ભાજપના સત્તાધીશો પ્રજાના પૈસાને આડેધડ ઉડાવીને ગોટાળા કરી રહ્યા છે: ધર્મેશ ભંડેરી

0
59

કલમ નંબર 73ડી નો દુરુપયોગ કરીને ક્યાં કેટલા રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા તેની માહિતી છૂપાવવામાં આવી રહી છે: ધર્મેશ ભંડેરી

ભાજપના સત્તાધીશો દ્વારા ભ્રષ્ટાચાર કરવા માટે ઝોન ને સબ ઝોન માં ફેરવી દેવાયા છે: ધર્મેશ ભંડેરી

મહાનગરપાલિકાની માહિતી પ્રમાણે 22 લાખ રૂપિયા બ્રિજ ધોવામાં વાપરવામાં આવ્યા છે, પરંતુ તેના કોઇ પુરાવા નથી: ધર્મેશ ભંડેરી

ચાર વર્ષ જૂના કામોને હાલ મંજૂરી આપવામાં આવી રહી છે જે ખુબ જ શંકાસ્પદ બાબત છે: ધર્મેશ ભંડેરી

2018ના કામો હાલ કયા આધારે મંજૂર થઇ રહ્યા છે?: ધર્મેશ ભંડેરી

અમદાવાદ/સુરત/ગુજરાત

સુરત મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટીના મુખ્ય વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરીએ મીડિયાને સંબોધતાં કહ્યું કે સુરત મહાનગર પાલિકામાં ભાજપ ના શાસકો દ્વારા આડેધડ ખર્ચો કરવામાં આવી રહ્યો છે અને સૌથી ગંભીર બાબત એ છે કે તે લોકો ખર્ચાની પૂરી માહિતી પણ આપવા માટે તૈયાર નથી. કલમ નંબર 73 ડી હેઠળ ઝોનલ ચીફને પહેલા 15 લાખની ખર્ચ મર્યાદા હતી જે હાલ 2 લાખની છે. આ કલમ હેઠળ તેઓ કામોને મંજૂરી આપવાની સત્તા ધરાવે છે , હકીકતમાં આ કલમ ઈમરજન્સી કામગીરી માટે બનાવવામાં આવી હતી, પરંતુ એ કામની વિગતો, એમા કોણે નિરિક્ષણ કર્યુ એની માહિતી સમિતિના સદસ્યોને આપવામા આવતી નથી , ઉદાહરણ તરીકે, ભાજપના શાસકોએ 22 લાખ રૂપિયા બ્રિજ ધોવામાં વાપરી નાખ્યા છે. એ લોકોએ એમ જણાવ્યું છે કે વિવિધ બ્રિજ ધોવામાં 22 લાખ રૂપિયા વાપરવામાં આવ્યા છે. પરંતુ તેઓ એ પૂરતી માહિતી આપવા માટે તૈયાર નથી કે કયા કયા બ્રિજને ધોવામાં કેટલો ખર્ચો થયો છે. એ લોકો એ ફક્ત ‘વિવિધ બ્રિજ’ કહીને પૂરી માહિતીને છુપાવી લીધી. અધિકારીઓના ખંભે બંધૂક મૂકીને ભાજપના શાસકો પોતાના મળતીયાઓને લાભ અપાવી રહ્યા છે : આ કામ ક્યારે થયુ , કોના નિરિક્ષણ મા થયુ એ બાબતે કોઈની પાસે તેના કોઇ પુરાવા પણ મોજુદ નથી. જેમ કે જે બ્રિજને ધોવામાં આવ્યો હોય તેના ફોટા હોવા જોઈએ, કયા અધિકારીએ બ્રિજ ધોવાના કામનું નિરીક્ષણ કર્યું એ માહિતી પણ હોવી જોઈએ, પરંતુ ભાજપના ભ્રષ્ટ શાસકો આવી કોઈ માહિતી જાહેર કરવા માંગતા નથી.

