માલધારી સમાજની માગણીઓ નહી સંતોષતા ભાજપ વિરુદ્ઘ મતદાન કરશે :નાગજી દેસાઇ

0
87

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીનું શંખનાદ ફંકાઇ ચુક્યો છે અને તમામ રાજ્કીય પાર્ટીઓ પુરજોશમાં પ્રચાર પ્રસારમાં જોતરાઇ ગઇ છે આ વખતે તમામ રાજ્કીય જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને ફરી એકવાર ઉમેદવારોની પસંદગી કરી છે. પરંતુ માલધારી સમાજ હજુ પણ ભાજપ સરકાર સામે નારાજ ચાલી રહ્યા છે જેમાં તેમના અનેક પડતર પ્રશ્નો છે જેનુ આજ દિન સુધી નિરાકરણ ન આવતા હવે શાસકપક્ષ સામે બાયોં ચડાવી છે અને ભાજપ વિરોધ મતદાન કરવાની પણ માલધારી સમાજ દ્રારા ચિમકી ઉચ્ચારમાં આવી છે. રાજ્યસરકાર મળેલી કેબિનેટમાં સરકાર દ્રારા ઢોર નિયંત્રણ કાયદો પસાર કરવામાં આવ્યો હતો જેને લઇ માલધારી સમાજ રોષે ભરાયો હતો અને જેતે સમયે માલધારી સમાજનું રોષ ઠારવા રાજ્યસરકાર દ્રારા ઢોર નિયંત્રણ કાયદો રદ પણ કરી દીધો હતો ત્યાર માલધારી સમાજે 10થી 12 બેઠક પર પોતાના સમાજના લોકોને ટિકિટ મળે તેવી પણ માગ સરકાર સામે કરી હતી જોકે ભાજપ દ્રારા માલધારી સમાજમાંથી આટલી ટિકિટ ન ફળવાતા નારાજ ચાલી રહ્યા છે

 

આં અંગે ગુજરાત માલધારી સમાજના પ્રવક્તા નાગજી દેસાઇ જણાવ્યુ હતુ કે છેલ્લા ઘણા સમયથી માલધારી સમાજના અગ્રણીઓ સાથ ભારે ચર્ચા વિચારણા બાદ અને વડીલોના માર્ગદર્શનને અનુસરીને માલધારી સમાજ દ્રારા ભાજપ વિરુદ્ઘ મતદાન કરવાની રણનિતી બનાવામાં આવી છે છેલ્લા દોઢ વર્ષથી માલધારી સમાજના બેહેનો-ભાઇને હેરાન કરવામાં આવી રહ્યુ છે.ખોટા કેસો કરી જેલમાં ધકેલમાં આવી રહ્યો છે.