12 C
Ahmedabad
Friday, January 28, 2022

BCCI એ PCB ને ઠપકો આપતા કહ્યું- “ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડનો પ્રવાસ રદ થવાથી પાકિસ્તાન ભારતને ગાળો આપવાનું બંધ કરે “

Must read

SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) ની જૂની આદત રહી છે કે તેની નિષ્ફળતાઓ છુપાવવા માટે હંમેશા ભારતીય ક્રિકેટ નિયંત્રણ બોર્ડ (બીસીસીઆઈ) ને જવાબદાર ઠેરવે છે. તાજેતરમાં જ ન્યુઝીલેન્ડની ટીમે સુરક્ષાના કારણોસર પાકિસ્તાન પ્રવાસ રદ કર્યા બાદ પરત ફરવાનો નિર્ણય કર્યો હતો. આ પછી ઈંગ્લેન્ડે તેમનો આગામી પાકિસ્તાન પ્રવાસ રદ કર્યો હતો. તેના કારણે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને મોટો આંચકો લાગ્યો છે. તેનાથી નિરાશ પાકિસ્તાન આ માટે સતત ભારત પર પાયાવિહોણા આક્ષેપો કરી રહ્યું છે. BCCI ના એક અધિકારીએ આ અંગે PCB ને ઠપકો આપ્યો છે.

શું છે સમગ્ર મામલો?
ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમે સુરક્ષાને કારણે પાકિસ્તાનનો પ્રવાસ રદ કર્યો હતો, જ્યારે ઇંગ્લેન્ડની ટીમે ખેલાડીઓની માનસિક અને શારીરિક સ્થિરતા જાળવવા માટે પ્રવાસ રદ કરવાનો નિર્ણય કર્યો હતો. આ પ્રવાસ રદ્દ થવાને કારણે પાકિસ્તાન આર્થિક અને નૈતિક રીતે પ્રભાવિત થયું છે, જે બાદ પીસીબીના નવા અધ્યક્ષ રમીઝ રાજાએ બંને દેશોની નિંદા કરી છે. આ તમામ ઘટનાઓ વચ્ચે પાકિસ્તાનના કેટલાક મંત્રીઓ અને ભૂતપૂર્વ ખેલાડીઓએ પ્રવાસ રદ કરવા પાછળ ભારતનો હાથ જણાવ્યો છે. તેઓ આ માટે BCCI ને પણ જવાબદાર ઠેરવી રહ્યા છે.

BCCI ના અધિકારીએ ઠપકો આપ્યો
બીસીસીઆઈના એક વરિષ્ઠ અધિકારીએ ન્યૂઝ એજન્સી ‘આઈએએનએસ’ને કહ્યું કે પાકિસ્તાનને ભારતને કોઈ પણ મોટા કે નાના મુદ્દામાં સામેલ કરવાની જૂની આદત છે, તે પણ કોઈ પુરાવા વગર. તેમણે કહ્યું, “અમે ઈચ્છીએ છીએ કે રમીઝ રાજા, પાકિસ્તાન તેમના કાર્યકાળમાં નવી ઉંચાઈઓ પર પહોંચે. અમે એક વાત સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ પ્રવાસ રદ કરવા પાછળ બીસીસીઆઈનો કોઈ હાથ નથી.”

તેણે કહ્યું, “અમારી પાસે આ બધી બાબતો માટે સમય નથી. મને ખબર નથી કે પાકિસ્તાનના કેટલાક ભૂતપૂર્વ ખેલાડીઓ આઈપીએલને શા માટે દોષી ઠેરવી રહ્યા છે? મેં ક્યાંક વાંચ્યું કે રમીઝે કહ્યું કે ઓસ્ટ્રેલિયન ખેલાડીઓએ પૈસા માટે પોતાનો ડીએનએ બદલ્યો છે, રમીઝે આરોપ લગાવ્યો છે. આઈપીએલને કારણે ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓએ પોતાનું આક્રમક વલણ છોડી દેવું અને ભારત સામે સરળ રીતે રમવું. તેમણે કહ્યું કે, હવે આમાં IPL ક્યાંથી આવ્યું? તેમણે કહ્યું, “હવે આમાં આઈપીએલ ક્યાંથી આવ્યું? હવે આ કેવો આરોપ છે? અમે જાણીએ છીએ કે તેમને તે પસંદ નથી પણ ભારતને દરેક મુદ્દામાં સામેલ કરવું યોગ્ય નથી.”

- Advertisement -

More articles

- Advertisement -

Latest article