ચૂંટણીટાણે કોંગ્રેસમાં ભડકો ,ધારાસભ્ય ભાવેશ કટારા ભાજપ સાથે જોડાયો

0
141

દાહોદ- તાલુકા ની ઝાલોદ વિધાનસભા કોંગ્રેસ ના બાહુબલી.લોકચાહીતા ધારાસભ્ય ભાવેશ ભાઈ કટારા નું રાજીનામું આપવા થી ૫૦ વર્ષ થી વધુ કોંગ્રેસ ના હાથ જે વિધાનસભા હતી તેનું હવે પછી શું….?

જેઓ એ ઝાલોદ વિધાનસભા ના કોંગ્રેસ ધારાસભ્ય હતા
તેઓ એ આજ રોજ વિધાનસભા અધ્યક્ષ ડો.નિમા બેન આચાર્યના નિવાસસ્થાને ગાંધીનગર ખાતે જઇ રાજી ખુશીથી રાજીનામું ધરીયુ.
વિધાનસભા અધ્યક્ષ ડો.નિમાબેન આચાર્યએ એમના રાજીનામા નો સ્વીકાર કરી લીધો છે

ત્યારે જોવાનું એ રહ્યું જે વિધાનસભા કોંગ્રેસ ના હાથ મા ૫૦ વર્ષ થી વધુ સમય રહી છે
તેનું આવનાર સમયમાં શું થશે.?
ચુંટણી ટાણે જ રાજીનામું આપવા થી ઝાલોદ વિધાનસભા ના પરિણામ પર માઢી અસર પડી શકે છે

ભાવેશ ભાઈ એક પ્રતિષ્ઠિત ધારાસભ્ય ની છબી ધરાવે છે ત્યારે કોંગ્રેસ ના ધારાસભ્ય આમ નું રાજીનામું આપવા થી કોંગ્રેસને ઘણી મોટી ખોટ નો સામનો કરવો રહ્યો તેવું જણાય આવે છે
યા પછી અન્ય પાર્ટી માથી ચુંટણી લડી શકે તેવી સંભાવના જણાય આવે છે
અગાઉ પણ જણાવ્યું હતું તેમ કોંગ્રેસ ના કાર્યકરો
ઝાલોદ વિધાનસભા બેઠક ના ઉમેદવાર તરીકે ડો.મિતેશ ગરાસિયા ના નામ ની જાહેરાત થતાં ખાસ્સા નારાજ હતા અને તાત્કાલિક નામ હટાવવા માગ કરાય હતી
કોંગ્રેસ નાં કાર્યકતાઓ દ્વારા અગાઉ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ની બહાર અને દાહોદ કોલેજ ના મેદાન ઊભા રહી ને કાર્યકર્તાઓ દ્વારા રોષ ઢાલવી વિરોધ દર્શાવાયો હતો..

મુકેશ ભાઈ ડાગી જેઓ ઝાલોદ કોંગ્રેસ પ્રમુખ સમિતિ સભ્ય દ્વારા એવો આક્ષેપ લગાવાયો હતો કે
પૈસા આપી ને ટિકિટ નું વિતરણ કરાયું છે અને છેલ્લા ઘણા સમય થી તેઓ કોંગ્રેસ માં કાર્યરત પણ ન હતા

આમ
મિતેષ ગરાસિયા નું અને નામ હટાવવા અન્ય કાર્યકર ને ટિકિટ મળે તેવી માંગ પણ કરવામાં આવી હતી

તેઓ દ્વારા એવું કેહવાયુ હતું
નહીંતર હું રાજીનામું ધરી દઈશ

ઝાલોદ વિધાનસભા છેલ્લા ૫૦ વર્ષ સુધી કોંગ્રેસ ના હાથ છે અને કોંગ્રેસ ગઢ સામાન ગણાતી આ વિધાનસભા હવે કોના હાથમાં જશે તે જોવાનું રહ્યું…?

આમ કાર્યકરો અને ધારાસભ્ય ના રાજીનામાં થી કોંગ્રેસ ને શુ અસર કરશે યા ફાયદો તે જોવાનું રહ્યું
હવે ,કોંગ્રેસ ૧૩૦ ઝાલોદ વિધાનસભા માં ખરાખરીનો જંગ થવાની સંભાવના યા પછી.

ભાવેશ ભાઈ કટારા  ભાજપ સાથે જોડાયો.