હાઈસ્કોરિંગ મેચમાં હૈદરાબાદ સામે બેંગ્લોરનો દિલધડક વિજય

IPL11ની 51મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે સનરાઈઝર્સ હૈદરાબાદને 14 રને હરાવી દીધી. હાઈસ્કોરિંગ મેચમાં બેંગ્લોરે એબી ડિ વિલિયર્સ અને મોઈન અલીની શાનદાર અડધી સદીઓની મદદથી સનરાઈઝર્સને જીત માટે 219 રનનો તોતિંગ ટાર્ગેટ આપ્યો હતો જેની સાથે સનરાઈઝર્સ 20 ઓવરમાં 3 વિકેટે 204 રન જ બનાવી શકી હતી. SRH તરફથી વિલિયમ્સને 81 અને મનીષ પાંડેએ 62 રનની ઈનિંગ રમી હતી પણ તે ટીમને જીતાડવામાં નિષ્ફળ રહ્યાં હતા. આ જીત સાથે બેંગ્લોરની પ્લેઑફમાં પહોંચવાની આશા વધુ મજબૂત થઈ છે. અગાઉ સનરાઈઝર્સ હૈદરાબાદે ટોસ જીતી બેંગ્લોરને પ્રથમ બેટિંગ આપી હતી. પ્રથમ ઓવરમાં ઓપનર પાર્થિવ પટેલ (1) અને પાંચમી ઓવરમાં કેપ્ટન વિરાટ કોહલી(12)ની વિકેટ પડ્યા બાદ એબી ડિ વિલિયર્સ (69) અને મોઈન અલી (65) વચ્ચે ત્રીજી વિકેટ માટે 107 રનની ભાગીદારી નોંધાઈ હતી. પાંચમા ક્રમે આવેલા કોલિન ડી ગ્રાન્ડહોમે 17 બોલમાં 40 અને સાતમા ક્રમના બેટ્સમેન સરફરાઝ ખાને 8 બોલમાં 22 રન બનાવતા RCBએ 20 ઓવરના અંતે 6 વિકેટે 218 રન બનાવ્યા હતા. 219 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી સનરાઈઝર્સની શરૂઆત જબરદસ્ત રહી હતી. 47 રનના સ્કોરે શિખર ધવન (18)ની વિકેટ પડ્યા બાદ એલેક્સ હેલ્સ (37) પણ જલ્દી આઉટ થઈ ગયો હતો. જોકે, કેપ્ટન કેન વિલિયમ્સન(81) અને મનીષ પાંડે વચ્ચે ત્રીજી વિકેટ માટે 135 રનની મોટી ભાગીદારી નોંધાઈ હતી. એક સમયે સનરાઈઝર્સ હાઈએસ્ટ રન ચેઝ કરીને ઈતિહાસ બનાવશે એવું લાગતું હતું પરંતુ છેલ્લી ઓવરના પ્રથમ બોલે જ કેન વિલિયમ્સન આઉટ થઈ જતા બેંગ્લોરે 14 રને જીત મેળવી લીધી હતી. મનીષ પાંડે 61 રન બનાવી નોટઆઉટ રહ્યો હતો. જોકે, તે ટીમને જીતાડી શક્યો નહોતો. આ જીત સાથે બેંગ્લોરના 12 પોઈન્ટ થઈ ગયા છે અને તેની પ્લેઑફમાં પહોંચવાની આશા વધુ મજબૂત બની છે. બીજી તરફ પહેલેથી જ પ્લેઑફમાં સ્થાન બનાવી ચૂકેલી SRHને આ હારથી વધારે નુકસાન થયું નથી પણ તેનું જીતનું મોમેન્ટમ જરૂરથી તૂટ્યું છે.

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com