IPL 2026 પહેલા ન્યૂઝીલેન્ડના દિગ્ગજની KKR માં એન્ટ્રી, શાહરૂખ ખાનની ટીમમાં સંભાળશે આ મોટી જવાબદારી
IPL 2026 પહેલા KKR એ મોટી જાહેરાત કરી છે. ટીમે ન્યૂઝીલેન્ડના પૂર્વ દિગ્ગજ ખેલાડી ટીમ સાઉથીને પોતાના ગ્રુપનો હિસ્સો બનાવ્યો છે. તે આગામી સિઝન પહેલા ટીમ માટે મહત્વની ભૂમિકા ભજવશે. આ પહેલા KKR એ ઓસ્ટ્રેલિયાના પૂર્વ દિગ્ગજ ઓલરાઉન્ડર શેન વોટસનને સહાયક કોચ તરીકે નિયુક્ત કર્યા હતા.
IPL 2026 પહેલા KKR એ પોતાની ટીમમાં મોટો બદલાવ કર્યો છે. ટીમે 14 નવેમ્બરના રોજ એક મોટો નિર્ણય લીધો અને ન્યૂઝીલેન્ડના પૂર્વ દિગ્ગજ ફાસ્ટ બોલર ટીમ સાઉથીને આગામી સિઝન માટે પોતાનો બોલિંગ કોચ નિયુક્ત કર્યો છે. સાઉથી પહેલા KKR એ શેન વોટસનને પોતાનો સહાયક કોચ નિયુક્ત કર્યો હતો.

CEO એ વ્યક્ત કરી ખુશી
KKR ના CEO વેન્કી મસૂરએ ખુશી વ્યક્ત કરી છે અને કહ્યું છે કે, “અમે સાઉથીનું સ્વાગત કરીએ છીએ. આ વખતે કોચિંગના રૂપમાં ટીમ સાઉથીનું KKR પરિવારમાં પાછા ફરવાથી ખૂબ ખુશી છે. તેમનો વિશાળ અનુભવ અને તકનીકી વિશેષજ્ઞતા અમારા બોલિંગ યુનિટને આકાર આપવામાં મહત્વની ભૂમિકા ભજવશે.” જણાવી દઈએ કે તે KKR માટે ખેલાડી તરીકે પણ પોતાની સેવાઓ આપી ચૂક્યા છે.
સાઉથીએ પણ વાપસી પર ખુશી વ્યક્ત કરી
સાઉથીએ પણ KKR માં વાપસી કરવા પર ખુશી વ્યક્ત કરી હતી. તેમણે આગળ કહ્યું કે, “આ પગલું ત્રણ વખતની ચેમ્પિયન ટીમ સાથેના મારા જોડાણનો સ્વાભાવિક વિસ્તાર છે. KKR મને હંમેશા ઘર જેવું લાગ્યું છે, અને આ નવી ભૂમિકામાં પાછા ફરવું મારા માટે સન્માનની વાત છે. આ ફ્રેન્ચાઇઝીની સંસ્કૃતિ અદ્ભુત છે, ચાહકો જુસ્સાદાર છે અને ખેલાડીઓનો એક શ્રેષ્ઠ સમૂહ છે. હું બોલરો સાથે મળીને કામ કરવા અને ટીમને IPL 2026 માં સફળતા અપાવવામાં મદદ કરવા માટે ઉત્સુક છું.”
સાઉથીએ પોતાના IPL કરિયરમાં 54 મેચમાં 47 વિકેટ લીધી છે.
𝙄𝙏’𝙎 𝙎𝙊𝙐𝙏𝙃𝙀𝙀 𝙏𝙄𝙈(𝙀)! 🤩🔥
Welcome back, Tim Southee💜 pic.twitter.com/if2YNGwLCC
— KolkataKnightRiders (@KKRiders) November 14, 2025
સાઉથીની શાનદાર સફર
36 વર્ષીય સાઉથીએ ખેલાડી તરીકેની કારકિર્દી દરમિયાન 2021, 2022 અને 2023 માં KKR તરફથી રમ્યા હતા. તેમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તમામ ફોર્મેટમાં 700 થી વધુ વિકેટ અને 100 થી વધુ ટેસ્ટ મેચો રમી છે. આ ઉપરાંત, તેમણે 2019 ODI વિશ્વ કપ ફાઇનલમાં ન્યૂઝીલેન્ડની જીત અને 2021 માં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

