IPS પ્રવીણ સૂદને CBIના નવા ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ સુબોધ કુમાર જયસ્વાલનું સ્થાન લેશે. તેઓ 25 મેના રોજ ચાર્જ સંભાળશે. પીએમ મોદીની આગેવાની હેઠળની સમિતિએ સીબીઆઈ વડા માટે ત્રણ નામો પસંદ કર્યા હતા, જેમાંથી આઈપીએલ પ્રવીણ સૂદના નામને મંજૂરી આપવામાં આવી છે અને નવા સીબીઆઈ ડિરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે.
પ્રવીણ સૂદ કર્ણાટકના ડીજીપી રહી ચૂક્યા છે. તેમની સાથે, સમિતિએ મધ્યપ્રદેશના ડીજીપી સુધીર કુમાર સક્સેના અને ફાયર સર્વિસીસ, સિવિલ ડિફેન્સ અને હોમગાર્ડ તાજ હસનના મહાનિર્દેશકના નામ પણ શોર્ટલિસ્ટ કર્યા હતા.
સમાચાર અપડેટ કરવામાં આવી રહ્યા છે.