ગુજરાત વિધાનસભા ચૂંટણીને ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલે કાર્યકારોને કર્યા સૂચનો

0
85

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને લઇ હવે ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે. ચૂંટણીને જોતા તમામ રાજ્કીય પાર્ટીઓ એકશન મોડમાં જોવા મળી રહ્યા છે આ વખતે ગુજરાતના રાજકારણ ત્રિપાંખિયા જંગ ખેલાવા જઇ રહ્યુ છે. અત્યારથી જ ગુજરાતમાં ચૂંટણીનો રણશિગું ફૂંક્યા ચુક્યો હોય તેવો માહોલ સર્જાયો છે. ભાજપ આ વખતે 150 પ્લસ બેઠકોના નેમ સાથે મેદાનમાં ઉતરાશે જેને લઇ ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે કમરકસી છે. તેઓ હાલ ગુજરાતના જુદા-જુદા જિલ્લાઓમાં પ્રવાસ ખેડી રહ્યા છે.તેમજ નેતાઓ કાર્યકરોને માર્ગદર્શન આપી રહ્યા છે.

ભાજપ પ્રમુખ પાટીલ સુરેન્દ્રનગરના વઢવાણા ખાતે પેજ સમિતિ સંમેલનમાં કાર્યકરો અને નેતાઓને ટાંકીને સલાહ આપી હતી કે ટિકિટ માટે ટોળું બનાવું કે બનવુ નહી એ ઉમેદવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિતશાહ દોરીસંચાર કરશે તેમજ કાર્યકારોને અત્યારથી ચૂંટણીની તૈયારી લાગી જવા સૂચનો કર્યા છે. પાટીલ હાલ સુરેન્દ્રનગર જિલ્લાના બે દિવસીય પ્રવાસે છે.તેમજ ભાજપનો સદયસ્યતા અભિયાન પણ રાજ્યભરમાં પૂરજોશમાં ચાલી રહ્યો છે. જેમાં પાટીલ વઢવાણાના ઉપાસન સર્કલથી ભાજપના કાર્યકરો દ્રારા એક ભવ્ય બાઇકરેલીનું પણ આયોજન કરવામાં આવ્યુ હતું જયાં પાટીલે જિલ્લાના તમામ નેતાઓ, હોદ્દોદારો, કાર્યકારો સાથે સંવાદ પણ કર્યો હતો થોડાક દિવસ આગાઉ ભાજપ પ્રમુખ પાટીલ સૌરાષ્ટ્રની મુલાકાતે હતા જયા તેમણે સંગઠન મજબૂત કરવાના સાથેસાથ ચૂંટણી તૌયારીમાં તમામ કાર્યકરોને લાગી જવાના આહવાન પણ કર્યા હતા.