Author: Dipal

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

rajkot 123

રાજકોટ NSUIના મહામંત્રી જયરાજસિંહ જાડેજાની હત્યાનો મામલો.હત્યાના ગુનામાં પકડાયેલ બંને આરોપીનું પોલીસ દ્વારા કઢાયું સરઘસ. આરોપી અજયસિંહ વાળા તેમજ ધનરાજસિંહ જાડેજા નામના બંને આરોપીનું એરપોર્ટ નજીક આવેલ પુનિતનગરમાં કઢાયું સરઘસ.હત્યાને કઈ રીતે અપાયો અંજામ તેને લઇને આરોપી પાસે કરાવાયું રિકન્ટ્રક્શન.

Read More
gandhinagr

આજે ગાંધીનગર ખાતે કેબિનેટની બેઠક મળી હતી. ખાતાની ફાળવણીથી નારાજ કોળી નેતા અને રાજ્યકક્ષાના મંત્રી પરસોત્તમ સોલંકી કેબિનેટમાં હાજર રહ્યા નહોતા. સોલંકીને મનાવવાના ઘણા પ્રયાસો બાદ પણ તેઓ બેઠકમાં ગેરહાજર રહ્યા હતા. મંત્રી પરસોત્તમ સોલંકીના સમર્થકો સરકારી નિવાસ સ્થાને ઉમટી પડ્યા હતા. સોલંકીની નારાજગીના કારણે ગઈ કાલે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા તેમને મળ્યા હતા. તેમની સાથે મુલાકાત બાદ તેઓ નારાજ ન હોવાનું જણાવ્યું હતું.પરસોતમ સોલંકીના નિવાસે અાજે તેમના સમર્થકોની ભીડ જોવા મળી હતી.

Read More
RSS bhagavat

આજથી ઉજ્જૈનમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે 3 દિવસીય સમન્વય બેઠક શરૂ થઈ છે. આ બેઠકમાં સંઘ પ્રમુખ મોહન ભાગવત હાજર રહેશે. બેઠકમાં ભાજપના દિગ્ગજ નેતાઓ સામેલ થઈ શકે છે. સંઘના પ્રમુખ મોહન ભાગવત ઉજ્જૈનમાં સમન્વય બેઠક દરમિયાન એ જણાવશે કે વિભિન્ન ક્ષેત્રોના વિશેષજ્ઞ દેશની વર્તમાન પરિસ્થિતિને લઈને કેવા વિચાર રાખે છે. RSS પ્રમુખ મોહન ભાગવત ઉજ્જૈનમાં ભારત માતા મંદિરનું ઉદ્ઘાટન કરવા આવ્યા છે. હિમાચલ અને ગુજરાત ચૂંટણીમાં ભાજપની જીત થઈ છે અને આ વર્ષે આઠ રાજ્યોમાં ચૂંટણી થવાની છે ત્યારબાદ લોકસભા ચૂંટણી યોજાશે.

Read More
Satyadaypng

એક કા તીન કૌભાંડ આચરીને 500 કરોડ કરતા વધુની છેતરપિંડી અચરનાર અભય ગાંધીને ચેક બાઉન્સના કેસમાં દોઢ વર્ષની સજા ફટકારી, 1.60 કરોડ રૂપિયાના ચેક બાઉન્સ કેસમાં સીબીઆઈ સ્પેશિયલ નેગોસીએબલ કોર્ટે સજા સંભળાવી.ભોગ બનનારને એક મહિનામાં રકમ ચૂકવવા આદેશ. કોર્ટે મહાઠગ અભય ગાંધીને 30 હજારનો દંડ ફટકાર્યો. અભય ગાંધી પાસે રૂપિયા નહીં હોવાથી કોર્ટમાં દંડ ભરવાનો ઇનકાર કર્યો અમદાવાદના અમરાઈવાડીની કથિત ઘટેલી પોલિસ કોન્સટેબલ સાથેની દલિત વિવાદની ઘટના અંગે શહેર કોંગ્રેસના તમામ કોરપોરેટરો અમરાઈવાડીના સ્થાનિક કોર્પોરેટર જગદીશ રાઠોડના નેજામા ખોખરાની અનુપમ સિનેમા સામે દલિત આગેવાનો તેમજ સ્થાનિકો સાથે ભેગા મળી રેલી સ્વરૂપે કાકરિયા રેલવે ઓવરબિજના છેડે આવેલ સંયુક્ત કમિશ્નરની કચેર એ…

