આદિવાસી વિસ્તારોમાં કોંગ્રેસની વોટબેન્ક તોડવા ભાજપે કસી કમર

0
28

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની મોસમાં પાકી ચૂકી છે અને હવે પ્રથમ તબક્કા માટે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ચૂંટણીને લઇ આ વખતે ત્રિપાંખિયા જંગ સમ્રગ ગુજરાતમાં જોવા મળી રહ્યો છે ભાજપ 150 પ્લસ બેઠકા લક્ષ્યાંક સાથે મેદાનમાં ઉતરી છે જેને પાર પાડવા વડાપ્રધાન નરેન્દ્રમોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહે ગુજરાત પ્રચારની કમાન સંભાળી લીધી છે અને દિગ્ગજ નેતાઓ સમ્રગ ગુજરાતને ઘરમોળી રહ્યા છે આ વખતે ભાજપ દ્રારા આદિવાસી મતદારો તરફ વધુ ભાર છે અત્યાર સુધી ભાજપ આદિવાસીવિસ્તારોને પોતાના તરફેણમાં કરી શકે નથી અને આ વોટબેન્ક કોંગ્રેસ અને ભારતીય ટ્રાયબલ પાર્ટીની પરંપરાગત રહી છે

ગુજરાતમાં 27 જેટલી બેઠકો પર આદિવાસી સમાજ પ્રભુત્વ ધરાવે છે અને આ બેઠકોને કબ્જે કરવા ભાજપ દ્રારા નવી રણનિતી ઘડવામાં આવી છે પહેલા તો આદિવાસી નેતાઓને પોતાની તરફેણમાં કરવા ભાજપે ઓપરેશન લોટસ પાર પાડ્યા જેમાં કેટલાક કોંગ્રેસ અને ભારતીય ટ્રાયલબલ પાર્ટીમાંથી આદિવાસી નેતાઓ ભાજપમાં જોડાયા અને તે નેતાઓને ટિકિટ આપી કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડવાની રણનિતી ભાજપ દ્રારા ઘડી લેવાઇ છે આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહનું આદિવાસી બહુલ વિસ્તાર નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે ભવ્ય રોડ શો યોજાય જેમાં હજારોની સંખ્યામાં ભાજપના સમર્થકો અને કાર્યકરોનું માનવ મહેરામણ રસ્તાઓ ઉમટી પડ્યો હતો જેમાં નાંદોદ અને ડેડિયાપાડા બેઠક અંકે કરવા ભાજપનું પ્રચંડ પ્રસાર જોવા મળી રહ્યો છે તેમજ સ્ટેચ્યુ યુનિટી અને આદિવાસી વિસ્તારોમાં વિકાસને બાબાતો લઇ ભાજપ મતદારો વચ્ચે જઇ રહી છે બીજી તરફ થોડાક સમય આગઉ ગુજરાત કોંગ્રેસના પ્રચાર માટે આવેલા રાહુલગાંધીએ આદિવાસીઓને લઇને મહત્વપૂ્ર્ણ વાત કરી હતી જેમાં તેમણે કહ્યુ ભારતના સાચા હકદાર આદિવાસી છે રાહુલગાંધીએ એમ પણ કહ્યુ કે મારી દાદી કહેતી હતી કે આદિવાસીઓને સમજશે તો ભારત સમજાઇ જશ એટલે એક પ્રકારે આદિવાસીઓને રિઝવવાનો તમામ રાજ્કીય પાર્ટીઓ દ્રારા પ્રચાર પ્રસાર થઇ રહ્યા છે