આ સિવાય મહાનગરપાલિકાની વિવિધ બિલ્ડીંગ મેન્ટેન્સ માં ક્યાં કેટલો ખર્ચો કરવામાં આવ્યો તેની માહિતી આ જ પ્રકારે છુપાવવામાં આવી છે. પહેલા એવું હતું કે ઝોનલ ચીફ પાસે 15 લાખ ખર્ચ કરવાનો પાવર હતો. તે કોઈ ને પણ પૂછ્યા વગર એ કલમ 73 ડી હેઠળ 15 લાખ રૂપિયા ખર્ચ કરી શકતા હતા. અને 15 લાખથી વધારે જો ખર્ચ કરવાનો હોય તો તેમને મંજૂરી લેવી પડતી હતી. તો તેમણે ઝોન ને સબ ઝોન માં ફેરવી નાખ્યા. આ સબ ઝોન બનાવીને એમાં 15 લાખનો ખર્ચ કરવામાં આવતો. હાલમાં આ સત્તા મહાનગરપાલિકા કમિશ્નર પાસે છે , તો એમની સત્તાનો દૂરુપયોગ કરીને સત્તાધીશો અમુક ઝોનમાં દૂરુપયોગ કરીને 15 લાખ રૂપિયાની મર્યાદામાં તેમણે રોડના ફૂટપાથ, બીઆરટીએસની રેલિંગ, ડિવાઈડર ની રેલિંગને રીપેરીંગ અને કલર કામ કર્યું અને વગેરે વગેરે એમ દર્શાવી દે છે . પરંતુ અમારું એ કહેવું છે કે કયા કયા રોડ ની સાફ સફાઈ થઈ, કયા ફૂટપાથ કે ડિવાઈડરની રેલિંગને રીપેરીંગ અને કલર કામ કર્યું, એવી કોઈ પુરાવા સાથે માહિતી આપવામાં આવતી નથી. તો આવા 1 કરોડ 5 લાખ રૂપિયા ખર્ચ કરી નાખ્યા પણ તેની કોઈ પૂરાવા સાથે ની માહિતી નથી આપવામાં આવી.

બીજી ગંભીર બાબત એ છે કે ચાર વર્ષ પહેલા જે કામ કરવામાં આવ્યા હતા તે અત્યારે મંજૂર કરવામાં આવે છે. 2018, 2019 અને 2020ના કામો ને હવે મંજૂર કરવામાં આવે છે. પણ હવે કેમ? અત્યાર સુધી કેમ આ કામો મંજૂર નહોતા મંજૂર કરાયા? આ બાબત જયારે અમે પૂછી તો એક અધિકારી એ જણાવ્યું કે ઓડિટમાં એ કામ અટકી પડ્યા હશે જે હવે મંજૂર થઈ રહ્યા છે. અમારો એ જ સવાલ છે કે એ સમયે જે કામ અટકી પડ્યા હતા, જે કારણોસર અટકી પડયા હતા, તો હવે કઈ રીતે મંજૂર થઇ ગયા? જો એ સમયે કોઈ કાગળીયા ખૂટતા હતા તો એ સમયે કેમ જમા નહોતા કરાયા?

૭૩ ડી હેઠળ નેતાઓના આગતા સ્વાગતામાં કરોડો ખર્ચ કરી નાખે પણ હોસ્પિટલમાં P.I.C.U. માં બંધ પડેલા એ.સી. રીપેર ન કરી શકે , જેના કારણે બે મહિનામાં ૧૫ બાળકોના દુખદ અવસાન થયા .

આ બધા પરથી સ્પષ્ટ થાય છે કે ભાજપના શાસકો અલગ-અલગ કલમ નો પોતાની રીતે ઉપયોગ કરીને ગોટાળા કરી રહ્યા છે અને કોઈ પૂરતી માહિતી પણ આપવા તૈયાર નથી. અમારી માંગણી છે કે પ્રજાના પૈસે જે પણ કામ કરવામાં આવે છે તેને બધી જ માહિતી જનતા સમક્ષ મૂકવામાં આવે તેમજ જ્યાં જ્યાં , જે – જે જગ્યાએ પણ ગોટાળા થયા છે એની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ અને જો આવું નહિ થાય તો આવનારા સમયમાં આમ આદમી પાર્ટી આખા સુરતની જનતાને આ મુદ્દા વિશે માહિતગાર કરીને એક આંદોલનની શરૂઆત કરશે.