એશિયા કપ ૨૦૨૫ પહેલા ભારતીય ટીમના સપોર્ટ સ્ટાફમાં મોટો ફેરફાર
એશિયા કપ ૨૦૨૫ પહેલા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) એ ટીમ ઈન્ડિયાના બેકરૂમ સ્ટાફમાં મોટો ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. ૧૫ વર્ષથી ટીમ ઈન્ડિયા સાથે જોડાયેલા એક સપોર્ટ સ્ટાફ, જે ઈંગ્લેન્ડ પ્રવાસ પર પણ ટીમ સાથે હતા, તેમને હવે એશિયા કપ ૨૦૨૫ માટે ટીમનો ભાગ બનાવવામાં આવ્યા નથી.
રાજીવ કુમારને પદ પરથી દૂર કરાયા
પીટીઆઈના અહેવાલ મુજબ, બીસીસીઆઈએ ટીમ ઈન્ડિયાના મસાજ થેરાપિસ્ટ રાજીવ કુમારનો કાર્યકાળ ન વધારવાનો નિર્ણય લીધો છે. બીસીસીઆઈના જણાવ્યા અનુસાર, જો સપોર્ટ સ્ટાફ લાંબા સમય સુધી ટીમ સાથે જોડાયેલો રહે તો ટીમને ઓછો ફાયદો થાય છે. આ ઉપરાંત, ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ વચ્ચે વધુ પડતી નિકટતા પણ ટીમના પ્રદર્શનમાં અવરોધ ઊભો કરી શકે છે. આ કારણોસર, બીસીસીઆઈએ એક નવો મસાજ થેરાપિસ્ટ નિયુક્ત કર્યો છે.

રાજીવ કુમાર ૧૫ વર્ષથી ટીમ ઈન્ડિયાનો અભિન્ન ભાગ હતા. મેચ દરમિયાન તેઓ ઘણીવાર બાઉન્ડ્રી લાઇન પાસે જોવા મળતા હતા, જ્યાં થાકેલા ખેલાડીઓ મસાજ માટે તેમની પાસે આવતા હતા. તેઓ ખેલાડીઓને તાજગી અપાવવા માટે મસાજ ઉપરાંત ડ્રિંક્સ પણ બનાવતા હતા અને ઘણીવાર બોલ પણ ખેલાડીઓ તરફ ફેંકતા જેથી તેમને વધારે દોડવું ન પડે.
BCCI has decided to part ways with Indian team masseur Rajeev Kumar, it is understood
Kumar, a familiar figure, was part of the team for nearly 15 years, including the recent tour to England. Was of immense help to pacers.
BCCI is releasing support staff left & right.
Who next?
— Jose Puliampatta (Prof. Bala) (@JosePuliampatta) August 22, 2025
અગાઉ, બીસીસીઆઈએ ભૂતપૂર્વ સહાયક કોચ અભિષેક નાયર અને સ્ટ્રેન્થ અને કન્ડીશનીંગ કોચ સોહમ દેસાઈને પણ નવા કરાર આપ્યા ન હતા. આ નિર્ણય બીસીસીઆઈ દ્વારા ટીમમાં તાજગી અને નવીનતા લાવવાના પ્રયાસનો ભાગ હોવાનું માનવામાં આવે છે. આ ફેરફારો ટીમ ઈન્ડિયાના પ્રદર્શન પર કેવો પ્રભાવ પાડશે, તે આવનારા એશિયા કપ અને અન્ય ટુર્નામેન્ટોમાં જોવા મળશે. આ નિર્ણયથી ભારતીય ટીમમાં નવો જોમ અને જુસ્સો ભરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
