26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસને લઈ BSF ગુજરાત બોર્ડરો પર હાઈ એલર્ટ પર

0
32

આગામી પ્રજાસત્તાક દિવસને ધ્યાનમાં રાખીને, BSF ગુજરાત દ્વારા 21 જાન્યુઆરીથી 28 જાન્યુઆરી 2023 દરમિયાન ભારત-પાક આંતરરાષ્ટ્રીય સરહદે સિરક્રીકથી ગુજરાતના કચ્છના રણ અને બાડમેર જિલ્લામાં સાત દિવસીય ‘ઓપ્સ એલર્ટ’ કવાયત હાથ ધરવામાં આવી રહી છે.

પ્રજાસત્તાક દિવસની ઉજવણી દરમિયાન રાષ્ટ્રવિરોધી તત્વોની કોઈપણ નાપાક યોજનાને નિષ્ફળ બનાવવા માટે ‘ઓપ્સ એલર્ટ’ કવાયત હાથ ધરવામાં આવી રહી છે. આ કવાયત દરમિયાન આંતરરાષ્ટ્રીય સરહદ સાથેના વિસ્તારોમાં તેમજ ક્રીક અને હરામી નાળામાં વિશેષ કામગીરી હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત, વિવિધ ઓપરેશનલ પ્રક્રિયાઓની સચોટતા અને માન્યતાની ચકાસણી તેમજ સરહદી લોકો સાથેના સમાધાન કાર્યક્રમો આ સમયગાળા દરમિયાન હાથ ધરવામાં આવશે.

ઉલ્લેખનીય એ છે કે સીમા સુરક્ષા દળ સાથે અન્ય એજન્સીઓ પણ એલર્ટ બની છે

પાકિસ્તાનથી અવારનવાર જખૌના દરિયાઈ વિસ્તારમાં ડ્રગ્સનો જથ્થો મળી આવવાની ઘટના બની રહી છે .ત્યારે તમામ ગતિ વિધિ પર એજન્સીઓ દ્વારા નજર રાખવામાં આવી રહી છે