ભારતજોડા યાત્રામાં મેઘા પાટકર રાહુલગાંધી સાથે દેખાતા ભાજપના નેતાઓએ કર્યા પ્રહાર

0
45

કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલગાંધી ભારત જોડો યાત્રા છેલ્લા 2 મહિનાથી કરી રહ્યા છે જયાં જુદા જુદા રાજ્યમાંથી આ યાત્રા પસાર થઇ લોકોના બહોળા પ્રતિસાદ સાથે આગળ ધપી રહી છે. તે વચ્ચે ભારત યાત્રા જોડો યાત્રા મેઘા પાટકરની એન્ટ્રી થતા ગુજરાતમાં વિવાદનો વંટોળ જોવા મળી રહ્યો છે ગુજરાત ભાજપ સરકારે મેઘા પાટકરની એન્ટ્રી સામે વાંધો ઉઠાવી કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કર્યુ કે

એનજીઓ ઓપરેટર મેધા પાટકરે કે જેમણે ગુજરાતની લાઈફલાઈન સરદાર સરોવર પ્રોજેકટ સામે ઝુંબેશ ચલાવી હતી, તેણે ડેમ માટેના ફંડને રોકી દીધું અને તેની પ્રગતિ અટકાવી દીધી.
વર્ષોથી નિર્ણાયક નર્મદા યોજના, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા જોડાઇ

તો બીજી તરફ ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે આ મામલે મેઘા પાટકર સામે નિશાનો સાંધી કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા જેમાં તેમણે ટ્વીટ લખ્યુ કે
અર્બન નક્સલી મેઘા પાટકરે નર્મદા યોજનાનો વિરોધ કરી કચ્છ અને સમગ્ર ગુજરાતનાં વિકાસમા અવરોધ નાંખ્યો હતો. આજે કોંગ્રેસ ગુજરાતનાં વિકાસ-વિરોધી અર્બન નક્સલી સાથે ભારત તોડો યાત્રા કરી રહ્યું છે…ગુજરાતનાં વિકાસ-વિરોધી અર્બન નક્સલીઓનો સાથ લેનારને આ ગુજરાત ક્યારેય પણ સાથ નહીં આપે