ભુવનેશ્વર કુમારે તોડ્યો બુમરાહનો વર્લ્ડ રેકોર્ડ, આવું કરનાર વિશ્વનો પ્રથમ બોલર બન્યો

0
80

ICC T20 વર્લ્ડ કપ 2022માં ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે રમાઈ રહેલી છેલ્લી લીગ મેચમાં ભુવનેશ્વર કુમારે જસપ્રીત બુમરાહનો વર્લ્ડ રેકોર્ડ તોડી નાખ્યો હતો. ભુવનેશ્વર કુમાર T20 ઇન્ટરનેશનલમાં 10 મેડન ઓવર ફેંકનાર વિશ્વનો પ્રથમ બોલર બની ગયો છે. T20 ઈન્ટરનેશનલ કરિયરમાં સૌથી વધુ મેડન ઓવર ફેંકનાર બોલર હવે ભુવનેશ્વર કુમાર બની ગયો છે. જસપ્રીત બુમરાહે 60 મેચમાં 9 મેડન ઓવર નાખી છે, જ્યારે ભુવીએ 84મી મેચમાં 10મી મેડન ઓવર નાખી છે.

ભુવનેશ્વર કુમારે આ T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા માટે શાનદાર બોલિંગ કરી છે. ભુવીએ ઝિમ્બાબ્વે સામે ભારત માટે પ્રથમ ઓવર નાખી અને આ ઓવરમાં તેણે પહેલા જ બોલ પર વિકેટ લીધી. જે બાદ તેણે આ ઓવરમાં એકપણ રન આપ્યો ન હતો.

ભારત સેમિફાઇનલમાં પહોંચી ગયું છે અને ઝિમ્બાબ્વે સામે મજબૂત સ્થિતિમાં છે. જો ભારત આ મેચ જીતશે તો 10 નવેમ્બરે સેમિફાઈનલમાં તેનો સામનો ઈંગ્લેન્ડ સામે થશે. આ મેચ એડિલેડ ઓવલ ગ્રાઉન્ડ પર રમાવાની છે. ભારતના ગ્રુપમાંથી પાકિસ્તાને પણ સેમીફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે.