U-19માં જીત મેળવનાર ખેલાડીઓ માટે BCCIએ કરી ઇનામની જાહેરાત

ઓસ્ટ્રેલિયાને હરાવીને ભારતે અંડર-19 વર્લ્ડ કપમાં ઈતિહાસ રચી દીધો છે. ભારતે 38 ઓવરમાં 220 રન બનાવીને આ મેચ જીતી લીધી છે. ઓસ્ટ્રેલિયાને 8 વિકેટે હરાવી ટીમ ઈન્ડિયાની યંગ બ્રિગેડે ફરી વર્લ્ડ કપ હસ્તક કરી લીધો છે.ત્યારે શુભમ ગીલને મેચ ઓફ ધી સીરિઝનો અેવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે. ફાઇનલમાં સદી ફટકારનાર મનજોત કલારાને મેન ઓફ ધી મેચનો અવોર્ડ મળ્યો. જ્યારે BCCIએ પ્રાઈઝ મનીની જાહેરાત કરી. દરેક ખેલાડીને રૂ. 20 લાખ અને કોચ રાહુલ દ્રવીડને રૂ. 50 લાખ મળશે. મનજોત કલારાએ 101 બોલમાં 100 રન બનાવીને સદી પૂરી કરી છે. આ ખુશીનો માહોલ દેશભરના લોકો ફટાકડા, ઢોલ વગાડીને મનાવી રહ્યા છે. અને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ખેલાડીને પ્રોત્સાહીત કરવા સચીન તેંડુલકર, પીએમ નરેન્દ્ર મોદી, સીએમ વિજય રૂપાણીએ શુભેચ્છા પાઠવી હતી.

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com