Read More
rajkot

શ્રી મતી એ.પી. પટેલ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ સંચાલીત શ્રી મતી આર.આર. મહિલા આર્ટસ એન્ડ કોર્મસ કોલેજ સમસ્ત ગઢડા ગ્રામજનોના સહયોગથી રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત અંધ શ્રધ્ધા નિવારણનો ભારત જન વિજ્ઞાનજાથાનો ચમત્કારોથી ચેતો લોક જાગૃતિ કાર્યક્રમ સફળતાથી સંપન્ન થયો હતો. જાથાના ચેરમેન અને એડવોકેટ જયંત પટેલે પોતાની આગવી શૈલીમાં વ્હેમ, અંધશ્રધ્ધા ચમત્કારો ઉપર વૈજ્ઞાનિક સમજ આપી હતી. ભૂત, પ્રેત, મામો, જીનાથ, ચુડેલ, ડાકણ, મેલીવિદ્યા, આસુરી શક્તિનું અસ્તીત્વ જ નથી તેથી ભય કાઢીનાખવા અનુરોધ કર્યો હતો. વાસ્તુશાસ્ત્ર, ફેંગસૂઇ, ટેરાશાસ્ત્ર, અંક, છાયાશાસ્ત્ર, જ્યોતિશાસ્ત્ર, વગેરેનો વૈજ્ઞાનિક રીતે તપાસ કરતા અવૈજ્ઞાનિક અને કપોળ કલ્પિત સાબિત થઇ છે. નવિ પેઢીએ દૈનિક રાશિ ફળ કથનોથી દૂર…

Read More
MHARASTRA BAND.Still001

મહારાષ્ટ્ર બંધના એલાનને પગલે બસો અટકાવાઈ. અનેક મુસાફરો અટવાયા મહારાષ્ટ્ર જતી બસો સાપુતારામાં અટવાઈ જતા અનેક મુસાફરો રજળી પડ્યા હતા.લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે

Read More
DSmDz9TUQAAvXed

આરજેડી સુપ્રિમો અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવની વિરુદ્ધ બુધવારે સુબીઆઈની વિશેષ અદાલત સજાએ એલાન કરશે. ગત 23 ડિસેમ્બરના રોજ કોર્ટે લાલુને દેવધર ચારા કૌભાંડમાં દોષી સાબિત કર્યા હતા. તેના બાદથી તેઓ રાંચીની જેલમાં બંધ છે. તમામ દોષીઓની સાથે લાલુ કોર્ટ પહોંચી ચૂક્યા હતા. પરંતુ આજે એડ્વોકેટ વિન્દેશ્વરી પ્રસાદનું નિધન થયું હોવાથી તેમનો કેસ કોર્ટમાં રજૂ કરાયો નહતો. હવે લાલુ પ્રસાદ યાદવના કેસનો કાલે ચુકાદો આપવામાં આવશે. કોર્ટની બહાર સમર્થકોની ભીડને જોતા સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવાઈ છે. આરજેડી સુપ્રિમો અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવની વિરુદ્ધ બુધવારે સુબીઆઈની વિશેષ અદાલત સજાએ એલાન કરશે. ગત 23 ડિસેમ્બરના રોજ…

