ભીલાડ RTO ઉપર કપિલ જાધવ એન્ડ કંપની નો કબ્જો !

ગેરકાયદે કમાણીના ભાગીદારો એકજુથ થઈ લૂંટવામાં મશગુલ :વાડ જ ચિભડા ગળે ત્યારે ફરિયાદ કોને કરવી ?

રેતી અને દારૂ ની ગાડીઓ પસાર કરવા માટે જાધવ એન્ડ કમ્પનીની પરમિશન લેવી પડે છે , લાખ્ખો રૂપિયા ના કાળા કારોબાર માં કૈક ખેરખાઓ પોતાના હાથ કાળા કરી ચુક્યા છે:સરકારી તંત્ર નો કોઈજ પાવર અહીં કામ લાગતો નથી , ફોલ્ડરિયા રાજમાં બધાને મળી રહ્યો છે મેવા

પ્રતિનિધિ, વલસાડ
ભીલાડ ચેકપોસ્ટ ઉપર સરકારી બાબુઓ માત્ર શોભાના ગાંઠિયા બની રહ્યા છે , અને જાધવ એન્ડ કંપની નો કબ્જો દિનપ્રતિદિન મજબૂત થઈ રહ્યો છે,આ આખા રોલ માં મોટા માથાઓ ની સીધી સંડોવણી હોવાની શક્યતા હવે મજબૂત બની રહી છે, કારણકે રૂપિયા ની ખાણ બનેલા આ ચેકપોસ્ટ ઉપર નો સરકાર ગંભીરતા પૂર્વક મહેકમ ભરે તો સરકારી તિજોરી છલકાઈ જાય તેમ છે પરંતુ એવું વર્ષો થી થતું નથી ત્યારે શામાટે આવું કરવામાં આવી રહ્યું છે તેની ચોખવટ કરવામાં આવતી નથી, ત્યારે ભાગબટાઈ ની શંકા પ્રબળ બની રહી છે અને આપણા દેશ માં પ્રવર્તી રહેલી ગેરરીતિઓ ની વાતો આવા અહેવાલો થી વધુ દ્રઢ બની રહી છે અને મોદીજી ના વાક્ય ‘હું ખાતો નથી અને ખાવા દેતો નથી ‘
આ વાક્ય નર્યું જુઠાણું સાબિત થઈ રહ્યું છે, કારણકે સરકારી તંત્ર નો અહીં કોઈ કંટ્રોલ રહ્યો નથી.
અહીં થી મોટાપાયે દારૂ ની હેરાફેરી થઈ રહી છે જેનો વહીવટ પ્રમોદ જાધવ સાંભળી રહ્યો હોવાની વાત છે જેમાં પોલીસ અને બુટલેગરો પણ પ્રમોદ હેન્ડલ કરતો હોવાનું કહેવાય છે આ ગેરકાયદે ધંધા માં કાયદા ની સિસ્ટમ જેવું કંઈજ અહીં લાગુ પડતું નથી અને સૌ હળીમળીને ધંધા ના હિસ્સેદાર બની ગયા હોવાનું વરવું ચિત્ર જોવા મળી રહ્યું છે.જ્યારે કપિલ જાધવ નો ભાઈ નિલેશ જાધવ રેતી ચોરો સાથે ઘરોબો ધરાવતો હોવાનું કહેવાય છે અને મહારાષ્ટ્ર માં જતી રેતીની ગાડીઓ પાસ કરાવી આપે છે, જાધવ બંધુઓ ની વગ ઉપર સુધી પહોંચેલી હોવાથી ભીલાડ જેવી તિજોરી ની ચાવી સબંધીતો એ આ લોકો ને સોંપી દીધી હોવાનું સ્પષ્ટ થઈ રહ્યું છે, રાજ્ય ના કહેવાતા વાહન વિભાગ ના ઉચ્ચ સ્થાન ઉપર બિરાજતા મહાનુભવો આ બધી ગતિવિધિઓ થી અજાણ હોવાનો કોઈ પ્રશ્નજ ઉભો થતો નથી ત્યારે કોના ઈશારે આ કાળા કામો ચાલી રહ્યા છે તેનો જનતા ને જવાબ કોણ આપશે તે સવાલ હાલ તો મુખ્ય મુદ્દો બન્યો છે, અહેવાલો નો સિલસિલો જારી રહેશે અને મોકો મળતા જ ગાંધીનગર ના આકાઓ ના નામો પણ પુરાવાઓ સાથે પ્રકાશિત કરવામાં આવનાર છે (ક્રમશઃ)

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com