ભાઇ ભારે કરી ! માતરના ધારાસભ્ય કેસરીસિંહને આપ જોડાયા બાદ 48 કલાકમાં ભાજપમાં થઇ ઘરવાપસી

0
73

જેમ જેમ ચૂંટણીના દિવસો નજીક આવી રહ્યા છે તેમ તેમ પક્ષપલટાના સિઝનની પણ સોળે કાળાઓ ખીલી ઉઠી ચૂંટણીટાણે નેતાઓ દાવેદારીની લાઇનોમાં ઉભા છે અને ટિકિટના મળતા કોંગ્રેસ માંથી ભાજપ ભાજપમાંથી કોંગ્રેસ ભાજપમાંથી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસથી આમ આદમી પાર્ટી એકબીજા નેતાઓ આંટા મારીને ફરી ઘરવાપસી કરી રહ્યા છે.Gujarat Assembly Polls: After Denied Ticket, Two-time BJP MLA Kesarisinh  Solanki Joins AAP

હાલ જ માતરના ધારાસભ્ય કેસરીસિંહને ભાજપમાંથી ટિકિટના ન મળતા આમ આદમી પાર્ટીની કંઠી પહેરી હતી અને આમ આદમી પાર્ટી દ્રારા માતર બેઠક પરથી કેસરીસિંહ સોલંકીને ટિકિટ પણ આપી દીધી જોકે બે દિવસમાં જ ફરી તેઓ ભાજપમાં જોડાયા ગયા છે એટલે કે કહી શકાય ભારે કરી કેસરીસિંહને ટિકિટ માટે મહિપતિસિંહ ચૌહાણની ટિકિટ આમ આદમી પાર્ટી દ્રારા કાપવામાં પણ હવે કહેવાયને ના ઘરના ના ઘાટ તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ કેસરીસિંહ સાથે મુલાકાતે લઇ ભાજપમાં લાવવાનું સમ્રગ ખેલ પાડ્યો છે. તો બીજી તરફ ભાજપ દ્રારા વર્તમાન ધારાસભ્યોની નારાજગી ખાળવા સ્ટાર પ્રચારકોને પણ મેદાનમાં ઉતાર્યા છે થોડાક દિવસ આગાઉ કોંગ્રેસમાંથી આમ આદમી પાર્ટી આવેલા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ પણ કોંગ્રેસમાં ઘરવાપસી કરી હતી જેમાં રાજકોટ પૂર્વથી ઇન્દ્રનીલ રાજ્યગુરૂને કોંગ્રેસ દ્રારા ટિકિટ આપવામાં આવે છે.