભાવના હતી.જો કે 53 રન કરીને વોર્નર આઉટ થયો, પછી તેમની રન ગતિ ધીમી પડી હતી.…
આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપનો અડધોથી થોડો વધુ પ્રવાસ પૂર્ણ થયો છે અને ભારતીય ટીમ સેમી ફાઇનલના પ્રવેશથી બે વિજય દૂર છે. ટીમ ઇન્ડિયા અત્યાર સુધી વર્લ્ડ કપમાં પોતાના જોરદાર પ્રદશર્નથી અજેય રહી છે. ભારતીય ટીમે કુલ પાંચ મેચ રમી છે, જેમાંથી ચારમાં વિજય મેળવ્યો છે, જ્યારે ન્યુઝીલેન્ડ સામેની એક મેચ વરસાદે ધોઇ નાંખી છે. ભારતીય ટીમે હવે 10 દિવસમાં પોતાની બાકીની ચાર મેચ રમવાની છે અને આ ચારેય મેચમાં કોહલી બ્રિગેડના પાવરની ચોક્કસ જ કસોટી થવાની છે. ભારતીય ટીમ હવે 27 જૂને વેસ્ટઇન્ડિઝ સામે રમવા મેદાને ઉતરશે. આ ચાર મેચ એવો સમય છે, કે જેમાં પ્રતિભાની પરીક્ષાથી વધુ તેમાં ટકી…
નેશનલ બેડમિન્ટન કોચ પુલેલા ગોપીચંદની પુત્રી ગાયત્રીઍ ઓલ ઇન્ડિયા સીનિયર રેન્કિંગ ટુર્નામેન્ટમાં જારદાર પ્રદર્શન કરીને બે ટાઇટલ જીતીને ડબલ સિદ્ધિ મેળવી હતી. ગાયત્રીઍ ચોથી ક્રમાંકિત આકર્ષી કશ્યપને હરાવીને અપસેટ કર્યો હતો. તેણે મહિલા સિંગલ્સ અને મહિલા ડબલ્સ ઍમ બે ટાઇટલ પોતાના નામે કર્યા હતા. મહિલા સિંગલ્સમાં ગાયત્રીને તન્વી લાડ સામે જીતવામાં માત્ર 37 મિનીટ લાગી હતી અને તેણે ઍ મેચ 21-19, 21-16થી જીતી લઇને પહેલી સીનિયર રેન્કિંગ ટૂર્નામેન્ટ ટ્રોફી જીતી હતી. તે પછી તેણે ઋતુપર્ણા પાંડા સાથે મળીને ડિફેન્ડીંગ ચેમ્પિયન શિકા ગૌતમ અને અશ્વીની ભટની જાડીને 19-21, 21-14, 21-10થી હરાવીને ટાઇટલ જીતી લીધું હતું.
દિગ્ગજ જર્મન ટેનિસ સ્ટાર બોરિસ બેકરે પોતાના માથે ચઢેલા દેવાના ભારણને ઉતારવા માટે પોતાની ટેનિસ કેરિયરમાં મહેનતથી જીતેલી ટ્રોફીઅોની હરાજી શરૂ કરાવી છે. બ્રિટીશ હરાજી ફર્મ વાઇલ્સ હાડ્રીઍ સોમવારથી અોનલાઇન હરાજી દ્વારા આ ટ્રોફી વેચવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. ગ્રાન્ડસ્લેમ ઇતિહાસમાં ટાઇટલ જીતનારો સૌથી યુવા ખેલાડી બનનાર બોરિસ બેકર પોતાના સમયમાં મહાન ટેનિસ ખેલાડી ગણાતો હતો. તેણે માત્ર 17 વર્ષની વયે જ ત્રણ ગ્રાન્ડસ્લેમ ટ્રોફી જીતી હતી. બેકરે પૈસા ભેગા કરવા માટે પોતાની ટ્રોફી ઉપરાંત મેડલ્સ, ઘડિયાળો અને ફોટો સહિત કુલ 82વસ્તુઅો હરાજી માટે મુકી છે. આ હરાજી 24મીથી શરૂ થઇને 11જુલાઇ સુધી ચાલશે. તે અંગેની માહિતી હરાજી ફર્મે…
