પટનાયક જગન્નાથ પુરીમાં નવા એરપોર્ટને લઈને પીએમ નરેન્દ્ર મોદીને મળ્યા હતા. આ મુલાકાતમાં અન્ય કોઈ રાજકીય પક્ષને મળવાની તેમની યોજના નથી.
બીજુ જનતા દળ (બીજેડી)ના વડા અને ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે આજે કહ્યું હતું કે તેમની પાર્ટી વિરોધ પક્ષોના એકતા અભિયાનમાં સામેલ નથી. ભાજપ કોઈની સાથે ગઠબંધન કર્યા વિના એકલા હાથે લોકસભાની ચૂંટણી લડશે.
નવીન પટનાયકે આજે 2024ની લોકસભા ચૂંટણીમાં કોઈની સાથે ગઠબંધન કરવાનો ઈન્કાર કર્યો હતો. તેમણે કહ્યું કે અમે એકલા હાથે ચૂંટણી લડીશું. નવીન પટનાયક વિરોધ પક્ષોના એકતા અભિયાનમાં સામેલ નથી. બીજેડી લોકસભા અને વિધાનસભા ચૂંટણીમાં એકલા હાથે લડશે.
પટનાયક જગન્નાથ પુરીમાં નવા એરપોર્ટને લઈને પીએમ નરેન્દ્ર મોદીને મળ્યા હતા. આ મુલાકાતમાં અન્ય કોઈ રાજકીય પક્ષને મળવાની તેમની યોજના નથી.
ઓડિશાના 76 વર્ષીય મુખ્યમંત્રી નવીન પટનાયક દિલ્હીની મુલાકાતે છે. તેઓ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. જ્યારે પૂછવામાં આવ્યું કે શું તેઓ હજુ પણ એકલા ચૂંટણી લડશે, તો તેમણે કહ્યું, “હંમેશા એ જ યોજના રહી છે. હું પુરીમાં વડાપ્રધાનને એરપોર્ટ અંગે મળ્યો હતો. વડા પ્રધાને કહ્યું હતું કે તેઓ શક્ય તમામ મદદ કરશે.”
અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે ઓડિશાના મુખ્યમંત્રી બે દિવસ પહેલા બિહારના તેમના સમકક્ષ નીતિશ કુમારને મળ્યા બાદ દિલ્હીમાં ઘણા વિપક્ષી નેતાઓને મળવાના છે.
નવીન પટનાયક ચાર દિવસની મુલાકાતે બુધવારે સાંજે રાષ્ટ્રીય રાજધાની પહોંચ્યા હતા. રાષ્ટ્રપતિ ચૂંટણીના એક મહિના પહેલા પટનાયક 30 મે, 2022ના રોજ પીએમ મોદીને મળ્યા હતા.