વિધાનસભાની ચૂંટણીને લઇ BTPએ પોતાના 12 ઉમેદવારોની યાદી કરી જાહેર

0
111

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના શંખનાદ ફૂંકાઇ ચુક્યા છે. ચૂંટણીની જાહેરાત પણ થઇ ચૂકી છે. ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયા જંગ ખેલાવા જઇ રહ્યો અને ગુજરાતના કેટલાક ભાગે ચાર પક્ષો વચ્ચે સીધી જંગ ખેલાશે દક્ષિણગુજરાતમાં આદિવાસી વિસ્તારોમાં પ્રભૃત્વ ધરાવતી ભારતીય ટ્રાઇબલ પાર્ટી પણ હવે એકશન મોડમાં આવી ગઇ છે તેને લઇ મહત્વના સમાચાર મળી રહ્યા છે.

 

ભારતીય ટ્રાયબલ પાર્ટીના સ્થાપક છોટું વસાવેએ વિધાનસભાની ચૂંટણીને લઇ પોતાની પ્રથમ 12 જેટલા ઉમેદવારોની યાદી જાહેર કરી છે પંરતુ બીજી તરફ એવા પણ સમાચારો વહેતા થયા છે કે છોટુ વસાવા વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારી નહી નોંધાવે જોકે હજુ પણ આ વાતની પુષ્ટી થઇ નથી આદિવાસી સમાજની ગુજરાતમાં કુલ 27 બેઠકો છે અને ભારતીય ટ્રાઇબલ પાર્ટી તેના પર જબરજદસ્ત પ્રભુત્વ જમાવી રાખ્યો છે. ઝઘડિયાના ધારાસભ્ય છોટુ વસાવા છેલ્લા 7 ટર્મથી ચૂંટણીમાં આ બેઠક પરથી જીતતા આવ્યા છે.2017માં પણ BTPએ કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યુ હતું જોકે આ વખતે ગઠબંધનને લઇને હજુ કંઇ પાર્ટી સાથે કરશે તે અંગે નિર્ણય લેવાયું નથી