સોમવારે જાહેર થયેલા ટેનિસ રેન્કિંગમાં મહિલા વિભાગમાં જાપાનની નાઓમી અોસાકાને પાછળ હડસેલીને અોસ્ટ્રેલિયાની ઍશ્લે બાર્ટી નંબર વન બનવા સાથે ઇતિહાસ સર્જ્યો હતો. બાર્ટી 1976 પછી નંબર વન બનનારી પહેલી ઓસ્ટ્રેલિયન ખેલાડી બની છે. આ સિવાય પુરૂષોમાં 1થી 3 ક્રમ પર નોવાક જોકોવિચ, રાફેલ નડાલ અને રોજર ફેડરર જળવાઇ રહ્યા છે. બાર્ટી પહેલા 1976માં 7 વારની ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન ગુલાગોંગ કાઉલી પહેલા ક્રમે પહોંચી હતી અને તે પછી હવે બાર્ટી આ ક્રમે પહોંચી છે. નાઓમી અોસાકા પહેલા ક્રમેથી બીજા ક્રમે ઉતરી ગઇ છે. પુરૂષોમાં જોકોવિચ અને નડાલ વચ્ચે જો કે પોઇન્ટનું અંતર વધી ગયું છે. જોકોવિચના ૧12415 પોઇન્ટ છે જ્યારે નડાલના…
શ્રીલંકા સામે અપસેટનો શિકાર બનેલી ઇંગ્લેન્ડની ટીમ મંગળવારે અહીના ઐતિહાસિક લોર્ડ્સના મેદાન પર વર્લ્ડ કપના ડિફેન્ડીંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા સામે મેદાને પડશે ત્યારે તેની નજર વર્લ્ડ કપની સેમી ફાઇનલમાં પ્રવેશવાની આશા જીવંત રાખવા માટે મેચ જીતવા પર હશે. 6 મેચમાંથી 4 મેચ જીતીને ઇંગ્લેન્ડની ટીમ પોઇન્ટ ટેબલમાં ચોથા સ્થાને છે. ટાઇટલની પ્રબળ દાવેદાર ગણાતી આ ટીમે હવે અંતિમ ચારમાં પોતાનું સ્થાન જાળવી રાખવા માટે બાકી બચેલી ત્રણમાંથી બે મેચ જીતવી પડશે. જા કે તેના માટે ઍ કામ સરળ નહીં રહે, કારણ તેની ત્રણેય મેચ ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને ભારત સામે છે. આ ત્રણેય સામે તે કદી વર્લ્ડ કપમાં જીતી શક્યું નથી. વળી…
ફ્રાન્સના વાલેન્સિઍનેસમાં રમાઇ રહેલા ફિફા મહિલા વર્લ્ડ કપમાં યજમાન ફ્રાન્સે કેપ્ટન અમાનદિન હેનરીઍ વધારાના સમયમાં કરેલા ગોલની મદદથી ટાઇટલના દાવેદાર બ્રાઝિલને રવિવારે રાત્રે 2-1થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. ક્વાર્ટર ફાઇનલમાં તેનો સામનો હવે ડિફેન્ડિંગ ચેમ્પિયન અમેરિકા અને સ્પેન વચ્ચે થનારી મેચના વિજેતા સાથે થશે. ફ્રાન્સ અને બ્રાઝિલ વચ્ચેની મેચનો પહેલો હાફ ગોલ રહિત રહ્યો હતો. વાલેરી ગોવિને બોલ ગોલ પોસ્ટમાં મોકલીને ફ્રાન્સને સરસાઇ અપાવી હતી પણ વીઍઆર રિવ્યુ સિસ્ટમમાં ઍ ગોલ રદ કરી દેવાયો હતો. બીજા હાફની 7મી મિનીટમાં ગોવિને કાદિદિઍતૂ દિયાનીની મદદથી ગોલ કરીને ફ્રાન્સને સરસાઇ અપાવી હતી. જા કે તેની 11 મિનીટ પછી બ્રાઝિલ વતી…
વેસ્ટઇન્ડિઝનો ઓલરાઉન્ડર આન્દ્રે રસેલ ઘુંટણની ઇજાને કારણે વર્લ્ડ કપમાંથી બહાર થઇ ગયો છે. તેના સ્થાને ટોપ અોર્ડરના બેટ્સમેન સુનિલ અંબરિશના સમાવેશને આઇસીસીઍ મંજૂરી આપી દીધી છે. સુનિલ અંબરિશે આયરલેન્ડ ખાતેની ત્રિકોણીય સિરીઝમાં કેરિયર બેસ્ટ 148 રનની ઇનિંગ રમી હતી. રસેલ પહેલાથી જ ઘુંટણની ઇજાથી પીડાતો હતો અને પાકિસ્તાન સામેની મેચમાં તેની ઍ ઇજા વધુ વકરી હતી. તે અોસ્ટ્રેલિયા સામેની મેચમાં પાછો ફર્યો હતો પણ તે ઍ મેચમાં બીજા સ્પેલ નાંખી શક્યો નહોતો. રસેલ ઇંગ્લેન્ડ સામે માત્ર બે અને બાંગ્લાદેશ સામે માત્ર 6 અોવર બોલિંગ કરી શક્યો હતો. ન્યુઝીલેન્ડ સામેની મેચ તે આ ઇજાને કારણે રમી શક્યો નહોતો. કિરોન પોલાર્ડ અને…