BSNLએ લોન્ચ કર્યો 118 રૂપિયાનો પ્લાન

રિલાયન્સ જિયોને ટક્કર આપવા માટે BSNLએ પોતાનો નવો પ્લાન લોન્ચ કરી દીધો છે. આ પ્લાન કંપનીએ પોતાના પ્રીપેડ યૂઝર્સ માટે લોન્ચ કર્યો છે. આ રિચાર્જ પર 1GB ડેટા આપવામાં આવશે. આ સિવાય અનલિમિટેડ કૉલિંગની સુવિધા પણ આપવામાં આવશે. આ પેકમાં રૉમિંગમાં અનલિમિટેડ કૉલિંગની પણ સુવિધા આપવામાં આવશે. જોકે, દિલ્હી અને મુંબઇને છોડી દેશના કોઇ પણ ખૂણે રૉમિંગ કૉલ કરી શકાશે. કંપનીનો આ પ્લાન 118 રૂપિયાનો છે. જેની વેલિડિટી 28 દિવસની છે. રિલાયન્સ જિયોની વાત કરવામાં આવે તો 98 રૂપિયાના પ્લાનમાં યૂઝરને અનલિમિટેડ કૉલિંગની સુવિધા આપવામાં આવશે. આ સાથે જ અનલિમિટેડ ઇન્ટરનેટની સુવિધા આપવામાં આવી રહી છે. જોકે અનલિમિટેડ ઇન્ટરનેટની એક લિમિટ છે કે યૂઝરને હાઇ સ્પીડ પર માત્ર 2GB ડેટા જ મળશે. આ ડેટા પૂરો થયા પછી ઇન્ટરનેટ તો અનલિમિટેડ ચાલશે પરંતુ સ્પીડ ઓછી થઇ 64Kbps રહી જશે. આ પ્લાનની પણ વેલિડિટી 28 દિવસોની જ છે. એરટેલે પણ 93 રૂપિયાનો પ્લાન તાજેતરમાં અપડેટ કર્યો છે. હવે આ પ્લાન હેઠળ યૂઝર્સને 1GB હાઇ સ્પીડ ડેટા આપવામાં આવશે. આ સિવાય અનલિમિટેડ કૉલિંગની સુવિધા પણ આપવામાં આવી રહી છે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસોની છે. આઇડિયાની વાત કરવામાં આવે તો 1GB ડેટાનો પ્લાન 109 રૂપિયાનો છે. આ પ્લાનમાં અનલિમિટેડ કૉલિંગની સુવિધા આપવામાં આવી રહી છે, જેનો એ પણ ફાયદો છે કે યૂઝરને રોમિંગમાં પણ અનલિમિટેડ કૉલિંગની સુવિધા મળી રહી છે. આ પ્લાનની વેલિડિટી પણ 28 દિવસની છે.

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com