રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના આડે હવે આગળીના વેઢે ગણી શકાય તેટલા દિવસોમાં બાકી રહ્યા છે અને તમામ રાજ્કીય પાર્ટીઓ દ્રારા પોતાના મુરતિયાઓ રણ મેદાનમાં ઉતારી દેવાયા છે. વર્તમાન ધારાસભ્યોની ભાજપમાંથી ટિકિટ કપાતા બળવાખોરી કરી અપક્ષ ઉમેદવારી નોંધાવી છે જેને લઇ ભાજપ દ્રારા તમામ ઉમેદવારોને નારાજગી ખાળવા અને મનાવવાના ઘણા પ્રયાસો જોકે આ પ્રયાસો નિરર્થક સાબિત થતા ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ દ્રારા ચિમકી આપવામાં આવી હતી કે જો અપક્ષ ઉમેદવારી કરશે તો તેને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવશે અને કેટલાક નેતાઓએ અપક્ષ ઉમેદવારી નોંધાવતા આજે ભાજપ દ્રારા તમામ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે
અપક્ષ ઉમેદવારી નોંધવનારા 7 જેટલા ઉમેદવારોની ભાજપ દ્રારા સસ્પેન્ડ કરી દેવાયા છે જેમાં 1 નર્મદા નાંદોદના હર્ષદ વસાવાને પાર્ટીમાંથી કરાયા સસ્પેન્ડ (2) જૂનાગઢ કેશોદમાંથી અરવિંદ લાડાણીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે (3) સુરેન્દ્રનગરના ધાગ્રન્ધમાંથી છત્રસિંહ ગુંજારિયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા (4) વલસાડના પારડી માંથી કેતન પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે (5) રાજકોટ ગ્રામ્ય માંથી ભરત ચાવડાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે (6) ગીરસોમનાથના વેરાવળથી ઉદય શાહને કરાયા સસ્પેન્ડ (7) અમરેલીના રાજુલામાંથી કરણ બરૈયાને સસ્પેન્ડ કરાયા છે .