બ્રેસ્ટ કેન્સરની શોધાઇ દવા, લાખો યુવતીઓની જીંદગી બચવાની આશા

સામાન્ય રીતે મહિલાઓને સૌથી વધુ ચિંતા બ્રેસ્ટ કેન્સરની સતાવતી હોય છે. જોકે, ઇંગ્લેન્ડમાં એવી દવા શોધાઇ છે. જેને લીધે કેન્સરનો ભય ટળી શકે છે. આ શોધ જેમને બ્રેસ્ટ કેન્સર હોય તેવી મહિલાઓ માટે આશિર્વાદરૂપ સાબિત થઇ શકે છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર હેલ્થ એન્ડ કેર એક્સલન્સ (Nice) સેન્ટરે Perjeta જે pertuzumabના નામે પણ ઓળખાય છે. કેટલીક મહિલાઓમાં થયેલા બ્રેસ્ટ કેન્સર માટે ફાઇનલાઇઝ કરી છે.

HER2 પોઝિટિવ બ્રેસ્ટ કેન્સર ધરાવતી મહિલા માટે આ દવા કારગર નીવડી શકે છે. આ રીતે કોઇપણ ઓપરેશન વગર બ્રેસ્ટ કેન્સરથી છુટકારો મેળવી શકાય છે. જેથી કેન્સર શરીરના અન્ય ભાગોમાં આગળ વધતું અટકે છે.  આ દવાને જ્યારે બ્રેસ્ટ કેન્સરની બીજી દવા સાથે દર્દીઓને આપવામાં આવી તો જોવા મળ્યું કે સામાન્ય બ્રેસ્ટ કેન્સરની દવા કરતાં આ દવા લેનાર દર્દીઓ 16 અથવા તેથી વધુ મહિના વધારે જીવી શકે છે. અંદાજે અમેરિકામાં જ બ્રેસ્ટ કેન્સરના 53000 કરતાં વધુ દર્દીઓનું નિદાન કરવામાં આવે છે. જેમાંથી 25% કરતાં વધારે કેસ HER2-positive હોય છે.

શું કહેવું છે ડોક્ટર્સનું

ડોક્ટર્સનું કહેવું છે કે,’એવા દર્દીઓ માટે આ સારા સમાચાર છે. જે HER2-positive બ્રેસ્ટ કેન્સરથી પીડાઇ રહ્યાં છે. ડોક્ટર્સ આવા દર્દીઓના સાજા થવાની આશા રાખી રહ્યાં છે. પેરેજેટા એક લાઇફ ચેન્જ કરનારી દવા સાબિત થશે. અમને ખુશી છે કે અનેક સંશોધનના અંતે આ દવા રૂટિન યુઝ માટે વાપરવાની છુટ અપાય છે.

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com