કચ્છના હારમીનાળામાંથી BSF 5 પાકિસ્તાની બોટ સાથે 1 શખ્સને પકડી પાડ્યુ

0
76

રાજ્યના પશ્રિમ છેડે આવેલા કચ્છમાં કેટલાક વખતે દરિયામાં પાકિસ્તાની માછીમારો મોટી માછલીની લહ્યામાં ભારતની સમુદ્ર સીમાએ આવી પહોંચતા હોય છે. ત્યારે વધુ એકવાર કચ્છના હારામાનાળા ખાતેથી પાકિસ્તાની બોટ ઝડપાઇ છે BSFની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન એક બોટ કચ્છ પાકિસ્તાન બાજુથી કચ્છ તરફ જોવા મળી હતી જયાં BSFને શંકાજતા બોટનો પીછો કર્યો હતો બોટ પાકિસ્તાની હોવાનું સામે આવી હતી કચ્છના હારમીનાળામા આવર-નવાર બિનવારસી હાલતમાં ચરસના પેકેટ મળી આવતા હોય છે જેને લઇ સુરક્ષાએજન્સી પણ સક્રિય જોવા મળી રહી છે.

BSFને 5 પાકિસ્તાની બોટ સાથે એક પાકિસ્તાની નાગરિક મળી આવ્યો હતો બોટની તલાશી લેતા માછીમારીના સાધનો મળી આવ્યા છે પરંતુ હજુ સુધી કોઇ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી હજુ સૌનિકોનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યો છે

કેટલીક વખતે માછીમારીના બહાને આંતકીઓ ઘુસણખોરી કરતા હોય છે જેને લઇ ઇન્ડિયન કોસ્ટગાર્ડ ભારતીય સૌન્ય દળ દ્રારા સમ્રગ વિસ્તારમાં ખાસ પેટ્રોલિંગ હાથધરવામા આવે છે બોર્ડર વિસ્તારમાં બાજ નજર રાખવામાં આવી રહી છે