Read More
gyasbhart

કોંગ્રેસ પક્ષ સહિત અન્ય સેક્યુલર પાર્ટીઓ ટ્રિપલ તલાકના અા નવા કાનૂનને રાજ્યસભામાં પાસ થતું અટકાવે તે મુદેગુજરાત મુસ્લિમહિત રક્ષક સમિતિએ ભરતસિંહ સોલંકીને ટ્રિપલ તલાક મુદે અાવેદન અાપ્યું છે.અાવેદન પત્રમાં ગુજરાત મુસ્લિમહિત રક્ષક સમિતિએ ખાસ ઉલ્લેખ કર્યો છે કે કોંગ્રેસ પક્ષ ટ્રિપલ તલાકના અા નવા ખરડાને રાજ્યસભામાં પાસ થતું અટકાવે. ધારાસભ્ય ગ્યાસુદીન શેખે અેક નિવેદનમાં જણાવ્યું કે ગુજરાત મુસ્લિમહિત રક્ષક સમિતિએ અાપેલ અાવેદનપત્રના તમામ મુદાઓ અને ઓલ ઈન્ડીયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ તથા તમામ ધાર્મિક સંસ્થાઓના ટ્રિપલ તલાક મુદા પરત્વેના વલણની સાથે હું સંપુર્ણપણે સંમત છું.કોંગ્રેસ પક્ષ સહિત અન્ય સેક્યુલર પાર્ટીઓ ટ્રિપલ તલાકના અા નવા કાનૂનને રાજ્યસભામાં ખરડાની વિરૂદ્ધ મતદાન કરી…

Read More
1bbc637992df4b46ba40776eff237b2b

ગુજરાતમાં તમામ વાહનોમાં ૧૫મી જાન્યુઆરી સુધીમાં હાઈ સિકયોરિટી રજિસ્ટ્રેશન પ્લેટ લગાવવાનો આદેશ અપાયો છે, અને જે વાહનચાલક હાઈ સિકયોરિટી રજિસ્ટ્રેશન પ્લેટ નહીં નખાવે તેને તે જયારે પણ પકડાશે ત્યારે ૫૦૦ રૂપિયા દંડ ભરવો પડશે. જોકે, આ ડેડલાઈનને હવે માંડ ૧૩ દિવસ રહ્યા છે, ત્યારે અમદાવાદીઓની હાલત કફોડી થઈ ગઈ છે. એક તરફ, ટ્રાન્સપોર્ટ વિભાગ તંત્ર દ્વરા જાહેરખબર અપાઈ રહી છે કે,નજીકના ડીલરને ત્યાં નંબર પ્લેટ નખાવી શકશે, પરંતુ ગ્રાઉન્ડ રિયાલિટી કંઈક અલગ જ છે. ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા http://www.hsrpgujarat.com પર જયાં હાઈ સિકયોરિટી રજિસ્ટ્રેશન પ્લેટ નખાવી શકાય છે. તેવા ડીલર્સની યાદી આપવામાં આવી છે. આ વેબસાઈટના જણાવ્યા અનુસાર, અમદાવાદ જિલ્લામાં ૩૮…

Read More
taj mahel

આગામી દિવસોમાં પ્રેમની અમર નિશાની તાજ મહેલના દિદાર માટે પ્રવાસીઓએ એડવાન્સમાં ટિકિટ બુક કરાવવી પડશે.વાસ્તવમાં ભારતીય પુરાતત્વ વિભાગ (એએસઆઇ) તાજમહલમાં પ્રવાસીઓના પ્રવેશની મર્યાદા 40 હજાર સુધી મર્યાદિત કરવાની કવાયત તેજ કરી છે. તે હેઠળ એક દિવસમા માત્ર 40 હજાર લોકો જ આ મુઘલકાલીન ધરોહરને જોઈ શકશે, તે પણ માત્ર 3 કલાક સુધીની સમય મર્યાદામાં. એટલું જ નહીં એએસઆઇ મકબરાની અંદર પ્રવેશ કરવા માટે અને 15 વર્ષથી નીચેના બાળકો માટે અલગ ટિકિટ વ્યવસ્થા પણ શરૂ કરવામાં આવી રહી છે જેથી મુલાકાતીઓની ચોક્કસ સંખ્યા અને લોકોની વ્યવસ્થા યોગ્ય રીતે કરી શકાય. તાજના પ્રવાસીઓની સંખ્યા નક્કી કરવી રેલવેની ટિકિટ ઓનલાઇન ખરીદો અથવા ઑફલાઇન,…

Read More