ભીલાડ આરટીઓ ચેકપોસ્ટ માટે ગુજરાત સરકારે મહેકમ મંજુર કર્યું – સત્ય ડે દૈનિક ઈમ્પૅક્ટ 

 

                       જિલ્લા ના મહારાષ્ટ્ર રાજ્ય તરફ ના છેડા પર ગુજરાત સરકારની સૌથી વધુ રેવન્યુ રળી આપતી ભીલાડ ચેક પોસ્ટ સત્ય ડે દૈનિક માં છપાયેલા કરોડો રૂપિયાના કૌભાંડ ની હકીકતો ગુજરાત સરકાર ના  ધ્યાને આવતા સરકાર સફાળી જાગી છે અને ભીલાડ ચેકપોસ્ટ પર જે જરૂરી મહેકમ સ્ટાફ વગેરેનો છે તે નવો મહેકમ મંજુર કરવામાં આવ્યો છે.

જે ભીલાડ ચેક પોસ્ટના ઇન્ચાર્જ અધિકારી ઓ કેહતા હતા કે છાપા અને એસીબી થી ડરવાનું નહીં તમ તમારે વગર કોઈ બીકે વાહનો પાસેથી રૂપિયા ઉઘરાવો તેજ અધિકારી ઓને  હાલે ગાંધીનગર થી કડક તવાઈ આવતા હાલે ભીલાડ  ચેક પોસ્ટ પર ઉઘરાણું બંધ કર્યું છે સત્ય ડે દૈનિક અને અન્ય છાપાઓ માં ભીલાડ આરટીઓ ના અહેવાલ માં આ ચેકપોસ્ટ પર ચાલતો કરોડો રૂપિયા નો ભ્રષ્ટાચાર ના સમાચારો અને સત્ય રિપોર્ટ દ્વારા ઉજાગર કર્યા હતો. ગુજરાત સરકારે ભીલાડ ચેકપોસ્ટ માટે જરૂરી  મહેકમ મંજુર કર્યું પરંતુ અહીં લાખ રૂપિયાનો સવાલ એ છેકે આ નવો સ્ટાફ શું કરોડો રૂપિયાની ખાઈકી અટકાવી શકશે. ?

                  ભીલાડ આરટીઓ ચેકપોસ્ટ પર નવો સ્ટાફ આવતા ભીલાડ  ચેકપોસ્ટ પર હાલે કામ કરતા વિવિધ સ્થાનિક ગેંગના 300થી વધુ વ્યક્તિઓ નું ભવિષ્ય શું? શું આ સમગ્ર ઘટના ભીલાડ આરટીઓ ચેકપોસ્ટ પર ગેંગવોર માં ફેરવાશે ?

ભીલાડ આરટીઓ ચેક પોસ્ટ પર થી આજસુધી કરોડો રૂપિયાનો વહીવટ થયો તે ક્યા અધિકારી ઓ અને કયા પદાધિકારીઓ સુધી મલાઈ પોહચી તે યક્ષ પ્રશ્ન મોં ફાડીને ઉભો છે.

ગુજરાત રાજ્ય ની અન્ય બધીજ આરટીઓ ચેકપોસ્ટ ઓનલાઇન થઈ  ગઈ છે ફક્ત કુબેર ની તિજોરી સમાન ભીલાડ આરટીઓ નું ચેક પોસ્ટ પર  ઓનલાઇન ઓપરેશન શરૂ થયું નથી.શું ભીલાડ થી વલસાડ થી ગાંધીનગર સુધી નું તંત્ર આ આરટીઓ ચેકપોસ્ટ ઓનલાઇન જલ્દી શરૂ ન થાય તેના માટે કાર્યરત.

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com