BSNL એ લોન્ચ કરી ઈન્ટરનેટ કોલિંગ સર્વિસ, સીમ વગર કરી શકશે કોલ

ભારત સંચાર નિગમ લિમિટેડે દેશની પ્રથમ ઈન્ટરનેટ ટેલિફોન સર્વિસ લોન્ચ કરી છે. હવે BSNL ના યુઝર્સ, ‘વિંગ્સ મોબાઈલ એપ’ થી દેશભરમાં કોઈપણ ટેલિફોન નંબર પર સીમ વગર કોલ કરી શકશે. આ સર્વિસ ૨૫ જુલાઈથી શરૂ થશે. પ્રાપ્ત માહિતી અનુસાર સરકારી ટેલીકોમ કંપની બીએસએનએલના આ સર્વિસનો ઉપયોગ કરવા માટે ઉપભોક્તાને ૧૦૯૯ રૂપિયાની વાર્ષિક ફી આપવી પડશે. ત્યાર બાદ તે બીએસએનએલ અથવા કોઈ અન કંપનીના વાઈ-ફાઈથી દેશભરમાં અમર્યાદિત કોલ કરી શકશે. આ સેવાનું ઉદ્ઘાટન કરતા કેન્દ્રીય દુરસંચાર રાજ્યમંત્રી મનોજ સિન્હાએ જણાવ્યું છે કે, વર્તમાન સમયમાં ટેલિકોમ સેક્ટરમાં પ્રતિસ્પર્ધાને જોતા બીએસએનએલ દ્વ્રારા કરવામાં આવી રહેલ આ કાર્ય પ્રશંસનીય છે. બીએસએનએલના ગ્રાહકો આ સુવિધાનો લાભ તો ઉઠાવશે તેની સાથે જ તેમની ગ્રાહકો સંખ્યામાં પણ વધારો થઈ શકે છે.

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com