કર્ણાટક ચૂંટણી પહેલા ભાજપને ખુશખબર, યુપીમાં 37માંથી 36 સીટો જીતી

દેશની નજર હાલમાં કર્ણાટક ચૂંટંણી પર છે અને અહીંની હાર જીત આગામી લોકસભા ચૂંટણી પર પ્રભાવ પાડશે. આ ચૂંટણી સંગ્રામ વચ્ચે ભાજપ માટે મોટા સમાચાર છે. કર્ણાટક ચૂંટણીના પરિણામો પહેલા યુપીમાં ભાજપે 37 માંથી 36 સીટો પર પોતાનો કબ્જો મેળવી લીધો છે. આ સીટો યુપીમાં સહકારી બેંકોની પ્રબંધન સમિતિની છે. જ્યાં સપાનું એકહથ્થુ શાસન ચાલી રહ્યુ છે. વાસ્તવમાં શુક્રવારે યુપીમાં સહકારી બેંકોની પ્રબંધન સમિતિની ચૂંટણી હતી. જેના પર ભાજપે એકતરફી જીત મેળવી છે. ભાજપે યુપીના 37 જિલ્લામાં 36 જિલ્લાની સહકારી બેંકોની પ્રબંધ સમિતિના અદ્યક્ષ પદ પર જીત મેળવી છે. જ્યારે આજમગઢમાં ચૂંટણી સ્થગિત થઈ ગઈ હતી જેના કારણે ત્યાં કમળ ખીલી શક્યુ નહિ.કર્ણાટક ચૂંટણી પહેલા ભાજપને ખુશખબર, યુપીમાં 37માંથી 36 સીટો જીતી યેદિયુરપ્પાએ શિમોગના શિકારીપુરામાં તો કેન્દ્રીય મંત્રી સદાનંદ ગૌડાએ પુત્તૂરમાં મતદાન કર્યું છે. યેદિયુરપ્પાએ ભાજપને 140થી 145 સીટ અપાવવાનો વાયદો કર્યો છે. આ ચૂંટણીના પરિણામ 15મેએ આવશે. મતદાન કર્યા પછી કોંગ્રેસના સીએમ સિદ્ધારમૈયાએ મીડિયા સમક્ષ દાવો કર્યો હતો કે, તેઓ 120 કરતા વધુ સીટો મેળવશે અને કર્ણાટકમાં ફરી કોંગ્રેસની જ સરકાર બનશે.રાજ્યમાં અંદાજે 4.90 કરોડ મતદાતાઓ છે. આ વખતે 72 લાખ નવા મતદારો જોડાયા છે. તેમાંથી 3 ટકા એટલે કે 15.42 લાખ મતદારોની ઉંમર 18થી 29 વર્ષની વચ્ચે છે. આ વખતે 2655 ઉમેદવાર ચૂંટણીના મેદાનામાં છે. તેમાંથી 15 ટકા એટલે કે 391 કલંકિત અને 35 ટકા ઉમેદવાર એટલે કે 883 ઉમેદવાર કરોડપતિ છે. સૌથી વધારે સંપત્તિ કોંગ્રેસના પ્રિયકૃષ્ણએ (રૂ. 1020 કરોડ) અને સૌથી ઓછી સંપત્તિ અપક્ષના ઉમેદવાર દિલીપ કુમારે રૂ. એક હજાર દર્શાવી છે.

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com