કોંગ્રેસની ભારત જોડોયાત્રામાં પાકિસ્તાન જીંદાબાદના નારા લાગ્યા હોવાનું ભાજપનું આરોપ

0
21

કોંગ્રેસ પૂર્વ અધ્યક્ષ રાહુલગાંધીએ છેલ્લા બે મહિનાથી ભારત જોડો યાત્રા ચલાવી રહ્યા છે અને અત્યાર સુધી આ યાત્રએ 2 હજારથી વધુ કિમી અંતર કાપી લીધું છે હજારો સંખ્યામા લોકો ભારત જોડો યાત્રામાં સહભાગી બની રહ્યા છે તે વચ્ચે રાહુલગાંધીની ભારત જોડો યાત્રા વિવાદોમાં ઘેરાઇ છે ભાજપે સોશિયલ મિડિયા પર એક વિડિયો શેર કર્યો છે જેમાં રાહુલગાંધીની ભારતજોડોયાત્રામાં પાકિસ્તાન જીદાંબાદના નાર લાગ્યા હોવાનું દાવો ભાજપે કર્યો છે જેમાં કોંગ્રેસે કહ્યુ કે આ યાત્રાને બદનામ કરવા ભાજપ ષડયંત્ર કરી રહી છે

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૈહાણે પણ પ્રતિક્રિયા આપતા કહ્યુ કે આ પ્રકારના સૂત્રોચાર કરનારાઓને સાંખી લેવામાં નહી આવે તમામ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમજ ભાજપના કેટલાક નેતાઓ કોંગ્રેસને સોશિયલ મિડિયા પર આડેહાથ લીધા હતા

ભારત જોડો યાત્રામાં પાકિસ્તાન ઝિંદાબાદના નારા લાગ્યા, ભારતને એક કરવા કે ભારત તોડનારાઓને એક કરવા. ભારત પહેલા પણ તૂટી ગયું છે, શું ફરી ભારતને તોડવાનો ઈરાદો છે?પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવનારાઓને કોઈપણ કિંમતે છોડવામાં આવશે નહીં, તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

 

ભારત જોડો યાત્રાને મળી રહેલ પ્રચંડ જનસમર્થન જોઈને ઉશ્કેરાયેલા ભાજપે યાત્રાને બદનામ કરવા માટે એક ડોકટરેડ વિડીયો જાહેર કર્યો છે અમે તેની સામે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરી રહ્યા છીએ. અમે ભાજપની આવી જઘન્ય યુક્તિઓ માટે તૈયાર છીએ. તેમને યોગ્ય જવાબ આપવામાં આવશે!