બિઝનેસ આઈડીયા/ આ ત્રણ પાનની ખેતી કરીને આપ બની જશો માલામાલ, આખુ વર્ષ થતી રહેશે કમાણી

0
50

ભારતમાં ઘણી પ્રકારના પાનના બિઝનેસ મોટા પાયે થઈ રહ્યા છે. જેમ કે કેળાના પાન, પાનના પત્તા, દેશના કેટલાય ભાગોમાં રોજગારમાં આ એક બહુ મોટુ સાધન છે. આ પાનનો બિઝનેસ કરીને સારી એવી કમાણી કરી શકાય છે. જો કેળાના વિશે વાત કરીએ તો, ભારતમાં ફક્ત કેળાના ફળનો ઉપયોગ થાય છે. દક્ષિણ ભારતમાં અમુક વિસ્તારમાં કેળાના પાન ખાવામાં પણ ઉપયોગમાં લેવામાં આવે છે.કેળાના પાનકેળાના પાનનો પૂજામાં પણ ઉપયોગ થાય છે. તેના દ્વારા પૈસા પણ કમાઈ શકાય છે.

કેળાના પાનની પ્લેટ્સ્ પણ બનાવામા આવે છે. દક્ષિમ ભારતમાં તો લોકો તેને ખાવામાં પણ ઉપયોગમાં લે છે. ત્યારે આવા સમયે તેની માગને લઈને પણ વધારો થઈ રહ્યો છે. તેનાથી એક વર્ગને ખાસ્સો એવો રોજગાર પણ મળી રહ્યો છે.સાગના પાનસાગના પાન મોટા ભાગે પહાડી વિસ્તારોમાં જોવા મળે છે. પણ હવે તે ઉત્તર ભારતના લગભગ મોટા ભાગના જંગલોમાં જોવા મળે છે.

આ ખૂબ જ લાંબા હોય છે અને તેના પાન પહોળા હોય છે. તેના લાકડા પણ ખૂબ મોંધા વેચાય છે. તેના પાનથી લઈને ઝાડ સાલ ખૂબ મોંઘા હોય છે. સાગના પાન લગ્નમાં પણ ઉપયોગમાં લેવાય છે. તેની સાથે જ ખાવામાં અને બીજા અન્ય સામાન બનાવામાં પણ તેનો ઉપયોગ થાય છે. સાગના પાનથી મોટી કમાણી કરી શકાય છે.પાનના પત્તાપાનને મોટા ભાગે લોકો જાણે છે, અને તેનો ઉપયોગ કરે છએ. લોકો ખાવામાં તેનો ખૂબ ઉપયોગ કરે છે. પછી તે ઉત્તર ભારત હોય કે, દક્ષિણ ભારત સૌ કોઈ જગ્યાએ લોકો તેના દિવાના છે. પૂજાના દરેક કામમાં તેનો ઉપયોગ લેવાય છે. તેના વિના પૂજા કરી શકાય નહીં. તેની ખેતી કેટલાય રાજ્યોમાં થાય છે. પાનની ખેતી કરવા માટે સરકાર તરફથી સબ્સિડી પણ આપવામાં આવે છે.