BJPએ એલન મસ્કને કોનું ટ્વીટર એકાઉન્ટ બંધ કરવા કહ્યું?

0
53

તિહાર જેલમાં કેદ આપના મનીષ સિસોદિયાના ટ્વીટ બાદ ભાજપે સવાલ ઉઠાવ્યો છે કે શું પૂર્વ મંત્રી પાસે જેલમાં મોબાઈલ ફોન છે? મનીષ સિસોદિયાના ટ્વિટર એકાઉન્ટ પરથી એક ટ્વીટ કરાયા બાદ આ વિવાદ ઉભો થયો હતો.

દારૂ કૌભાંડમાં ધરપકડ કરાયેલા દિલ્હીના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયા હાલમાં તિહાર જેલમાં છે અને તેમ છતાં તેમના ટ્વિટર એકાઉન્ટ પરથી કરવામાં આવેલા એક ટ્વીટને કારણે હોબાળો મચી ગયો છે. આ મામલે ભારતીય જનતા પાર્ટી દ્વારા એવો સવાલ ઉપસ્થિત કરવામાં આવ્યો છે કે શું પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન પાસે જેલમાં મોબાઈલ ફોનની સુવિધા છે?
અત્રે ઉલ્લેખનીય છે કે આ નવો વિવાદ એવા સમયે ઉભો થયો છે જ્યારે AAP દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે સિસોદિયાને જેલમાં ખતરનાક ગુનેગારોની આસપાસ રાખવામાં આવ્યા છે અને તેને કારણે તેમના જીવ સામે જોખમ છે.

મનીષ સિસોદિયાના ટ્વિટર એકાઉન્ટ પરથી બુધવારે સાંજે 5:35 વાગ્યે એક ટ્વીટ કરવામાં આવ્યું છે. 28મી ફેબ્રુઆરીએ તેમની ધરપકડ બાદ પ્રથમ વખત તેના એકાઉન્ટમાંથી એક ટ્વીટ પોસ્ટ કરવામાં આવી છે. આ ટ્વીટમાં એવું પોસ્ટ કરવામાં આવ્યું છે કે આજ સુધી મેં સાંભળ્યું હતું કે દેશમાં શાળાઓ ખુલે છે ત્યારે જેલો બંધ થાય છે; પરંતુ હવે આ લોકોએ દેશમાં શાળાઓ ખોલનારાઓને જ કેદ કરવાનું શરૂ કર્યું છે.

ટ્વીટ બાદ અનેક પ્રકારના સવાલો ઉઠવા લાગ્યા છે. એવું પણ પૂછવામાં આવી રહ્યું છે કે શું સિસોદિયાએ પોતે આ ટ્વીટ કર્યું છે કે પછી તેમના તરફથી અન્ય કોઈએ કર્યું છે. એટલું જ નહીં એવી શંકા પણ ઉપસ્થિત કરવામાં આવી છે કે જો તેમની ટીમ ટ્વિટર એકાઉન્ટ હેન્ડલ કરે છે તો 28મી ફેબ્રુઆરીએ તેમની ધરપકડ બાદ ટ્વીટ કેમ બંધ થઈ ગયા હતા?
દિલ્હી ભાજપના પ્રવક્તા તજિન્દર પાલ સિંહ બગ્ગાએ ટ્વિટરના એલન મસ્કને વિનંતી કરી છે કે મનીષ સિસોદિયાનું ટ્વિટર એકાઉન્ટ બંધ કરવાનું કહ્યું છે. તેણે કહ્યું હતું કે ગુનેગાર જેલમાં છે અને તેનું એકાઉન્ટ બીજું કોઈ ઉપયોગ કરી રહ્યું છે.

તમારી જાણ માટે કે મનીષ સિસોદિયાના ટ્વિટર એકાઉન્ટ પર 34 લાખ ફોલોઅર્સ છે. આમ આદમી પાર્ટીના પ્રવક્તા સૌરભ ભારદ્વાજે આરોપ લગાવ્યો છે કે જેલમાં સિસોદિયાની હત્યા થઈ શકે છે, એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.